Home> Business
Advertisement
Prev
Next

મોંઘવારીના તમામ રેકોર્ડ તોડી શકે છે સોનું, અત્યારે ખરીદશો તો થશે ફાયદો

ઇકોનોમિક સ્લોડાઉન (Slowdown)ની આશંકા વચ્ચે સોના (Gold)ની ચમક આ મહિને થોડી વધારે પડતી વધી ગઈ છે કારણ કે રોકાણકારો માટે એ રોકાણનો સુરક્ષિત વિકલ્પ બની ગયું છે

મોંઘવારીના તમામ રેકોર્ડ તોડી શકે છે સોનું, અત્યારે ખરીદશો તો થશે ફાયદો

નવી દિલ્હી : ઇકોનોમિક સ્લોડાઉન (Slowdown)ની આશંકા વચ્ચે સોના (Gold)ની ચમક આ મહિને થોડી વધારે પડતી વધી ગઈ છે કારણ કે રોકાણકારો માટે એ રોકાણનો સુરક્ષિત વિકલ્પ બની ગયું છે. સોના આ મહિનાની શરૂઆતમાં જ પેલેડિયમ કરતા પણ વધારે મોંઘી ધાતુનો તાજ પોતાના માથા પર સજાવી ચૂક્યું છે. આ સંજોગોમાં તહેવારોની સિઝનમાં સોનાનો ભાવ ભારતમાં 40,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ જાય તો કોઈને આશ્ચર્ય નહીં થાય. આંતરરાષ્ટ્રીય માર્કેટમાં સોનું ફરી 1,530 ડોલર પ્રતિ ઓંસની કિંમતને પાર કરી ગયું છે જ્યારે સૌથી મોંઘી ધાતુ ગણાતી પેલેડિયમનો ભાવ તુટીને 1,412.50 ડોલર પ્રતિ ઓંસ થઈ ગયું છે. 

સોના બજારના નિષ્ણાંતોના મત પ્રમાણે અમેરિકા અને ચીન વચ્ચે પ્રવર્તી રહેલી ટ્રેડ વોરને કારણે રોકાણકારો હવે સોનાને રોકાણનો સુરક્ષિત વિકલ્પ માનવા લાગે છે. આ કારણે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં સોના અને ચાંદીની કિંમતમાં જબરદસ્ત તેજી જોવા મળી રહી છે. આ સંજોગોમાં ભારતમાં પણ સોના અને ચાંદીની કિંમતમાં વધારો થયો છે. 

ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ અસોશિયેશનના નેશનલ સેક્રેટરી સુરેન્દ્ર મહેતાએ કહ્યું છે કે 2000માં ભારતમાં સોનાની કિંમત 4,250 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતી અને હવે આ કિંમત 38,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે પહોંચી ગઈ છે. તેમણે કહ્યું છે કે છેલ્લા 19 વર્ષમાં સોનાની કિંમત નવ ગણી થઈ છે અને છેલ્લા બે મહિનામાં 4,000 વધારે તેજી જોવા મળી છે. 

બિઝનેસના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More