Home> Business
Advertisement
Prev
Next

Budget 2024: નોકરિયાત વર્ગ માટે બજેટમાં થશે મોટી જાહેરાત! સરકારની આ ઘોષણાથી થઈ જશે બલ્લે-બલ્લે

Union Budget 2024: સરકાર તરફથી બજેટની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. નવી સરકાર પૂર્ણ બજેટમાં સેલેરીડ અને મિડલ ક્લાસ પર ધ્યાન આપી રહી છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ તેને લઈને વિવિધ વર્ગ સાથે ચર્ચાં કરી રહ્યાં છે. 
 

Budget 2024: નોકરિયાત વર્ગ માટે બજેટમાં થશે મોટી જાહેરાત! સરકારની આ ઘોષણાથી થઈ જશે બલ્લે-બલ્લે

Modi Government: કેન્દ્રમાં નવી સરકારની રચના બાદ હવે પૂર્ણ બજેટની તૈયારીઓ જોર-શોરથી ચાલી રહી છે. નાણાકીય વર્ષ 2024-25 માટે બજેટ રજૂ થતાં પહેલા અલગ-અલગ સેક્ટર તરફથી પોતાની માંગ કરવામાં આવી રહી છે. આ વખતે પણ નોકરી કરતા લોકો આવકવેરામાં રાહત માટે મોટી આશા રાખી રહ્યાં છે. ટાઇમ્સ ઓફ ઈન્ડિયામાં પ્રકાશિત ખબર અનુસાર નાણામંત્રાલય ટેક્સપેયર્સ માટે ન્યૂ ટેક્સ રિઝીમ હેઠળ મળનાર સ્ટાન્ડર્ડ ડિડક્શનની લિમિટ વધારવા પર વિચાર કરી રહ્યાં છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે સરકાર ઓલ્ડ ટેક્સ રિઝીમમાં કોઈ ફેરફાર કરવા ઈચ્છતી નથી. 

નાણા મંત્રાલયમાં થઈ રહી છે ચર્ચા
એનડીએ સરકાર પોતાના ત્રીજા કાર્યકાળનું પ્રથમ બજેટ રજૂ કરવાની તૈયારી કરી રહી છે. કેબિટલ ગેન મેકેનિઝ્મમાં કોઈ પ્રકારના મોટા ફેરફારની સંભાવના ઓછી છે. તેના પર ઇનકમ ટેક્સ વિભાગ રિવ્યૂ કરવાની માંગ કરી રહ્યો છે. બજેટને અંતિમ રૂપ આપવાની પ્રક્રિયા હજુ શરૂ થઈ છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ જનતા સાથે ચર્ચા કરી રહ્યાં છે. અત્યારે મોટા ભાગની ચર્ચા નાણામંત્રાલયની અંદર થઈ રહી છે અને અલગ-અલગ મુદ્દે વિચાર કરવામાં આવી રહ્યો છે. કેટલાક મામલા પર અંતિમ નિર્ણય લેતા પહેલા નાણા મંત્રાલય સરકારના બીજા વિભાગો સાથે વાત કરશે. આ બધી વસ્તુ પર નિર્ણય પીએમઓ તરફથી મળનાર સૂચનને ધ્યાનમાં રાખી કરવામાં આવશે. 

આ પણ વાંચોઃ Income Tax બચાવવાની આ છે 5 ખાસ રીત, આ વિશે ખુબ ઓછા લોકો જાણે છે!

મોટા ભાગના વિભાગ મિડલ ક્લાસને રાહત આપવાના પક્ષમાં
ટીઓઆઈના રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે સરકારના મોટા ભાગના વિભાગ ટેક્સપેયર્સ, ખાસ કરીને મિડલ ક્લાસને રાહત આપવાના પક્ષમાં છે. મિડલ ક્લાસ હંમેશા મોદી સરકારનો સમર્થક રહ્યો છે, પરંતુ હવે તે પોતાના ટેક્સના બદલે મળનાર હેલ્થ અને એજ્યુકેશન સુવિધાઓને લઈને સવાલ ઉઠાવી રહ્યો છે. વર્ષ 2023ના બજેટમાં નાણામંત્રી સીતારમણ તરફથી ન્યૂ ટેક્સ રિઝીમને બાય ડિફોલ્ટ કરી દેવામાં આવી. જો તમે ઓલ્ડ ટેક્સ રિઝીમમાં જવા ઈચ્છો છો તો તમારે તે સિલેક્ટ કરવી પડશે. 

બધા પ્રકારના ટેક્સપેયર્સને મળશે ફાયદો
અત્યારે ન્યૂ ટેક્સ રિઝીમમાં સેલેરીડ ક્લાસ અને પેન્શનર્સને 50,000 રૂપિયાના વધારાના ઘટાડાનો ફાયદો મળે છે. આ સિવાય જેની ટેક્સેબલ આવક 7 લાખ રૂપિયાથી ઓછી છે, તેને કોઈ પ્રકારનો ટેક્સ આપવો પડતો નથી. આ ટેક્સ રિઝીમ હેઠળ જેની ટેક્સેબલ ઇનકમ 3 લાખ રૂપિયાથી વધુ છે, તેણે 5 ટકા ઇનકમ ટેક્સ આપવો પડે છે. ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા કેટલાક લોકોની માંગ છે કે ઉચ્ચ આવકવાળા માટે ટેક્સ સ્લેબને ઘટાડવામાં આવે, જેથી લોકો વધુ ખર્ચ કરી શકે. જો સરકાર સ્ટાન્ડર્ડ ડિડક્શન લિમિટને વધારે છે તો તેનો ફાયદો બધા પ્રકારના ટેક્સપેયર્સને મળશે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More