Home> Business
Advertisement
Prev
Next

આ ફૂલની ખેતી કરી વર્ષે થશે અડધા કરોડથી વધુની કમાણી! જાણો આખી પ્રક્રિયા

Gerbera Farming: બિહારના ખેડૂત એક ખાસ પ્રકારના ફૂલ એટલે કે જરબેરાની ખેતી કરી રહ્યા છે અને વર્ષે દહાડે 50 લાખથી વધુની કમાણી કરી રહ્યા છે.

આ ફૂલની ખેતી કરી વર્ષે થશે અડધા કરોડથી વધુની કમાણી! જાણો આખી પ્રક્રિયા

Gerbera Farming: ભારત કૃષિ પ્રધાન દેશ છે. અને આજે પણ ઘણી વસતિ કૃષિ પર નિર્ભર છે. ખેડૂતોના વિકાસથી દેશનો વિકાસ કરવા માટે કેન્દ્ર સરકાર અનેક પ્રયાસો કરી રહી છે.તો ખેડૂતો પણ હવે પ્રગતિશીલ બની રહ્યા છે. અને પરંપરાગત ખેતી છોડીને નવીન અને વૈજ્ઞાનિક પદ્ધતિથી ખેતી કરી રહ્યા છે. આવા જ એક ખેડૂત બિહારના છે. જેઓ એક ખાસ પ્રકારના ફૂલ એટલે કે જરબેરાની ખેતી કરી રહ્યા છે અને વર્ષે દહાડે 50 લાખથી વધુની કમાણી કરી રહ્યા છે.

આ પણ ખાસ વાંચોઃતેંડુલકરથી માંડીને અભિષેક સુધી બધાએ કેમ પોતાનાથી મોટી ઉંમરની યુવતી સાથે કર્યા લગ્ન?આ છોકરીઓના સાસરિયામાં ચાલે છે સિક્કા! તે સાસુ-સસરાં, નણંદ-ભાભી દરેકને રાખે છે રાજી!આ 4 રાશિઓ પર મેલી વિદ્યાની થાય છે સૌથી વધુ અસર...જાણી લો તમારી રાશિ તો નથી ને...?

આલોક કુમાર નામના ખેડૂત બિહારના નાલંદાના છે. જેણે બીએસસી અને એમએસસી હૉર્ટિકલ્ચરનો અભ્યાસ કર્યો છે. અભ્યાસ પૂર્ણ કર્યા બાદ તેમણે ખેતી જ કરવાનું પસંદ કર્યું. એ પણ જરબેરાના ફૂલની. જે સૂર્યમુખી જેવા કંઈક અંશે લાગે છે. આ ફૂલની ખેતી માટે તેમણે પૉલીહાઉસ બનાવ્યું, કારણ કે જરબેરાના ફૂલની ખેતી પૉલીહાઉસમાં 12 મહિના કરવામાં આવે છે. હાલ આલોક કુમાર સાત પ્રકારના જરબેરાના ફૂલ ઉગાડે છે. આ ફૂલનો ઉપયોગ લગ્ન પ્રસંગમાં, ઓફિસ, રેસ્ટોરન્ટ અને હોટેલને સજાવવામાં કરી શકાય છે. આ ફૂલની સૌથી મોટી ખાસિયત એ છે રે, જરબેરાનો છોડ ચાર વર્ષ સુધી જીવિત રહે છે.

આ પણ ખાસ વાંચોઃશું અદાણી અને અંબાણી પણ તિજોરીમાં રાખે છે આ ફૂલ? જાણો અબજોપતિ બનવાનો સીધો રસ્તો...પગથિયાના લીધે ફરી જશે પથારી! ઘર હોય કે ઓફિસ આ દિશામાં ભૂલથી પણ ન બનાવો પગથિયાંનખ કાપવા માટે સૌથી શુભ હોય છે આ દિવસ, જો બાકીના દિવસે નખ કાપ્યાં તો ગયા કામથી!

જરબેરાના ફૂલો ખૂબ જ મનમોહક હોય છે અને તેની કિંમત 8 થી 15 રૂપિયા સુધીની હોય છે. ખાસ કરીને લગ્નની સિઝનમાં તેનો ભાવ વધારે વધી જાય છે. તમને જણાવી દઈએ કે, આલોક કુમાર આ જરબેરાની ખેતી કરીને વર્ષના 50 લાખની કમાણી કરે છે. આ સાથે તેમણે 22 લોકોને નોકરી પર રાખ્યા છે. આલોકને જોઈને આસપાસના અન્ય લોકો પણ આ જ રીતે જરબેરાના ફૂલની ખેતી તરફ વળી રહ્યા છે.

આ પણ ખાસ વાંચોઃબાપરે...આગામી ટી-20 વર્લ્ડ કપમાં નહીં દેખાય શર્માજીના છગ્ગા, રોહિત શર્મા નહીં રમે?ક્રિકેટના ઈતિહાસમાં સૌથી મોટો દગો! 42 વર્ષ પહેલાં 'દાદાના દુશ્મને' કરેલું આ કામ...જલેબીબાબાનો જલવો! યુવતીઓ સાથે સેક્સ માણવા બનાવ્યો રેપરૂમ, દરેક રેપનું રોકોર્ડિગ રખતો

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More