Home> Business
Advertisement
Prev
Next

ફોર્બ્સના કવર પેજ પર સુરતના અશ્વિન દેસાઈ છવાયા, અબજોપતિની યાદીમાં સ્થાન મેળવનાર પ્રથમ સુરતી ઉદ્યોગપતિ

Forbes India Billionaire List 2023: ફોર્બ્સ-2023ની અબજોપતિઓની યાદીમાં વિશ્વના 2259 લોકોમાં ભારતના 168 લોકોને સ્થાન મળ્યું છે. જેમાં સુરતની એથર ઈન્ડસ્ટ્રીના સીએમડી અશ્વિન દેસાઈને સ્થાન મળ્યું છે. તે આ યાદીમાં સ્થાન મેળવનાર સુરતના પ્રથમ ઉદ્યોગપતિ છે. 

ફોર્બ્સના કવર પેજ પર સુરતના અશ્વિન દેસાઈ છવાયા, અબજોપતિની યાદીમાં સ્થાન મેળવનાર પ્રથમ સુરતી ઉદ્યોગપતિ

સુરતઃ સુરત શહેર તથા ગુજરાતનું ગૌરવ વધારતા એક સમાચાર સામે આવ્યા છે. હાલમાં પ્રકાશિત ફોર્બ્સ ઈન્ડિયાની 2023ની અબજોપતિઓની યાદી ખુબ ચર્ચામાં છે, જેમાં 168 ભારતીય ઉદ્યોગપતિઓએ દુનિયાભરના 2259 અજબોપતિઓની પ્રતિષ્ઠિત યાદીમાં જગ્યા બનાવી છે. તેમાં સુરતના અશ્વિન દેસાઈ પણ સામેલ છે, જેણે ન માત્ર આ યાદીમાં જગ્યા બનાવી પરંતુ તે આ સિદ્ધિ મેળવનારા પ્રથમ સુરતના નિવાસી પણ બન્યા છે. 

મળી રહ્યાં છે અભિનંદન
આ સમાચારનું સુરતના ઉદ્યોગ સંગઠનોએ સ્વાગત કર્યું છે અને એથર ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના સીએમડી અશ્વિન દેસાઈને તેમની આ ખાસ સિદ્ધિ માટે શુભેચ્છા આપી છે. સચિન જીઆઈડીસીમાં આવેલ ઈથર ઈન્ડસ્ટ્રીઝનું વિશેષ રાસાયણીક ઉદ્યોગમાં મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે અને આ ક્ષેત્રમાં અશ્વિન દેસાઈના દાયકાઓના અનુભવે તેમની સફળતામાં મહત્વની ભૂમિકા ભજવી છે. 

આ પણ વાંચોઃ દરરોજ 500 રૂપિયાનું રોકાણ તમને બનાવી શકે છે કરોડપતિ, સમજો ઈન્વેસ્ટમેન્ટ ફોર્મ્યૂલા

એથર ઈન્ડસ્ટ્રીઝની સ્થાપના પહેલા અશ્વિન દેસાઈ અનુપમ રસાયણ ઈન્ડિયા લિમિટેડના સંસ્થાપક સભ્ય હતા, જ્યાં તેમણે 2013 સુધી અધ્યક્ષ અને મેનેજિંગ ડાયરેક્ટરના રૂપમાં કાર્ય કર્યું. એથર ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડમાં અશ્વિન દેસાઈનું રસાયણની દુનિયામાં એક અદ્વિતીય સ્થાન બનાવવાનું જનૂન રહ્યું છે. રસાયણ વિજ્ઞાન, ટેક્નોલોજી અને સિસ્ટમ પ્રત્યે તેમનો રચનાત્મક દ્રષ્ટિકોણ કર્યો છે. 

કોણ છે અશ્વિન દેસાઈ
70 વર્ષીય એશ્વિન દેસાઈ એથર ઈન્ડસ્ટ્રીઝના સ્થાપક પ્રમોટર અને મેનેજિંગ ડિરેક્ટર છે. તેમણે 1974માં કેમિકલ એન્જિનિયરિંગમાં ગ્રેજ્યુએટની ડિગ્રી મેળવી હતી. તેમને કેમિકલ ઉદ્યોગમાં અનેક વર્ષોનો અનુભવ છે. તેમણે વર્ષ 2013માં એથરની શરૂઆત કરી હતી. તેઓ પોતાના બે પુત્રો સાથે આ કંપની ચલાવે છે. 

આ લોકો ટોપ પર
ફોર્બ્સની ભારતીય યાદીમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી અને અદાણી ગ્રુપના ગૌતમ અદાણી ટોપ પર છે. ફોર્બ્સ ઈન્ડિયા પત્રિકાએ સુરત અને ગુજરાતનું ગૌરવ વધારતા અશ્વિન દેસાઈની પ્રોફાઇલને પોતાના કવર પેજમાં છાપી છે. 169 અબજોપતિઓ સાથે ભારત સંયુક્ત રાજ્ય અમેરિકા અને ચીન બાદ દુનિયામાં ત્રીજા સ્થાન પર છે. યાદીમાં બર્નાર્ડ અરનોલ્ડ અને પરિવાર સૌથી ઉપર છે, ત્યારબાદ એલોન મસ્ક અને જેફ બેઝોસ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More