Home> Business
Advertisement
Prev
Next

નવો રેકોર્ડ બનાવી શકે છે સોનાનો ભાવ, રોકાણમાં સમજદારી; ફાયદો થશે મોટો

સોનાની કિંમત ફરી એકવાર 47300 રૂપિયા પ્રતિ 10 ગ્રામને પાર કરી ગઈ છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર જે ટ્રેન્ડ ચાલી રહ્યો છે, તેના હિસાબથી સોનાની કિંમત 53 હજાર રૂપિયાને પાર કરી શકે છે. કોમેક્સ પર પણ સોનાનો ભાવ 1730 ડોલર પ્રતિ ઔંસ ચાલી રહ્યો છે.

નવો રેકોર્ડ બનાવી શકે છે સોનાનો ભાવ, રોકાણમાં સમજદારી; ફાયદો થશે મોટો

નવી દિલ્હી: સોનાની કિંમત ફરી એકવાર 47300 રૂપિયા પ્રતિ 10 ગ્રામને પાર કરી ગઈ છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર જે ટ્રેન્ડ ચાલી રહ્યો છે, તેના હિસાબથી સોનાની કિંમત 53 હજાર રૂપિયાને પાર કરી શકે છે. કોમેક્સ પર પણ સોનાનો ભાવ 1730 ડોલર પ્રતિ ઔંસ ચાલી રહ્યો છે.

આ પણ વાંચો:- સુરક્ષા એજન્સીઓનું અલર્ટ!, TikTok, Zoom સહિત 50 એપ્સ દેશની સુરક્ષા સામે જોખમ

આ વર્ષના અંત સુધીમાં પહોંચી શકે છે આ ભાવ
હાલ સોનાનો ભાવ દેશના ટોપ 10 બ્રોકર્સના હિસાબથી 53 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તર પર પહોંચી શકે છે. કોરોના વાયરસ, ભારત-ચીન વિવાદ અને અમેરિકામાં ફેડ દ્વારા જાહેર નબળા આંકડા બાદથી સોનું રોકાણકારોની પ્રથમ પસંદગી બની ગયું છે.

આ પણ વાંચો:- આર્થિક મોરચે દગાબાજ ચીનને પાઠ ભણાવવાની કવાયત શરૂ, લેવાયું આ મોટું પગલું

આ બ્રોકિંગ ફર્મને આશા
દેશની 10 મોટી બ્રોકિંગ ફર્મ જેમ કે, કેડિયા કમોડિટી, રેલિગેયર બ્રોકિંગ, કોટક સિક્યોરિટી, મોતીલાલ ઓસવાલ, ટ્રસ્ટલાઇન, એન્જલ બ્રોકિંગ, એક્સિસ સિક્યોરિટીઝ, આનંદ રાઠી, તરૂણ સત્સંગી, એસએમસી કોમટ્રેડના અનુસાર સોનું હાલ 47 હજાર રૂપિયાના મજબૂત સ્તરે પહોંચી ગયું છે. એવામાં તેનું વધુ ઉંચા મજબૂત સ્તરને પાર કરવાની આશા છે.

આ પણ વાંચો:- વધુ એક રાહત પેકેજ આપવાની તૈયારીમાં છે સરકાર, જાણો શું થઇ શકે છે જાહેરાત

હવે ખરીદી શકે છે રોકાણકાર
હાલ રોકાણકારો શોર્ટ ટર્મ લાભ માટે સોનું ખરીદવા માટે તેના 48 હજારથી લઇને 48500 રૂપિયાનો ટાર્ગેટ લઇને ચાલે. સોનું હાલ આગળ નવી ઉંચાઈએ પહોંચી શકે છે. એામાં લોકો માટે સલાહ છે કે, તેઓ અત્યારથી રોકાણ કરે આગળ વધુ સારો ફાયદો થઈ શકે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More