Home> Business
Advertisement
Prev
Next

31 માર્ચ પહેલાં પૂરા કરી લો આ પાંચ કામ, બાકી 1 એપ્રિલથી થશે મુશ્કેલી

31 માર્ચ પહેલાં તમે આ પાંચ કામ પૂરા કરી લેજો. નાણાકીય વર્ષની સમાપ્તિની સાથે આ પાંચ કામની ડેડલાઇન પણ પૂર્ણ થઈ રહી છે. 

31 માર્ચ પહેલાં પૂરા કરી લો આ પાંચ કામ, બાકી 1 એપ્રિલથી થશે મુશ્કેલી

નવી દિલ્હીઃ 31 માર્ચ ન માત્ર નાણાકીય વર્ષનો અંતિમ દિવસ હોય છે પરંતુ આ ઘણા નાણાકીય કામોની ડેડલાઇન હોય છે. એટલે કે જો આ નાણાકીય કામોને સમય પર પૂરા ન કરવામાં આવે તો આગામી નાણાકીય વર્ષમાં મુશ્કેલી થઈ શકે છે. આજે અમે તમને એવા પાંચ કામો વિશે જણાવવા જઈ રહ્યાં છીએ, જેને 31 માર્ચ 2022 પહેલા પૂરા કરવા જરૂરી છે. 

1-  બાકી અથવા સુધારેલ ITR
જો તમે હજુ સુધી એસેસમેન્ટ વર્ષ 2021-22 માટે ઈન્કમ ટેક્સ રિટર્ન (ITR) ફાઈલ કર્યું નથી, તો તે 31 માર્ચ સુધી કરી શકાય છે. ઉપરાંત, આ તારીખ સુધીમાં સુધારેલ ITR પણ ફાઇલ કરી શકાય છે.

2- આધાર-PAN લિંક
આધાર અને PAN નંબર લિંક કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ 2022 છે. જો તમે હજી સુધી આમ કર્યું નથી, તો તમે 31 માર્ચ પહેલા આધાર અને PAN લિંક કરી શકો છો. જો આમ નહીં કરવામાં આવે તો PAN નંબર અમાન્ય થઈ જશે.

આ પણ વાંચોઃ હવે મળશે એવી નંબર પ્લેટ, કોઈપણ રાજ્યમાં પોલીસ ક્યારેય નહીં રોકે ગાડી!

3. બેન્ક ખાતામાં કેવાઈસી અપડેટ
પહેલાં બેન્ક ખાતા કેવાઈસી અપડેટ કરાવવાની અંતિમ તારીખ 31 માર્ચ 2021 હતી. કોરોનાના ઓમિક્રોન વેરિએન્ટને જોતા આરબીઆઈએ કેવાઈસી અપડેટ કરાવવાની અંતિમ તારીખ વધારીને 31 માર્ચ 2022 કરી દેવામાં આવી હતી. 

4- એડવાન્સ ટેક્સનો હપ્તો
આવકવેરા અધિનિયમની કલમ 208 હેઠળ, રૂ 10 હજારથી વધુ આવકવેરાની જવાબદારી ધરાવતા કરદાતાને એડવાન્સ ટેક્સ ચૂકવી શકાય છે. તે ચાર હપ્તામાં ચૂકવી શકાય છે. છેલ્લો હપ્તો 15 માર્ચ પહેલા ચૂકવવો જરૂરી છે.

5- કર બચત રોકાણ
આવકવેરાથી બચવા માટે કરદાતાએ બચતમાં રોકાણ કરવું જરૂરી છે. આ રોકાણ મૂલ્યાંકન વર્ષના અંત પહેલા થવું જોઈએ. આવી સ્થિતિમાં, જો તમે પણ ટેક્સ-સેવિંગ સ્કીમમાં રોકાણ કરવા માંગો છો, તો 31 માર્ચ પહેલા કરી લો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More