Home> Business
Advertisement
Prev
Next

Gold Price Today: સોના-ચાંદીના ભાવમાં બુધવારે થઈ ગયો મોટો ઘટાડો, જાણો લેટેસ્ટ કિંમત

Gold Silver Price: સોની બજારમાં સોનું ઘટીને ફરી 61 હજારની નીચે આવી ગયું છે. આ રીતે ચાંદીનો ભાવ 72000ની નીચે ચાલી રહ્યો છે. થોડા સમય પહેલા ચાંદીનો ભાવ 74 હજારને પાર અને સોનું 61 હજારની ઉપર ચાલી રહ્યું હતું. 

Gold Price Today: સોના-ચાંદીના ભાવમાં બુધવારે થઈ ગયો મોટો ઘટાડો, જાણો લેટેસ્ટ કિંમત

નવી દિલ્હીઃ Gold Price 17th May: છેલ્લા કેટલાક દિવસથી સોના-ચાંદીના ભાવમાં તેજી બાદ આજે ઘટાડો જોવા મળ્યો છે. આ પ્રકારની ઉથલપાથળ થોડા સમયથી સોના-ચાંદીના ભાવમાં જોવા મળી રહી છે. બુધવારે ફરી સોના-ચાંદીની કિંમતમાં ઘટાડો થયો છે. સોની બજારમાં સોનું ઘટીને 61000થી નીચે આવી ગયું છે. આ રીતે ચાંદીના ભાવ પણ 72 હજારની નીચે ચાલી રહ્યાં છે. તાજેતરમાં ચાંદી 74,000 રૂપિયાને પાર અને સોનું 61 હજારને પાર પહોંચી ગયું હતું.

MCX માં કેવા છે ભાવ
જો તમે હાલ સોના-ચાંદી કે જ્વેલરી ખરીદવાનો પ્લાન બનાવી રહ્યાં છો તો જાણો તમારે કેટલા પૈસા ખર્ચ કરવા પડશે.  બુધવારે બુલિયન માર્કેટમાં નરમાઈ અને મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX)માં મિશ્ર વલણ જોવા મળી રહ્યું છે. સોના અને ચાંદીના ભાવે છેલ્લા કેટલાક દિવસોમાં રેકોર્ડ ઉંચી સપાટી બનાવી છે.
નિષ્ણાતોના અંદાજ મુજબ આ વખતે દિવાળીની સિઝનમાં સોનાનો ભાવ 65,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી વધી શકે છે. તેવી જ રીતે ચાંદીનો ભાવ રૂ.80,000 સુધી જવાની ધારણા છે.

આ પણ વાંચોઃ PF Account અંગે મોટા સમાચાર, નોકરી બદલતાની સાથે જ તુરંત કરો આ કામ

મલ્ટિ-કોમોડિટી એક્સચેન્જ (MCX) પર બુધવારે સોના અને ચાંદીના ભાવમાં મિશ્ર વલણ જોવા મળ્યું હતું. બુધવારે એમસીએક્સ પર ચાંદી રૂ.204 ઘટીને રૂ.72381 પ્રતિ કિલો અને સોનું રૂ.50ના વધારા સાથે રૂ.60294 પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ થતું જોવા મળ્યું હતું. આ પહેલા મંગળવારે સોનું 60244 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને ચાંદી 72585 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર બંધ થઈ હતી.

સોની બજારમાં મોટો ઘટાડો
સોની બજારના રેટ દરરોજ https://ibjarates.com તરફથી જારી કરવામાં આવે છે. બુધવારે જારી રેટ અનુસાર સોનું 500 રૂપિયાથી વધુના ઘટાડા સાથે 60618 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું હતું. આ રીતે ચાંદી આશરે 200 રૂપિયા તૂટી 71739  રૂપિયા પ્રતિ કિલો ગ્રામ પર પહોંચી ગઈ. આ પહેલા મમંગળવારે ચાંદીનો ભાવ 71930 રૂપિયા પર અને સોનું 61066 રૂપિયા પર બંધ થયું હતું. 

આ પણ વાંચોઃ ભારતના આ રેલવે સ્ટેશન પર છે સૌથી વધુ પ્લેટફોર્મ, ટ્રેન પકડવામાં ભલભલાંને વળે પરસેવો

બુધવારે 23 કેરેટ સોનું સોની બજારમાં 60375, 22 કેરેટ સોનું 55526 અને 20 કેરેટ ગોલ્ડનો ભાવ 45464 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયો હતો. સોના-ચાંદીના ભાવમાં છેલ્લા કેટલાક સમયથી ઉથલપાથલ થઈ રહી છે. ફેબ્રુઆરીમાં સોનું 55000 રૂપિયા પ્રતિ 10 ગ્રામની નજીક ચાલી રહ્યું હતું. માત્ર અઢી મહિનામાં સોનાના ભાવમાં 6 હજાર રૂપિયા જેટલી તેજી આવી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More