Home> Business
Advertisement
Prev
Next

ગૌતમ અદાણીએ એક વર્ષમાં દરરોજ 1612 કરોડની કમાણી કરી, આ રીતે બન્યા વિશ્વના બીજા ધનીક

અદાણી સમૂહના શેરોની કિંમતોમાં લાગેલી પાંખ પર સવાર થઈને અદાણીની સંપત્તિ છેલ્લા એક વર્ષમાં 116 ટકા વધી અને કુલ મળીને તેમણે 5,88,500 કરોડ રૂપિયા જોડ્યા છે. અદાણીની કુલ સંપત્તિ 10,94,400 કરોડ છે. 

ગૌતમ અદાણીએ એક વર્ષમાં દરરોજ 1612 કરોડની કમાણી કરી, આ રીતે બન્યા વિશ્વના બીજા ધનીક

નવી દિલ્હીઃ આઈઆઈએફએલ વેલ્થ ગુરૂન ઈન્ડિયા પ્રમાણે દુનિયાના બીજા સૌથી ધનીક ગૌતમ અદાણી (Gautam Adani) એ છેલ્લા એક વર્ષમાં દરરોજ 1612 કરોડ રૂપિયાની કમાણી કરી છે. તેનાથી અબજોપતિ ગૌતમ અદાણીએ એમેઝોનના સંસ્થાપક જેફ બેઝોસને પછાડી દુનિયાના બીજા સૌથી ધનવાન વ્યક્તિના રૂપમાં પોતાની સંપત્તિને ડબલથી વધુ કરી લીધી છે. આઈઆઈએફએલ વેલ્થ હૂરૂન ઈન્ડિયાએ આ રિચ લિસ્ટ 2022 બુધવારે જાહેર કર્યું છે. 

અદાણી સમૂહના શેરોની કિંમતોમાં લાગેલી પાંખ પર સવાર થઈને અદાણીની સંપત્તિ છેલ્લા એક વર્ષમાં 116 ટકા વધી અને કુલ મળીને તેમણે 5,88,500 કરોડ રૂપિયા જોડ્યા છે. 60 વર્ષીય અદાણીની કુલ સંપત્તિ 10,94,400 કરોડ રૂપિયા આંકવામાં આવી છે. 

છેલ્લા પાંચ વર્ષોમાં અધિગ્રહણ અને જૈવિક વિકાસથી પ્રેરિત પ્રથમ પેઢીના ઉદ્યમીની સંપત્તિમાં આશ્ચર્યજનક રૂપથી 1440 ટકાનો વધારો થયો છે. અદાણી સમૂહની સાત જાહેર રૂપથી કારોબાર કરનારી કંપનીઓ જેમાં બધા ઉદ્યોગપતિનું નામ છે, નું સંયુક્ત બજાર મૂલ્ય છેલ્લા કેટલાક વર્ષોમાં ખુબ વધ્યું છે. 

આ પણ વાંચોઃ મોટી કમાણી કરાવી શકે છે આ કંપનીનો શેર, બ્રોકરેજ હાઉસ બુલિશ, કહ્યું- ખરીદી કરો

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણી અને ભારતના બીજા સૌથી ધનવાન વ્યક્તિની તુલનામાં અદાણીની સંપત્તિ 3 લાખ કરોડ રૂપિયાથી વધુ છે. 2012માં અદાણીની સંપત્તિ અંબાણીની સંપત્તિના છઠ્ઠા ભાગ જેટલી હતી. અદાણીને છોડી IIFL વેલ્થ હુરૂન ઈન્ડિયા રિચ લિસ્ટ 2022ની સંચયી સંપત્તિ વૃદ્ધિ કુલ 9 ટકાની તુલનામાં માત્ર 2.67 ટકા છે. 

દસ વર્ષમાં પ્રથમવાર 65 વર્ષીય અંબાણીએ છેલ્લા એક વર્ષમાં પોતાની સંપત્તિમાં 11 ટકાની વૃદ્ધિ ચતાં સર્વોચ્ચ રેન્કિંગ ગુમાવી દીધુ છે. રિપોર્ટમાં તેમની સંપત્તિ 7,94,700 કરોડ રૂપિયા આંકવામાં આવી છે અને છેલ્લા પાંચ વર્ષોમાં તેમાં 115 ટકાની વૃદ્ધિ થઈ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More