Home> Business
Advertisement
Prev
Next

1 એપ્રિલથી પાણીની બોટલો વેચવા માટે બદલાઇ જશે નિયમ, જાણો શું છે FSSAI નો આદેશ

હવે તેમાં નવા રેગુલેશન ઉમેરવામાં આવ્યા છે કે કોઇપણ વ્યક્તિ પેકેઝ્ડ પીવાનું પાણી, મિનરલ પાણીનું મેન્યુફેક્ચરિંગ, વેચાણ અથવા વેચાણ માટે પ્રદર્શની નહી કરી શકે, જો તેમાં BIS માર્ક (Bureau of Indian Standards) નથી. 

1 એપ્રિલથી પાણીની બોટલો વેચવા માટે બદલાઇ જશે નિયમ, જાણો શું છે  FSSAI નો આદેશ

નવી દિલ્હી: Packaged Water New Rule: માર્કેટમાં હવે એવી પાણીની બોટલો વેચી શકાશે નહી જેના પર BIS માર્ક લાગેલ નહી હોય. Food Safety and Standards Authority of India (FSSAI) એ તેના માટે નવા નિયમ લાગૂ કરી દીધા છે. જે પણ મેન્યૂફેક્ચરિંગ કંપનીઓ પેકેઝ્ડ પાણી અથવા મિનરલ પાણી (packaged drinking water and mineral water) વેચશે તેને FSSAI લાઇસન્સ પહેલાં BIS લાઇસન્સ લેવું પડશે. FSSAI નો આ આદેશ 1 એપ્રિલ 2021 થી લાગૂ કરવામાં આવશે. 

પાણીની બોટલો પર નવો આદેશ
FSS એક્ટ 2005 ના સેક્શન 31 અનુસાર દેશમાં કોઇપણ ફૂડ બિઝનેસને શરૂ કરતાં પહેલાં ફૂડ બિઝનેસ ઓપરેટર્સ  (FBO) ને લાઇસન્સ/ રજિસ્ટ્રેશન કરાવવું પડે છે. હવે તેમાં નવા રેગુલેશન ઉમેરવામાં આવ્યા છે કે કોઇપણ વ્યક્તિ પેકેઝ્ડ પીવાનું પાણી, મિનરલ પાણીનું મેન્યુફેક્ચરિંગ, વેચાણ અથવા વેચાણ માટે પ્રદર્શની નહી કરી શકે, જો તેમાં BIS માર્ક (Bureau of Indian Standards) નથી. 

819 રૂપિયાવાળો LPG સિલેંડર મળશે ફક્ત 119 રૂપિયામાં , જલદી ઉઠાવો ફાયદો, આ રહી રીત

જો લેવું હોય FSSAI લાઇસન્સ
આ મેન્યુફેક્ચરર્સને જો બિઝનેસ માટે FSSAI પાસેથી સર્ટિફિકેટ અથવા રજિસ્ટ્રેશન જોઇએ છે તો સૌથી પહેલાં તેમને BIS સર્ટિફિકેટ પ્રાપ્ત કરવું પડશે. FSSAI એ કહ્યું કે તમામ ફૂડ બિઝનેસ ઓપરેટર્સ, જે પેકેઝ્ડ પીવાના પાણી અને મિનરલ પાણી માટે નવા લાઇસન્સ માટે એપ્લાય કરવા માંગે છે, તેમને સૌથી પહેલાં ફરજિયાત BIS લાઇસન્સની કોપી અથવા પછી FoSCoS ના ઓનલાઇન સિસ્ટમ પર તે લેટરની કોપીને રજૂ કરવી પડશે જેમાં BIS લાઇસન્સ એપ્લિકેશનની રેકોર્ડિંગની વાત હોય. 

FSSAI લાઇસન્સ માટે નવી શરતો
FSSAI નું કહેવું છે કે જોકે એવું જોવા મળ્યું છે કે ઘણા પેકેઝ્ડ પાણી બનાવનાર કંપનીઓ FSSAI સાથે જોડાયેલી છે અને કામ કરી રહી છે પરંતુ BIS વિના સર્ટિફિકેશન માર્ક સાથે. FSSAI એ સ્પષ્ટ કર્યું છે કે હવેથી BIS લાઇસન્સને FSSAI નું લાઇસન્સ પ્રાપ્ત કરતાં પહેલાં બતાવવાની શરત રહેશે. એટલે કે પહેલાં BIS લાઇસન્સ બતાવ્યા પછી જ FSSAI લાઇસન્સ બની શકશે. 

લાઇસન્સ રીન્યૂઅલ માટે પણ BIS જરૂરી
એટલું જ નહી લાઇસન્સ રીન્યૂઅલ માટે પણ BIS લાઇસન્સ જરૂરી રહેશે, BIS લાઇસન્સ બતાવ્યા વિના કંપનીઓને લાઇસન્સ પણ રીન્યૂ કરાવવામાં નહી આવે. સાથે જ  BIS લાઇસન્સ મળ્યા બાદ જ ફૂડ બિઝનેસ ઓપરેટર્સ ઓનલાઇન વાર્ષિક રિટર્ન ભરી શકશે. FSSAI નો આ આદેશ 1 એપ્રિલ 2021થી લાગૂ થઇ જશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More