Home> Business
Advertisement
Prev
Next

Gold-silver price today: સોનાના ભાવ ગગડ્યા, આજે જ ખરીદો સસ્તું સોનું 

જો તમે સોના (Gold) માં રોકાણ કરવા માંગતા હોવ તો તમારી પાસે સારી તક છે. સોનાના ભાવમાં (gold price today) આજે બજાર ખુલતા જ જબરદસ્ત ઘટાડો જોવા મળ્યો. 

Gold-silver price today: સોનાના ભાવ ગગડ્યા, આજે જ ખરીદો સસ્તું સોનું 

નવી દિલ્હી: જો તમે સોના (Gold) માં રોકાણ કરવા માંગતા હોવ તો તમારી પાસે સારી તક છે. સોનાના ભાવમાં (gold price today) આજે બજાર ખુલતા જ જબરદસ્ત ઘટાડો જોવા મળ્યો. સવારે લગભગ 9.50 વાગે સોનામાં મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર લગભગ 287 રૂપિયાના ઘટાડા સાથે  50820 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર વેપાર ચાલતો હતો. જ્યારે ચાંદીમાં 820 રૂપિયાના ઘટાડા સાથે 62278 રૂપિયા પ્રતિ કિલો પર વેપાર થઈ રહ્યો હતો. 

Parle G ના એક નિર્ણય પર સોશિયલ મીડિયા યૂઝર્સ આફરીન, લોકો બોલ્યા 'G એટલે Genius'

સોમવારે ભાવમાં જોવા મળી હતી તેજી
મલ્ટી કોમોડિટી એક્સચેન્જ  (MCX) પર સોમવારે સવારે લગભગ 10 વાગે સોનામાં મલ્ટી કોમોડિટિઝ એક્સચેન્જ (MCX) પર લગભગ 242 રૂપિયાની તેજી સાથે 51059 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર વેપાર ચાલતો હતો. જ્યારે ચાંદી (Silver Rate) માં 857 રૂપિયાની તેજી સાથે 63741 રૂપિયા પ્રતિ કિલો પર વેપાર ચાલતો હતો. 

કેન્દ્રીય કર્મચારીઓને ફેસ્ટિવલ ગિફ્ટ, LTCની જગ્યાએ મળશે 'કેશ', 10,000 રૂપિયા એડવાન્સ પણ

શરૂ કરી શકો છો રોકાણ
બજારના જાણકારોના જણાવ્યા મુજબ આવનારા દિવસોમાં સોનાના ભાવમાં ઘટાડો જોવા મળશે. સોનું 48 હજાર રૂપિયા પ્રતિ દસ ગ્રામ સુધી જઈ શકે છે. જ્યારે દીવાળી સુધીમાં સોનામાં ફરીથી એકવાર તેજી આવશે. ડિસેમ્બરના અંત સુધીમાં સોનું ઓલ ટાઈમ હાઈ જઈ શકે છે. 

મોતીલાલ ઓસવાલના એસોશિએટ વાઈસ પ્રેસિડેન્ટ અમિત સસેજાના જણાવ્યાં મુજબ સોનામાં દર 500થી 600 રૂપિયાના ઘટાડા પર રોકાણ કરી શકાય છે. એન્જલ બ્રોકિંગના કમોડિટી અને કરન્સીના ડેપ્યુટી વાઈસ પ્રેસિડેન્ટ અનુજ ગુપ્તાના જણાવ્યા મુજબ દીવાળી સુધીમાં સોનું ફરીથી 52,500થી 53,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી જઈ શકે છે.

રાજમાતાની જન્મ શતાબ્દી પર PM મોદીએ બહાર પાડ્યો 100 રૂપિયાનો સિક્કો

સરકાર લાવી સસ્તું સોનું ખરીદવાની સ્કિમ
મોદી સરકારે તહેવારની સિઝન પહેલા સસ્તામાં સોનું ખરીદવા માટે અવસર આપ્યો છે. તમે સોવરેન ગોલ્ડ બોન્ડ યોજના 2020-21ની શ્રેણી- સાત હેઠળ 12 ઓક્ટોબરથી 16 ઓક્ટોબર સુધીમાં ગોલ્ડમાં રોકાણ કરી શકો છો. આરબીઆઈએ શુક્રવારે એક નિવેદનમાં કહ્યું હતું કે ગોલ્ડ બોન્ડનો ભાવ 5,051 રૂપિયા પ્રતિ ગ્રામ નક્કી કરાયો છે. 

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More