Home> Business
Advertisement
Prev
Next

Gold Price: સોનાના ભાવમાં આવી શકે છે ભારે ઘટાડો, પહેલાં જ જાણી લો કેટલું સસ્તુ થશે સોનું

કોરોના સંકટ વધતાં અને આંતરરાષ્ટ્રીય બજારમાં હલચલના લીધે થોડા મહિના પહેલાં સોના ભાવ આસમાને હતા. પરંતુ તાજેતરમાં સોનું સસ્તું (Gold Price down)થયું છે. પરંતુ વાત અહીં પુરી થતી નથી.

Gold Price: સોનાના ભાવમાં આવી શકે છે ભારે ઘટાડો, પહેલાં જ જાણી લો કેટલું સસ્તુ થશે સોનું

નવી દિલ્હી: કોરોના સંકટ વધતાં અને આંતરરાષ્ટ્રીય બજારમાં હલચલના લીધે થોડા મહિના પહેલાં સોના ભાવ આસમાને હતા. પરંતુ તાજેતરમાં સોનું સસ્તું (Gold Price down)થયું છે. પરંતુ વાત અહીં પુરી થતી નથી. આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આગામી વર્ષની શરૂઆત સુધી સોનું 42,000 રૂપિયા પ્રતિ દસ ગ્રામ સુધી ઘટી શકે છે. આવો જણાવીએ શું છે સળવળાટ...

શું છે સોનાની સ્થિતિ 
અમારી સહયોગી વેબસાઇટ zeebiz.comના અનુસાર સુરક્ષિત રોકાણ તરીકે ગોલ્ડમાં જોરદાર પૈસાનો વરસાદ થયો. એટલા માટે સોનાનો ભાવ (Gold price record high)પોતાના રેકોર્ડ સ્તર સુધી પહોંચ્યો. પરંતુ ધીમે ધીમે કોરોના વેક્સીન (Corona Vaccine)ના સમાચારે તેની લગામ કસી દીધી છે. રૂપિયો (Rupee)માં પરત ફર્યો. શેર બજાર (Share Markets)પણ ગતિ પકડવા લાગી. હવે સોનામાં રોકાણ (Gold Investment)એટલું આકર્ષક ન રહ્યું. ભાવ નીચે તરફ ઝડપથી ઘટી રહ્યા છે. ગત ત્રણ અઠવાડિયામાં ગોલ્ડનો ભાવ 4000 રૂપિયા સુધી ઘટી ગયા છે. તો બીજી તરફ રેકોર્ડ હાઇથી 8000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી ઘટી ગયા છે. 

42000 રૂપિયા સુધી ઘટી શકે છે ભાવ (Gold spot market price)
સોનાના ભાવમાં હાલ તેજીની કોઇ આશા અથવા સેંટીમેન્ટ નથી. એક્સપર્ટસ જણાવી રહ્યા છે કે ફેબ્રુઆરી 2021 સુધી સોનાનો ભાવ 42,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામની આસપાસ પહોંચી શકે છે. તો બીજી તરફ ચાંદીની કિંમતોમાં પણ મોટો ઘટાડો જોવા મળી શકે છે. સોનું ઓગસ્ટમાં 56,200 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પહોંચ્યો હતો. આ સોનાનું સૌથી ઉચ્ચતમ સ્તર હતું. શુક્રવારે દિલ્હી સરાફા બજારમાં સોનાનો ભાવ 48,142 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયો હતો. સોનાની કિંમતોમાં રેકોર્ડ હાઇથી 8,058 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સસ્તુ થઇ ચુક્યું છે. 

વેક્સીનના સમાચારે તોડ્યો ભાવ (Corona vaccine impact on Gold price)
ફેસ્ટિવલ સીઝન ખતમ થયા બાદ લગ્નની સીઝન શરૂ થઇ ગયું છે. વેપારીઓને આશા છે કે ભાવમાં થોડો સુધારો થઇ શકે છે. પરંતુ ફેબ્રુઆરી સુધી સોનાના ભાવમાં મોટો ઘટાડો આવી શકે છે. જોકે કેન્દ્ર સરકારે સીરમ ઇંસટીટ્યૂટ ઓફ ઇન્ડીયા (Serum Institute on India)થી કોરોના વેક્સીન (Corona vaccine)ની લગભગ 40 કરોડ ડોઝ ખરીદવાની વાતચીત કરી લીધી છે. તો બીજી તરફ આશા છે કે જલદી જ બીજી કંપનીઓ પણ વેક્સીન તૈયાર કરી લેશે. તેનાથી બજારમાં સ્થિરતા આવશે અને લોકો બીજા વિકલ્પોમાં રોકાણ કરી શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More