Home> Business
Advertisement
Prev
Next

Gold Price Today, 31 December 2020: વર્ષના છેલ્લા દિવસે સોનાના ભાવ જાણવા તમારા માટે ખાસ જરૂરી, જાણો 10 ગ્રામ Gold નો ભાવ

સોના (Gold) અને ચાંદી (Silver) ના ભાવમાં બુધવારે ઘણા ઉતાર ચડાવ સાથે વેપાર થતો જોવા મળ્યો. સોનામાં જો કે શરૂઆતમાં તેજી જોવા મળી હતી પરંતુ સાંજ થતા થતા તો ભાવ ગગડી ગયા. MCX પર સોનાનો ભાવ ફેબ્રુઆરી વાયદા 50,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામની નીચે જતો રહ્યો. જો કે બજાર બંધ થતા સોનું સામાન્ય રિકવરી  સાથે જોવા મળ્યું. અંતમાં સોનું 50,039 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું. આજે સોનું MCX પર હળવી નરમી સાથે ખુલ્યું પણ પછી તેમાં વધારો જોવા મળ્યો. 

Gold Price Today, 31 December 2020: વર્ષના છેલ્લા દિવસે સોનાના ભાવ જાણવા તમારા માટે ખાસ જરૂરી, જાણો 10 ગ્રામ Gold નો ભાવ

નવી દિલ્હી: સોના (Gold) અને ચાંદી (Silver) ના ભાવમાં બુધવારે ઘણા ઉતાર ચડાવ સાથે વેપાર થતો જોવા મળ્યો. સોનામાં જો કે શરૂઆતમાં તેજી જોવા મળી હતી પરંતુ સાંજ થતા થતા તો ભાવ ગગડી ગયા. MCX પર સોનાનો ભાવ ફેબ્રુઆરી વાયદા 50,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામની નીચે જતો રહ્યો. જો કે બજાર બંધ થતા સોનું સામાન્ય રિકવરી  સાથે જોવા મળ્યું. અંતમાં સોનું 50,039 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું. આજે સોનું MCX પર હળવી નરમી સાથે ખુલ્યું પણ પછી તેમાં વધારો જોવા મળ્યો. 

Shocking! વાસનાએ જીવલેણ કોરોનાને પણ ભૂલાવી દીધો, હોસ્પિટલના ટોઈલેટમાં માણ્યું કોરોના દર્દી સાથે સેક્સ

સોનાના ભાવ સપાટ
આજે MCX પર સોનાનો ફેબ્રુઆરી વાયદો એકદમ શાંત છે. સોનાના ભાવમાં કોઈ હલચલ જોવા મળી રહી નથી. ભાવ ગઈ કાલના લેવલ પર જ જોવા મળી રહ્યા છે. આજે સોનું MCX પર હળવી નરમી સાથે ખુલ્યું પણ પછી તેમાં વધારો જોવા મળ્યો. હળવા ઉતાર ચડાવ બાદ સોનું 50,000 રૂપિયાની ઉપર જોવા મળી રહ્યું છે. છેલ્લા ત્રણ દિવસથી સોનામાં આ જ ટ્રેન્ડ જોવા મળ્યો છે. 

સુસ્તીથી શરૂઆત બાદ ચાંદીમાં ઘટાડો
ચાંદીની વાત કરીએ તો બુધવારે ચાંદીમાં શરૂઆત ઘણી સારી હતી. MCX પર ચાંદીનો માર્ચ વાયદો ગઈ કાલે 900 રૂપિયાની તેજી સાથે 69,000 રૂપિયા પ્રતિ કિલોની નજીક પહોંચી ગયો પરંતુ ત્યારબાદ તેમાં નફાવસૂલી થઈ અને તે ઉપરના સ્તરોથી લગભગ 400 રૂપિયા ગગડીને બંધ થયો. જો કે આમ છતાં ચાંદી 470 રૂપિયા મજબૂત થઈને  68600 રૂપિયા પ્રતિ કિલોના લેવલ પર બંધ થઈ. 

Corona Update: ભારતમાં પગપેસારો કરી ચૂકેલો કોરોનાનો આ નવો સ્ટ્રેન ભારતીયો માટે કેટલો ઘાતક? ખાસ જાણો જવાબ

69,000 ને સ્પર્શવાની કોશિશ
આજે MCX પર ચાંદીનો માર્ચ વાયદો 170 રૂપિયાના ઘટાડા સાથે 68,445 રૂપિયા પ્રતિ કિલોના  લેવલ પર કારોબાર કરી રહ્યું છે. કાલે ચાંદી 68,614 રૂપિયા પ્રતિ કિલો પર બંધ થઈ હતી. આજે ચાંદીની શરૂઆત હળવા ઘટાડા સાથે થઈ, આ ઘટાડો હવે ધીરે ધીરે વધતો જોવા મળી રહ્યો છે. છેલ્લા 2 દિવસમાં ચાંદી 69,000 રૂપિયાના ભાવ પર પહોંચવાની કોશિશ કરી રહી છે. પરંતુ આજના ઘટાડાને જોતા આ લેવલ પર પહોંચવું થોડું મુશ્કેલ લાગી રહ્યું છે. 

તમારા શહેરના સોનાના ભાવ જાણો
ચાર મેટ્રો શહેરમાં 10 ગ્રામ 24 કેરેટ સોનાના ભાવ શું છે તે  Goodreturns.in મુજબ આ પ્રમાણે છે. 

10 ગ્રામ સોનાનો ભાવ

શહેર             સોનાનો ભાવ

દિલ્હી              53,310
મુંબઈ              49940
કોલકાતા          52,160
ચેન્નાઈ              51,430

હવે જોઈએ કે ચાર મેટ્રો શહેરોમાં એક કિલો ચાંદીનો શું ભાવ છે. Goodreturns.in ના જણાવ્યાં મુજબ...

Cabinet: ખેડૂતોની આવક વધારવા માટે મોદી સરકારે લીધો મોટો નિર્ણય, જાણો વિગતો 

એક કિલો ચાંદીના ભાવ

શહેર             ચાંદીનો ભાવ

દિલ્હી              68400
મુંબઈ              68400
કોલકાતા         68400
ચેન્નાઈ             72200

ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More