Home> Business
Advertisement
Prev
Next

દેશમાં ઘટશે ફૂડ ઓઇલ અને દાળના ભાવ? સરકારે આપ્યો આ જવાબ

ફૂડ મિનિસ્ટ્રીના સેક્રેટરી (Food Secretary) સુધાંશુ પાંડેય (Sudhanshu Pandey) એ કહ્યું કે મલેશિયામાં મજૂર સંકટ અને બાયો-ફ્યૂલ માટે ખાદ્ય તેલોના ડાઇવર્જનના લીધે ફૂડ ઓઇલની આંતરરાષ્ટ્રીય કિંમતોમાં ઉછાળો આવ્યો છે.

દેશમાં ઘટશે ફૂડ ઓઇલ અને દાળના ભાવ? સરકારે આપ્યો આ જવાબ

નવી દિલ્હી: તહેવારોની સિઝનમાં દેશમાં દાળ  (Pulses) અને ફૂડ ઓઇલ (Edible Oil) ના ભાવમાં મોંઘવારી રોકવા માટે સરકારે સખત પગલાં ભરવાનું શરૂ કરી દીધું છે. સરકારે વિદેશોમાં આયાત વધારવાને સાથે જ રાજ્ય સરકારોને ખાદ્ય વસ્તુઓની જમાખોરી પર લગામ કસવાના પણ નિર્દેશ આપ્યા છે. 

'દુનિયામાં વધ્યા ફૂડ ઓઇલના ભાવ'
ફૂડ મિનિસ્ટ્રીના સેક્રેટરી (Food Secretary) સુધાંશુ પાંડેય (Sudhanshu Pandey) એ કહ્યું કે મલેશિયામાં મજૂર સંકટ અને બાયો-ફ્યૂલ માટે ખાદ્ય તેલોના ડાઇવર્જનના લીધે ફૂડ ઓઇલની આંતરરાષ્ટ્રીય કિંમતોમાં ઉછાળો આવ્યો છે. તેમછતાં ભારતમાં તેની કિંમતો પર વધુ અસર પડશે નહી. આંતરરાષ્ટ્રીય સ્તર પર કિંમત વધુ હોવાછતાં ભારતમાં ફૂડ ઓઇલના ભાવ ઓછા છે. 

'રાજ્યોને જમાખોરી રોકવાના નિર્દેશ'
તેમણે કહ્યું કે સરકારે ખાદ્ય તેલો (Edible Oil) ની આયાતને વધારવાની સાથે જ રાજ્ય સરકરોને તેની જમાખારી પર સખતથી અંકુશ લગાવવના પણ નિર્દેશ આપ્યા છે. મસ્ટર્ડ ઓઇલનું પ્રોડક્શન 10 લાખ મેટ્રિક ટન વધ્યું છે. સરકારને આશા છે કે આ પગલાંની અસર જલદી જ જોવા મળશે અને ફૂડ ઓઇલના ભાવ નીચે આવવા લાગશે. તેથી તહેવારી સિઝનમાં લોકોને મોંઘવારીમાંથી રાહત મળશે. 

TMKOC: 'તેનો હાથ મારા પેન્ટમાં હતો', બબીતાજીએ વ્યક્ત કરી પોતાના સાથે થયેલી ખૌફનાક ઘટનાની દાસ્તાં

કેંદ્રએ તુવર દાળનું ઇંપોર્ટ વધાર્યું'
ફૂડ સેક્રેટરીએ કહ્યું કે દાળોના ભાવ (Pulse Price) નિયંત્રિત કરવા માટે પણ સરકાર સતત પ્રયત્ન કરી રહી છે. ગત વર્ષની તુલનામાં આ વખતે તુવર દાળનું ઇંપોર્ટ વધુ થયું છે. આગામી મહિને રાજ્યોની સાથે બેસીને દેશમાં ખાદ્ય તેલ અને દાળના ભાવની પુન: સમીક્ષા કરવામાં આવશે. તેમને દાવો કર્યો કે દેશમાં ખાદ્ય તેલ અને દાળના ભાવમાં ફેબ્રુઆરીથી ઘટાડો આવવા લાગશે. તે સમય સુધી નવો પાક આવી ગયો હશે, જેથી વધતી જતી મોંઘવારીમાં રાહત મળશે. 

Janhvi Kapoor થી માંડીને Priyanka Chopra સુધી, WhatsApp ગ્રુપમાં કરે છે આવી વાતો

'આગામી અઠવાડિયાથી નક્કી થશે સ્કોટ લિમિટ'
સુધાંશુ પાંડેયએ કહ્યું કે વેપારીઓ સાથે વાતચીત કરીને રાજ્ય સરકારો આગામી અઠવાડિયાથી સ્ટોક લિમિટ નક્કી કરવાનું શરૂ કરશે. જો કોઇ વેપારી નક્કી લિમિટ કરતાં વધુ સ્ટોક એકઠો કરશે તો તેના વિરૂદ્ધ કાનૂની કાર્યવાહી થશે. તેમણે જણાવ્યું કે ડુંગળીના ભાવ પર નજર રાખવા માટે મંત્રાલયની દર અઠવાડિયે બેઠક થશે. હાલ દેશમાં 1 લાખ ટન ડુંગળીનો બફર સ્ટોક છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More