Home> Business
Advertisement
Prev
Next

15 મેથી શરૂ થશે Flipkart નો સમર સેલ, સૌથી સસ્તા સ્માર્ટફોન ખરીદવાની શાનદાર તક

ઇ-કોમર્સ કંપની ફ્લિપકાર્ટ પોતાના ગ્રાહકો માટે બુધવારે એટલે કે 15 મેના રોજ સમર સેલ શરૂ કરવા જઇ રહ્યું છે. આ સેલ 19 મે સુધી ચાલશે. 5 દિવસ ચાલનાર આ સમર સેલમાં સ્માર્ટફોન, લેપટોપ, ઇલેક્ટ્રિક આઇટમ્સ સહિત અન્ય ગેજેટ્સ પર ફ્લિપકાર્ટ બંપર ઓફર કરી રહ્યું છે. આ સેલમાં ફ્લિપકાર્ટે ખાનગી બેંક એચડીએફસી સાથે કરાર કર્યો છે. એટલા માટે એચડીએફસી બેંકના ક્રેડિટ કાર્ડ દ્વારા શોપિંગ કરતાં ગ્રાહકોને શાનદાર કેશબેક પણ મળશે. 

15 મેથી શરૂ થશે Flipkart નો સમર સેલ, સૌથી સસ્તા સ્માર્ટફોન ખરીદવાની શાનદાર તક

નવી દિલ્હી: ઇ-કોમર્સ કંપની ફ્લિપકાર્ટ પોતાના ગ્રાહકો માટે બુધવારે એટલે કે 15 મેના રોજ સમર સેલ શરૂ કરવા જઇ રહ્યું છે. આ સેલ 19 મે સુધી ચાલશે. 5 દિવસ ચાલનાર આ સમર સેલમાં સ્માર્ટફોન, લેપટોપ, ઇલેક્ટ્રિક આઇટમ્સ સહિત અન્ય ગેજેટ્સ પર ફ્લિપકાર્ટ બંપર ઓફર કરી રહ્યું છે. આ સેલમાં ફ્લિપકાર્ટે ખાનગી બેંક એચડીએફસી સાથે કરાર કર્યો છે. એટલા માટે એચડીએફસી બેંકના ક્રેડિટ કાર્ડ દ્વારા શોપિંગ કરતાં ગ્રાહકોને શાનદાર કેશબેક પણ મળશે. 

SBI માં ખોલાવો જીરો બેલેન્સ સેવિંગ એકાઉન્ટ, મિનિમમ બેલેન્સની ઝંઝટ ખતમ

ફ્લિપકાર્ટના સમરમાં iPhone XR, Nokia 6.1 Plus, Nokia 5.1 Plus, Realme 2 Pro, Honor 9 Lite અને Honor 10 સહિત અન્ય સ્માર્ટફોનની ખરીદી પર બંપર છૂટ આપવામાં આવશે. આ સેલમાં 59,900 રૂપિયાવાળા iPhone XR ને શાનદાર ડિસ્કાઉન્ટમાં ખરીદી શકાય છે. એચડીએફસીના કાર્ડ દ્વારા પેમેન્ટ કરતાં 10 ટકા એટલે કે 5,990 રૂપિયાની વધારાની છૂટ પણ મળશે. એટલે કે ફ્લિપકાર્ટ પર આ ફોન ફક્ત 53,910 રૂપિયામાં ઉપલબ્ધ રહેશે. આઇફોનની ખરીદી પર ફ્લિપકાર્ટ એક્સચેંજ ઓફર પણ આપી રહ્યું છે. જૂના ફોનના બદલામાં 17,450 રૂપિયાની વધારાની છૂટ મેળવી શકાય છે. 

હિંદુજા બંધુ સતત ત્રીજીવાર બ્રિટનના રિચ લિસ્ટમાં ટોપ પર, જાણો કેટલી થઇ સંપત્તિ

ગૂગલના સ્માર્ટ હોમ સ્પીકર પર પણ ફ્લિપકાર્ટમાં મોટી છૂટ આપવામાં આવી રહી છે. ગૂગલના સ્માર્ટ હોમ સ્પીકરને 9,999 રૂપિયાના સ્થાન પર ફક્ત 7,999 રૂપિયામાં ખરીદી શકાય છે. ગૂગલ હોમ મિની સ્પીકર પર પણ 2,000 રૂપિયા સુધી છૂટ આપવામાં આવી રહી છે. 4,999 રૂપિયાના સ્પીકરને આ સેલમાં 2,999 રૂપિયામાં ખરીદી શકાય છે. 

સ્માર્ટફોન પર બંપર છૂટ
ફ્લિપકાર્ટના આ સમર સેલમાં રિયલમી, ઓપ્પો, નોકિયા, ઓનર કંપનીના સ્માર્ટફોન પર મોટી છૂટ આપવામાં આવી રહી છે. ફ્લિપકાર્ટનો દાવો છે કે સ્માર્ટફોન પર આ વર્ષની સૌથી મોટી છૂટ હશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More