Home> Business
Advertisement
Prev
Next

25 લાખનો વીમો, વાઈ-ફાઈ, કોફી મશીન સહિતની આધુનિક સુવિધા સાથે કાલથી દોડશે તેજસ એક્સપ્રેસ

રેલવે પ્રધાન પીયૂષ ગોયલે ગુરુવારે આ અત્યાધુનિક કોચની તસવીરો પોતાના ટ્વીટર એકાઉન્ટ પર શેર કરી છે. તેમણે ટ્વીટ કરી રહ્યું, કાલે ઉદઘાટન થવા જઈ રહેલી મુંબઈ-અમદાવાદ તેજસ એક્સપ્રેસની પ્રથમ ઝલક જુઓ. પરંપરાગત વેશભૂષામાં સજાયેલા ચાલક દળના સભ્યોની સાથે યાત્રીકોની સુવિધામાં વધારો કરવા માટે અત્યાધુનિક સુવિધાઓ વાળી નવી તેજસ એક્સપ્રેસ આધુનિકતાની સાથે-સાથે ભારતીય સંસ્કૃતિનું પણ મિશ્રિત રૂપ છે. 

25 લાખનો વીમો, વાઈ-ફાઈ, કોફી મશીન સહિતની આધુનિક સુવિધા સાથે કાલથી દોડશે તેજસ એક્સપ્રેસ

નવી દિલ્હીઃ દિલ્હી-લખનઉ રેલમાર્ગ પર ચાલનારી પ્રથમ ખાનગી ટ્રેન દિલ્હી-લખનઉ તેજસ એક્સપ્રેસ બાદ બીજી ખાનગી ટ્રેન મુંબઈ-અમદાવાદ તેજસ એક્સપ્રેસનું ઉદ્ઘાટનન કાલે એટલે કે 17 જાન્યુઆરીએ થવા જઈ રહ્યું છે. રેલવે પ્રધાન પીયૂષ ગોયલે ગુરુવારે આ અત્યાધુનિક કોચની તસવીરો પોતાના ટ્વીટર એકાઉન્ટ પર શેર કરી છે. 

તેમણે ટ્વીટ કરી રહ્યું, કાલે ઉદઘાટન થવા જઈ રહેલી મુંબઈ-અમદાવાદ તેજસ એક્સપ્રેસની પ્રથમ ઝલક જુઓ. પરંપરાગત વેશભૂષામાં સજાયેલા ચાલક દળના સભ્યોની સાથે યાત્રીકોની સુવિધામાં વધારો કરવા માટે અત્યાધુનિક સુવિધાઓ વાળી નવી તેજસ એક્સપ્રેસ આધુનિકતાની સાથે-સાથે ભારતીય સંસ્કૃતિનું પણ મિશ્રિત રૂપ છે. 

150 ખાનગી ટ્રેન ચલાવવાનું લક્ષ્ય
સરકારે રેલવેમાં સુધાર માટે 50 સ્ટેશનોને વિશ્વ સ્તરીય બનાવવા અને રેલવે નેટવર્ક પર 150 રેલગાડીના સંચાલનની જવાબદારી ખાનગી એકમને આપવાનું લક્ષ્ય રાખ્યું છે. તેજસ એક્સપ્રેસ આ યોજનાનો ભાગ છે. 

IRCTC તેનું બુકિંગ શરૂ કરી દીધું છે. આ ટ્રેનમાં કુલ 758 સીટો છે, જેમાં 56 લીટો એક્ઝિક્યૂટિવ ક્લાસની અને બાકી સીટો એસી ચેર કારની છે. 

ટ્રેનનો સમય
મુંબઈ અને અમદાવાદ વચ્ચે ચાલનારી આ ટ્રેન માત્ર બે સ્ટેશનો- વડોદરા અને સુરત પર રોકાશે. અમદાવાદ રેલવે સ્ટેશનથી આ ટ્રેન સવારે 6.10 કલાકે શરૂ થશે અને બપોરે 1.10 કલાકે મુંબઈ સેન્ટ્રલ પહોંચશે. પરત આવવા ટ્રેન બપોરે 3.40 કલાકે મુંબઈ સેન્ટ્રલથી ઉપડશે અને અમદાવાદ સ્ટેશન પર રાત્રે 9.55 કલાકે પહોંચશે. રસ્તામાં આ ટ્રેન સૂરત અને વડોદરા ઉભશે. યાત્રીકોને આ ટ્રેનમાં વાઈ-ફાઈ, સીસીટીવી કેમેરા, કોફી મશીન, એલસીડી સ્ક્રીન, જેવી સુવિધાઓ પણ મળશે. 

25 લાખનો વીમો
દિલ્હી-લખનઉ તેજસ એક્સપ્રેસ યાત્રીકોને ટ્રેન મોડી થવા પર વળતર આપવામાં આવે છે. સાથે આ ટ્રેનના યાત્રીકોને 25 લાખ રૂપિયા સુધીનો નિઃશુલ્ક વીમો પણ આપવામાં આવશે. યાત્રા દરમિયાન લૂંટફાટ કે સામાન ચોરી હોવાની સ્થિતિમાં પણ એક લાખ રૂપિયાના વળતરની વ્યવસ્થા છે. જાહેરાતથી પૈસા ભેગા કરવા માટે સ્ટેશનની અંદર અને બહાર ખાનગી ઓપરેટરને જગ્યાનો ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવશે. 

આ રીતે કરાવો બુકિંગ
તેજસ ટ્રેનનું બુકિંગ તમે આઈઆરસીટીસીની સત્તાવાર વેબસાઇટ સિવાય મોબાઇલ એપ પર પણ કરી શકો છો. રેલવે સ્ટેશન કાઉન્ટરથી આ ટ્રેન માટે બુકિંગ ન કરાવી શકાય. પરંતુ આઈઆરસીટીસીના સત્તાવાર ટિકિટ એજન્ટના માધ્યમથી ઓનલાઇન ટિકિટ બુક કરાવી શકાય છે. તમે 60 દિવસ પહેલા ટિકિટ બુક કરાવી શકો છો. 0-5 વર્ષ સુધીના બાળકોનનું ભાળું ચુકવવું પડશે નહીં અને તેની સીટ ઉપલબ્ધ હશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

બિઝનેસના અન્ય સમાચાર માટે ક્લિક કરો...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More