Home> Business
Advertisement
Prev
Next

GDP ગ્રોથ 11% રહેશે, તેનાથી Common Man પર શું પડશે અસર, કેવી રીતે બદલાશે જીંદગી

અત્રે ઉલ્લેખનીય છે કે કોરોના સંકટના લીધે ચાલુ નાણાકીય વર્ષમાં દેશની આર્થિક સ્થિતિ નબળી રહી છે. તમામ રેટિંગ એજન્સીઓએ અનુમાન લગાવ્યું છે કે આ વર્ષે જેડીપીમાં 10 ટકાની આસપાસ ઘટાડો આવી શકે છે.

GDP ગ્રોથ 11% રહેશે, તેનાથી Common Man પર શું પડશે અસર, કેવી રીતે બદલાશે જીંદગી

નવી દિલ્હી: વર્ષ 2020-21 માટે દેશનો ઇકોનોમી સર્વે (આર્થિક સર્વે) સંસદમાં નાણામંત્રી સીતારમણએ રજૂ કરી દીધો છે. આ સર્વેથી કોરોના સંકટ દરમિયાન દેશની અર્થવ્યવસ્થાની તસવીર સામે આવી છે. સર્વેમાં કહેવામાં આવ્યું છે કે આ નાણાકીય વર્ષ 2020-21માં જીડીપી માઇનસ 7.7 ટકા હશે એટલે કે તેમાં 7.7 ટકાનો ઘટાડો આવી શકે છે. 

સર્વેમાં કહેવામાં આવ્યું છે કે આગામી વર્ષે દેશની અર્થવ્યવસ્થામાં સારો સુધારો થશે. આગામી નાણાકીય વર્ષ (2021-22) માં 11 ટકાના ગ્રોથનું અનુમાન છે. 

ઇકોનોમીની હાલત ખરાબ
અત્રે ઉલ્લેખનીય છે કે કોરોના સંકટના લીધે ચાલુ નાણાકીય વર્ષમાં દેશની આર્થિક સ્થિતિ નબળી રહી છે. તમામ રેટિંગ એજન્સીઓએ અનુમાન લગાવ્યું છે કે આ વર્ષે જેડીપીમાં 10 ટકાની આસપાસ ઘટાડો આવી શકે છે.આ વર્ષની પહેલી ત્રિમાસિકમાં લગભગ 24 ટકાનો ઘટાડો આવી ચૂક્યો છે. બે ત્રિમાસિકમાં ઘટાડાના આંકડા જાહેર થઇ ચૂક્યા છે. ત્રીજી ત્રિમાસિકમાં પણ જીડીપીમાં ઘટાડો થવાની આશંકા છે. એવામાં બધાની નજર આ સર્વે પર હતી. 

Gold Price Today: ઘણા દિવસો પછી સોનામાં જોવા મળી ચમક, 2020માં 28 ટકા મોંઘું થયું સોનું

આવો સૌથી પહેલાં જાણો જીડીપી શું હોય છે?
જીડીપીને ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ એટલે સકલ ઘરેલું ઉત્પાદન (GDP-Gross Domestic Product) કહે છે. જો સરળ શબ્દોમાં કહીએ તો કોઇ એક વર્ષમાં દેશમાં ઉત્પન્ન થનાર તમામ સામાન અને સર્વિસીઝની કુલ કિંમતને જીડીપી કહે છે. 

અર્થશાસ્ત્રી જણાવે છે કે જીડીપી તે પ્રમાણે હોય છે જેમ કે વિદ્યાર્થીનું વાર્ષિક રિઝલ્ટ આવે છે. તે રિઝલ્ટ માર્કશીલ દ્રારા ખબર પડે છે. તે પ્રકારે દેશના આર્થિક વિકાસની પણ તે પ્રકરે ખબર પડે છે. દેશના કયા સેક્ટરમાં વિકાસ થયો છે. શામાં ઘટાડો આવ્યો છે. 

ભારતમાં સેંટ્રલ સ્ટેટિસ્ટિક્સ ઓફિસ (સીએસઓ) વર્ષમાં ચાર વાર એટલે કે ત્રિમાસિકમાં દેશના જીડીપીના આંકડા જાહેર કરવામાં આવે છે. દર વર્ષે આ વાર્ષિક જીડીપી ગ્રોથના આંકડા જાહેર કરે છે. 

