Home> Business
Advertisement
Prev
Next

Gold Price Today: સોનું ખરીદનારા માટે ખુશખબર, સતત ઘટી રહ્યાં છે ભાવ, જાણો નવી કિંમત

Gold Silver Price Today જો તમે સોનું ખરીદવાનો પ્લાન કરી રહ્યાં છો તો આ તમારા માટે સારી તક છે. સપ્તાહના પ્રથમ દિવસે સોનાનો કારોબાર ધીમો બનેલો છે. સોનાની કિંમત આજે ધડામ થઈ ગઈ છે. 

Gold Price Today: સોનું ખરીદનારા માટે ખુશખબર, સતત ઘટી રહ્યાં છે ભાવ, જાણો નવી કિંમત

નવી દિલ્હીઃ Gold Price Today: નકારાત્મક વૈશ્વિક વલણને કારણે સોમવારનો કારોબાર ધીમો છે. મલ્ટી કમોડિટી એક્સચેન્જ પર ડિસેમ્બર મહિના માટે સોનાની વાયદા કિંમત 96 રૂપિયાના ઘટાડા સાથે  52,448 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર કારોબાર કરી રહ્યું હતું. એમસીએક્સ પર ચાંદીનો ડિસેમ્બરનો વાયદા ભાવ 286 રૂપિયાના ઘટાડા સાથે 61390 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર કારોબાર કરી રહ્યો હતો. 

વૈશ્વિક સ્તર પર સોનાની કિંમતમાં ઘટાડો આવ્યો, કારણ કે ચીનના સખત લોકડાઉન અને પ્રતિબંધોને કારણે સોનાની માંગમાં ઘટાડો થયો છે. સુરક્ષિત-હેવન ડિમાન્સને કારણે ડોલરમાં તેજી આવી છે. હાજર સોનું 0.04 ટકાના ઘટાડા સાથે 1,749.00 ડોલર પ્રતિ ઔંસ પર હતું. અમેરિકી વાયદા સોનું 0.02 ટકા ઘટીને 1,749.90 ડોલર પર આવી ગયું છે. 

સોનાની કિંમત 
નવેમ્બર મહિનાની બેઠકે મિનિટોમાં યૂએસ ફેડના અધિકારીઓ તરફથી કરવામાં આવેલી ટિપ્પણીને જોતા તે સપ્તાહે સોના અને ચાંદીની કિંમતોમાં તેજી આવી હતી. યૂએફ ફેડના અધિકારીઓએ વ્યાજદરોમાં વધારાનો સંકેત આપ્યો, જેનાથી ડોલર ઇન્ડેક્સ અને યૂએસ બોન્ડ યીલ્ડ ઓછો થઈ ગયો અને સોનાની કિંમતોને સમર્થન મળ્યું હતું. પાછલા સપ્તાહે જારી ભૂ-રાજકીય તણાવ અને મિશ્રિત આર્થિક આંકડાથી સોના અને ચાંદીમાં તેજી આવી હતી. 

આ પણ વાંચોઃ જન ધન ખાતું ધરાવતા લોકો માટે મોટી ખુશખબર, ઘરે બેઠા કરો કમાણી!

શું છે સોનાનો સપોર્ટ બેન્ડ
સોનાને 52,420-52,250 રૂપિયા પર સમર્થન છે, જયાર પ્રતિરોધ 52680-52,820 રૂપિયા પર છે. ચાંદીને 61,250-60,680 રૂપિયા પર સમર્થન છે, જ્યારે પ્રતિરોધ 62,100-62,340 રૂપિયા પર છે. 

આજનો રેટ
ભારતીય સોની બજારમાં સોના અને ચાંદીની કિંમતની વાત કરીએ તો પાછલા સપ્તાહે સોનાની કિંમતોમાં તેજી રહી. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનની વેબસાઇટ પ્રમાણે શુક્રવારે સોનાનો ભાવ વધી વધીને 52,660 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગયો, જ્યારે 21થી 25 નવેમ્બર સુધી 24 કેરેટ સોનાનો ભાવ 52406 હતો. 

ક્યાં છે સૌથી ઓછો ભાવ
Today Gold Silver Rates: ગુડ રિટર્ન પ્રમાણે સોની બજારમાં આજે કિંમત આ પ્રમાણે છે. 
દિલ્હીમાં 24 કેરેટ સોનાના 10 ગ્રામની કિંમત 53,140 રૂપિયા છે.
મુંબઈમાં 10 ગ્રામ 24 કેરેટ સોનું 52,980માં વેચાઈ રહ્યું છે.
લખનૌમાં 24 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ રૂ.53,140 છે.
જયપુરમાં 24 કેરેટ સોનું 10 ગ્રામ રૂ.52,140માં વેચાઈ રહ્યું છે.
પટનામાં 24કેરેટના 10 ગ્રામ માટે સોનાની કિંમત રૂ.53,030 છે.
બેંગ્લોરમાં 24 કેરેટના 10 ગ્રામ માટે 53,030.
કોલકાતામાં સોનાની કિંમત 24 કેરેટ 10 ગ્રામ માટે રૂ.52,980 છે.
ચંદીગઢમાં 10 ગ્રામ 24 કેરેટ સોનું 53,140 રૂપિયામાં ઉપલબ્ધ છે.
ગુરુગ્રામમાં 10 ગ્રામ 24 કેરેટ સોનું 53,140 રૂપિયામાં વેચાઈ રહ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More