Home> Business
Advertisement
Prev
Next

ખુબ કામનો છે આ ફોર્મ્યુલા 72! કેટલા સમયમાં પૈસા ડબલ થશે તે ચપટી વગાડતા ખબર પડી જશે, સમજો ગણતરી

તેની મદદથી તમે એ જાણકારી મેળવી શકો છો કે પૈસા કઈ યોજનામાં કેટલા દિવસમાં ડબલ થઈ જશે. આ પ્રકારે રૂલ 72નો ઉપયોગ કરીને તમે એ જાણી શકો કે તમને તમારા ફાઈનાન્શિયલ ગોલને મેળવવામાં કેટલો સમય લાગશે.

ખુબ કામનો છે આ ફોર્મ્યુલા 72! કેટલા સમયમાં પૈસા ડબલ થશે તે ચપટી વગાડતા ખબર પડી જશે, સમજો ગણતરી

જ્યારે પણ વાત રોકાણની આવે તો મોટાભાગના લોકો તેને સરળ ભાષામાં એવું સમજે છે કે એક નિર્ધારિત સમયમાં પૈસા કેટલા થશે. જેમ કે અનેક લોકો એમ વિચારતા હોય છે કે મારા પૈસા કેટલા દિવસમાં ડબલ થઈ જશે. જો તમે પણ આ રીતે જ રોકાણ સમજતા હોવ તો તમારા માટે ઈન્વેસ્ટમેન્ટનો ફોર્મ્યુલા નંબર 72 ખુબ કામનો સાબિત થઈ શકે છે. રોકાણ માટેનો આ ફોર્મ્યુલા 72 (What is Rule 72) શું હોય છે અને તેનાથી કેવી રીતે ખબર પડે છે કે પૈસા કેટલા દિવસમાં ડબલ થશે. 

આખરે શું છે આ ફોર્મ્યુલા 72?
તેની મદદથી તમે એ જાણકારી મેળવી શકો છો કે પૈસા કઈ યોજનામાં કેટલા દિવસમાં ડબલ થઈ જશે. આ પ્રકારે રૂલ 72નો ઉપયોગ કરીને તમે એ જાણી શકો કે તમને તમારા ફાઈનાન્શિયલ ગોલને મેળવવામાં કેટલો સમય લાગશે. તમારે સંખ્યા 72ને તમારા રોકાણ પર મળતા વ્યાજ સાથે ભાગવાની રહેશે અને તમારા માટે બધુ સરળ રહેશે. 

એક ઉદાહરણ સમજી લઈએ
જ્યારે પણ ગેરંટી સાથે રિટર્ન મેળવવાની વાત આવે તો મોટાભાગના લોકો બેંક એફડી કરાવવાનું પસંદ કરે છે. માની લો કે તમે કોઈ બેંકમાં 5 લાખ રૂપિયાની એફડી કરાવી છે. એ પણ માની લઈએ કે આ બેંક તમને 7.25 ટકાના દરે વ્યાજ આપે છે. આવામાં જો તમે 7.25 ટકાવારીને 72 સાથે ભાગાકાર કરશો તો 9.93 આવશે. એટલે તેનો અર્થ એ થયો કે તમારા પૈસા બમણા થવામાં 9.93 વર્ષ લાગશે. એટલે કે લગભગ 119 મહિના. 

કેટલા દિવસમાં પૈસા રહી જશે અડધા?
જ્યારે વાત આવે એ સમજવાની કે તમારા પૈસાની વેલ્યુ કેટલા સમયમાં અડધી રહી જશે તો પણ તમે ફોર્મ્યુલા નંબર 72નો ઉપયોગ કરી શકો છો. જો કે એ સમજવા માટે તમારે એક સરેરાશ મોંઘવારી દર જાણવો જરૂરી છે. માની લો કે હાલ મોંઘવારી દર 6 ટકા છે તો તમારે તમારા પૈસાની વેલ્યુ વિશે જાણવા માટે 72ને 6 સાથે ભાગાકાર કરવાનો રહેશે. આ રીતે આંકડો 12 આવે છે. એટલે કે 12 વર્ષમાં તમારા પૈસાની વેલ્યુ અડધી થઈ જશે. 

તમારા પૈસાની વેલ્યુ ઘટવાનો આ આંકડો રિટાયરમેન્ટ પ્લાનિંગમાં તમારી ખુબ મદદ કરશે. જ્યારે તમે રિટાયરમેન્ટનું પ્લાનિંગ કરશો તો તમે એ સમજી શકશો કે તમારા પૈસાની વેલ્યુ એ સમયે કેટલી હશે, જ્યારે તમે રિટાયર થશો. તેનાથી તમે એ ચીજનું કેલ્ક્યુલેશન સારી રીતે કરી શકશો કે તમારે દર વર્ષે કેટલા પૈસા રોકાણ કરવાનું રહેશે. જેથી કરીને રિટાયરમેન્ટ બાદ તમને કોઈ મુશ્કેલી ન પડે. 

(અહેવાલ સાભાર- ઝી બિઝનેસ)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More