Budget 2021 : આ વખતે બજેટ કેવું હશે PM Modi એ આપ્યા સંકેત, બજેટ સત્રને ગણાવ્યું ખાસ

જીડીપી વધતાં સામાન્ય વ્યક્તિ પર શું અસર પડશે
અર્થશાસ્ત્રી કહે છે કે સામાન્ય જનતા માટે આ એટલા માટે મહત્વપૂર્ણ છે કારણ કે સારા ગ્રોથ બાદ જ કેંદ્ર સરકાર સામાન્ય યોજનાઓ વિશે વિચાર કરે છે. 

સરળ ભાષમાં કહીએ તો જીડીપી જો વધી રહી છે તો તેનો અર્થ એ છે દેશની આર્થિક સ્થિતિ સુધારી રહી છે અને સરકાર તરફથી બનાવવામાં આવેલી નીતિઓ જમીની સ્તર પર સારી સાબિત થઇ રહી છે. તેનાથી દેશ સાચી દિશામાં આગળ વધી રહ્યો છે. 

જો જીડીપી નબળી પડી રહી છે એટલે કે નેગેટિવ દાયરામાં જઇ રહી છે, તો તેનો અર્થ એ છે કે સરકારે પોતાની નીતિઓ પર કામ કરવાની જરૂર છે જેથી અર્થવ્યવસ્થાને પાટા પર લાવવામાં મદદ કરી શકાય. 

Budget Session: નિર્મલા સીતારમણએ રજૂ કર્યો Economic Survey, GDP ગ્રોથ 11% રહેવાનું અનુમાન

જીડીપીની અસર સામાન્ય વ્યક્તિના પૈસા પર પણ પડે છે
જીડીપીમાં તેજ આર્થિક ગ્રોથ આવે છે તો વિદેશી રોકાણકારો ભારતીય શેર બજારમાં જોરદાર પૈસા લગાવે છે. એવામાં મ્યૂચૂઅલ ફંડ્સ, શેર બજાર, બોન્ડ માર્કેટના રોકાણકારોને સારુ રિટર્ન મળે છે. એટલા માટે સરકાર ઉપરાંત કારોબારી, સ્ટોક માર્કેટ ઇનવેસ્ટર આ જીડીપી ડેટાની રાહ જુએ છે.

Xiaomi: ભલે હીનાને પસંદ ન હોય, પણ આ નવા મોડલના ફીચર્સ જોઇ તમે બની જશો MI ના દિવાના

વધે છે નોકરીની તકો
અર્થશાસ્ત્રીઓનું કહેવું છે કે જો દેશમાં ગ્રોથનું એન્જીન તેજ છે તો કંપનીઓની આવક પણ વધે છે અને વધુ ફાયદો કમાય છે. સાથે જ વિસ્તારની યોજનાઓ પર પણ વધુ ખર્ચ અક્રે છે. એવામાં કંપનીઓએ નવા કર્મચારીઓની ભરતી કરવાની હોય છે. 

આ વર્ષે કેટલો વધશે દેશનો જીડીપી
IMF એ વર્ષ 2021 માટે ભારતનો જીડીપી વિકાસ દર 11.5 ટકા છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારત દુનિયાની એકમાત્ર મોટી અર્થવ્યવસ્થા છે જે 10 ટકાથી વધુ ગ્રોથ બતાવશે. ત્યારબાદ ચીન આવે છે, જેની 2021માં 8.1 ટકાનો વિકાસ દર હશે અને પછી સ્પેન (5.9 ટકા) અને ફ્રાંસ (5.5 ટકા) સાથે છે. 

તેમણે કહ્યું કે ભારતમાં તેની વસ્તીની દ્રષ્ટિએ ખૂબ મોટું લોકડાઉન કરવામાં આવ્યું. જ્યાં લોકો ખૂબ નજીક આવે છે. અને પછી ભારત લક્ષ્યની સાથે પ્રતિબંધ અને લોકડાઉન તરફ આગળ વધ્યું. 

બજેટના તમામ સમાચાર જાણવા માટે કરો ક્લિક...

બિઝનેસના તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More