Home> Business
Advertisement
Prev
Next

ફોર્બ્સના લિસ્ટમાં સતત 13મા વર્ષે મુકેશ અંબાણી નંબર વન, અદાણી બીજા સ્થાને

ફોર્બ્સના હાલના લિસ્ટમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી એકવાર ફરી ટોપ પર આવ્યા છે. તેમની કુલ સંપત્તિ 88.7 અબજ ડોલર છે. 
 

ફોર્બ્સના લિસ્ટમાં સતત 13મા વર્ષે મુકેશ અંબાણી નંબર વન, અદાણી બીજા સ્થાને

નવી દિલ્હીઃ કોરોના કાળમાં દેશની આર્થિક સ્થિતને ભલે ફટકો પડ્યો હોય પરંતુ અબજોપતિઓની સંપત્તિ પર તેની કોઈ અસર પડી નથી. અમેરિકાના મેગેઝિન ફોર્બ્સ પ્રમાણે દેશના ટોપ-4 અબજોપતિઓની સંપત્તિમાં મોટો વધારો થયો છે. ફોર્બ્સના હાલના લિસ્ટમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી એકવાર ફરી ટોપ પર છે. તેમની સંપત્તિ 88.7 અબજ ડોલર છે. તેઓ સતત 13મા વર્ષે ટોપ પર યથાવત છે. 

મુકેશ અંબાણી બાદ બીજા નંબર પર ગૌતમ અદાણી છે. તેમની સંપત્તિ 25.2 અબજ ડોલર છે. ત્રીજા નંબરમાં આઈટી કંપની એચસીએલના શિવ નાડારનું નામ સામેલ છે. તેમની સંપત્તિ 20.4 અબજ ડોલર છે. ચોથા નંબર પર ડી માર્ટના માલિક રાધાકિશન દમાની છે. દમાનીની કુલ સંપત્તિ 15.5 અબજ ડોલર છે. પાંચમાં નંબર પર હિન્દુજા બ્રધર્સના નામ સામેલ છે, તેની સંપત્તિ 12.8 અબજ ડોલર છે. 
fallbacks

તો છઠ્ઠા નંબર પર સાઇરસ પૂનાવાલા (સંપત્તિ 11.5 અબજ ડોલર) સાતમાં સ્થાન પર પાલોનજી મિસ્ત્રી (સંપત્તિ 11.4 અબજ ડોલર) છે. આઠમાં સ્થાને ઉદય કોટકનું નામ સામેલ છે. ઉદય કોટકની સંપત્તિ 11.3 અબજ ડોલર છે. તો નવમા સ્થાને ગોદરેજ પરિવારને સ્થાન મળ્યું છે. તેમની સંપત્તિ 11 અબજ ડોલર છે. દસમાં નંબર પર લક્ષ્મી મિત્તલ છે, તેમની સંપત્તિ 10.3 અબજ  ડોલર છે. 

જેની પાસે સોનું છે તેના માટે કમાણીની તક, ફાયદાકારક છે SBIની આ સ્કીમ

લિસ્ટમાં ઘણા નવા નામ
આ વર્ષે ફોર્બ્સના લિસ્ટમાં ઘણા નવા નામ પણ સામેલ થયા છે. તેમાં સંજીવ બિકચંદાની, રિલૈક્સો ફુટવેરના રમેશ કુમાર અને મુકુંદ લાલ દુઆ,  Zerodha બ્રોકિંગના નિતિન અને નિખિલ કામત,  GRT જ્વેલર્સના જી રાજેન્દ્ર સામેલ છે. આ સિવાય વિનોદ સર્રાફા, ચંદ્રકાંત અને રાજેન્દ્ર ગોગોઈ, પ્રેમચંદ્ર ગોધા, અરૂણ ભારત રામ અને આરજી ચંદ્રર્મોગન પણ ફોર્બ્સના લિસ્ટમાં સામેલ થયા છે. મહત્વનું છે કે આ વર્ષે લિસ્ટમાં સામેલ ટોપ-100એ 517.5 અબજ ડોલરની સંપત્તિ જોડી છે. જે પાછલા વર્ષના લિસ્ટમાં સામેલ થયેલા લોકોની કુલ સંપત્તિથી 14 ટકા વધુ છે. 

બિઝનેસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More