Home> Business
Advertisement
Prev
Next

Gold Price Today: માર્કેટ ખૂલતાં જ ધડામ દઇને સોના-ચાંદીના ભાવ તૂટ્યા, જાણો આજનો ભાવ

 બુલિયન માર્કેટમાં સોના ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળી શકે છે. શુક્રવારે સોનું ખૂલતાં જ તૂટી ગયું. મલ્ટી કમોડિટી એક્સચેંજ (MCX) પર ગોલ્ડમાં નબળો ટ્રેંડ જોવા મળી રહ્યો છે. કોમેક્સ પર પણ સોનું અને ચાંદી તૂટતું જોવા મળશે. સોના ચાંદીમાં ઘટાડો અમેરિકાથી આવતો જોવા મળે છે. જ્યાં જૂન પોલિસીમાં US FED ના નિર્ણય પર નજર રહેશે. વ્યાજદર પર US FED નું વલણ સોના-ચાંદીની ચાલ નક્કી કરશે. હાલ ફેડ સભ્યોએ કહ્યું કે રેટ કટ માટે ડેટા પર વધુ કોન્ફિડેન્ટ જરૂરી છે, એવામાં જૂન પોલિસી ફેડ માટે પણ સૌથી મોટું ટેન્શન જોવા મળી રહ્યું છે.  

Gold Price Today: માર્કેટ ખૂલતાં જ ધડામ દઇને સોના-ચાંદીના ભાવ તૂટ્યા, જાણો આજનો ભાવ

Gold-Silver Price Today 17 May 2024: બુલિયન માર્કેટમાં સોના ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળી શકે છે. શુક્રવારે સોનું ખૂલતાં જ તૂટી ગયું. મલ્ટી કમોડિટી એક્સચેંજ (MCX) પર ગોલ્ડમાં નબળો ટ્રેંડ જોવા મળી રહ્યો છે. કોમેક્સ પર પણ સોનું અને ચાંદી તૂટતું જોવા મળશે. સોના ચાંદીમાં ઘટાડો અમેરિકાથી આવતો જોવા મળે છે. જ્યાં જૂન પોલિસીમાં US FED ના નિર્ણય પર નજર રહેશે. વ્યાજદર પર US FED નું વલણ સોના-ચાંદીની ચાલ નક્કી કરશે. હાલ ફેડ સભ્યોએ કહ્યું કે રેટ કટ માટે ડેટા પર વધુ કોન્ફિડેન્ટ જરૂરી છે, એવામાં જૂન પોલિસી ફેડ માટે પણ સૌથી મોટું ટેન્શન જોવા મળી રહ્યું છે.  

2024 પુરૂ થતાં પહેલાં બની જશો કરોડપતિ, આ મૂળાંકવાળા પર રહેશે શનિની વિશેષ કૃપા
Satta Bazar: દિલ્હીમાં BJP ને લાગશે ઝટકો, સટ્ટા બજારે AAP-કોંગ્રેસને આપી આટલી સીટો!

MCX પર શું છે સોનાનો ભાવ? 
મલ્ટી કોમોડિટી એક્સચેંજ (MCX) પર સોનાનો ભાવ 72913 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બિઝનેસ કરી રહ્યો છે. શુક્રવારે MCX Gold 341 રૂપિયાના મોટા ઘટાડા સાથે ખૂલ્યો. જોકે ખૂલ્યા બાદ સતત તેમાં ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. MCX પર ચાંદીનો ભાવ 87095 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગયો છે. MCX પર ચાંદીમાં 205 રૂપિયાનો ઘટાડો જોવા મળ્ય છે. 

આંતરરાષ્ટ્રીય બજારમાં શું છે Gold Price?
આંતરરાષ્ટ્રીય સ્તર પર સોનાનો ભાવ 2,377.32 ડોલર પર છે. તેમાં 0.92 ડોલરનો ઘટાડો આવ્યો છે. તો બીજી તરફ ચાંદીનો ભાવ 29.5 ડોલર રહ્યો. તેમાં 0.18 ડોલરનો ઘટાડો જોવા મળ્યો છે. 

Diabetes થી માંડીને હાર્ટના રોગોની સારવાર થશે સસ્તી, 41 વધુ દવાઓના ભાવ ઘટાડ્યા
Mango Eating Tips: કેરી ખાતા પહેલાં જરૂર કરી લો આ કામ, નહીંતર થઇ શકે છે નુકસાન

બુલિયન માર્કેટમાં 10 ગ્રામ સોનાની કિંમત
શુક્રવારે સોનાના ભાવમાં ભારે વધઘટ જોવા મળી રહી છે. ભારતીય બુલિયન માર્કેટમાં 16 મે 2024ના રોજ સોનાની કિંમતમાં વધારો જોવા મળ્યો હતો. સોનાની કિંમત 73476 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગઈ છે. ઈન્દોર બુલિયન માર્કેટમાં 24 કેરેટ સોનાની કિંમત 73800 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. હાલમાં રોકાણકારો સોનામાં રોકાણ કરતા પહેલા વૈશ્વિક સોનાના બજાર પર નજર રાખી રહ્યા છે.

કેવી રીતે જાણો સોનાની શુદ્ધતા
ISO (Indian Standard Organization) દ્વારા સોનાની શુદ્ધતા જાણવા માટે હોલ માર્ક આપવામાં આવે છે. 24 કેરેટ સોનાના આભૂષણ પર 999, 23 કેરેટ પર 958, 22 કેરેટ પર 916, 21 કેરેટ પર 875 અને 18 કેરેટ પર 750 લખેલું હોય છે. મોટાભાગે સોનું 22 કેરેટમાં વેચાય છે, તો બીજી તરફ લોકો 18 કેરેટનો ઉપયોગ પણ કરે છે. કેરેટ 24 થી વધુ હોતા નથી, અને જેટલા વધુ કેરેટ હશે, સોનું એટલું જ શુદ્ધ કહેવાય છે. 

GUJCET: ગુજરાત CET કાઉન્સિલ રજિસ્ટ્રેશનની તારીખ લંબાવાઇ, અહીં ચેક કરો નવું શિડ્યૂલ
9-10 જૂનની આસપાસ દસ્તક દેશે મોનસૂન, ગરમીમાંથી મળશે રાહત, સારા વરસાદના અણસાર

જાણો 22 અને 24 કેરેટ વચ્ચે શું તફાવત છે?
24 કેરેટ સોનું 99.9% શુદ્ધ અને 22 કેરેટ સોનું લગભગ 91% શુદ્ધ છે. 22 કેરેટ સોનામાં તાંબુ, ચાંદી, જસત જેવી 9% અન્ય ધાતુઓનું મિશ્રણ કરીને જ્વેલરી તૈયાર કરવામાં આવે છે. જ્યારે 24 કેરેટ સોનું શાનદાર હોય છે, તેના દાગીના બનાવી શકાતા નથી. તેથી જ મોટાભાગના દુકાનદારો 22 કેરેટમાં સોનું વેચે છે.

બજાર-મોલ કરતાં અહીં સસ્તો મળે છે સામાન, અમદાવાદમાં પણ સ્ટોલ, જોઇશે Smart Card
Viral Video: 'ફ્રીમાં રાશન લો છો અને વોટ નથી આપતા', હોમગાર્ડે ચોકીદારને ફટકાર્યો

મિસ્ડ કોલથી જાણો કિંમત
22 કેરેટ અને 18 કેરેટ સોનાના દાગીનાના છૂટક દરો જાણવા માટે તમે 8955664433 પર મિસ્ડ કોલ કરી શકો છો. થોડા સમયની અંદર એસએમએસ દ્વારા દરો ઉપલબ્ધ થશે. આ ઉપરાંત, સતત અપડેટ્સ વિશેની માહિતી માટે, તમે www.ibja.co અથવા ibjarates.com ની મુલાકાત લઈ શકો છો.

Satta Bazar: ચોથા તબક્કાના મતદાન બાદ બદલાયા સટ્ટા બજારના ભાવ, બદલાઇ ગયા સીટોના ગણિત?
'અબકી બાર 400 પાર' નારો આપનાર ભાજપ માટે ખતરાની ઘંટી, 'અબકી બાર કિસકી સરકાર'?

હોલમાર્કનું રાખો ધ્યાન
સોનું ખરીદતી વખતે લોકોએ તેની ગુણવત્તાને ધ્યાનમાં રાખવી જોઈએ. ગ્રાહકોએ હોલમાર્ક માર્ક જોયા પછી જ ખરીદી કરવી જોઈએ. હોલમાર્ક એ સોનાની સરકારી ગેરંટી છે, બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS) હોલમાર્ક નક્કી કરે છે. હોલમાર્કિંગ સ્કીમ બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ એક્ટ, નિયમો અને નિયમો હેઠળ કામ કરે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More