Home> Business
Advertisement
Prev
Next

IPO ઓપન થતાં પહેલા 130 રૂપિયાનો ફાયદો! 27 ફેબ્રુઆરીએ દાવ લગાવી શકશે ઈન્વેસ્ટર

IPO News Updates: Exicom Tele-Systems Limited ની પ્રાઇઝ બેન્ડ 135 રૂપિયાથી 142 રૂપિયા પ્રતિ શેર છે. કંપનીનો આઈપીઓ ઈન્વેસ્ટરો માટે 27 ફેબ્રુઆરીએ ઓપન થશે. તો 29 ફેબ્રુઆરી સુધી તે ખુલો રહેશે. 

IPO ઓપન થતાં પહેલા 130 રૂપિયાનો ફાયદો! 27 ફેબ્રુઆરીએ દાવ લગાવી શકશે ઈન્વેસ્ટર

IPO News Updates: ગ્રે માર્કેટ દ્વારા ઈન્વેસ્ટર તે અનુમાન લગાવે છે કે કંપનીનું લિસ્ટિંગ કેવું રહી શકે છે. મજબૂત જીએમપી મજબૂત લિસ્ટિંગની સંભાવનાઓ વધારી દે છે. ગ્રે માર્કેટ પર નજર રાખનાર ઈન્વેસ્ટરો માટે સારા સમાચાર છે. Exicom Tele-Systems Limited આઈપીઓ ખુલસા પહેલા સતત સારૂ પ્રદર્શન કરી રહ્યાં છે. આઈપીઓ 27 ફેબ્રુઆરીએ ઓપન થશે.

શું છે પ્રાઇઝ બેન્ડ?
Exicom Tele-Systems Limited ની પ્રાઇઝ બેન્ડ 135 રૂપિયાથી 142 રૂપિયા પ્રતિ શેર છે. કંપનીનો આઈપીઓ ઈન્વેસ્ટરો માટે 27 ફેબ્રુઆરીએ ઓપન થશે. તો 29 ફેબ્રુઆરી સુધી રોકાણકારો તેમાં દાવ લગાવી શકશે. કંપનીએ એક લોટમાં 100 શેર રાખ્યા છે. જેના કારણે ઈન્વેસ્ટરોએ ઓછામાં ઓછા 14,200 રૂપિયાનું રોકાણ કરવું પડશે. કોઈપણ રિટેલ ઈન્વેસ્ટર વધુમાં વધુ 14 લોટ પર દાવ લગાવી શકે છે.

આ પણ વાંચોઃ 1 શેર પર 50 રૂપિયાનું ડિવિડન્ડ આપી રહી છે કંપની, રેકોર્ડ ડેટ જાહેર

ગ્રે માર્કેટથી ગ્રીન સિગ્નલ
ઈન્વેસ્ટર્સ ગ્રેનના રિપોર્ટ અનુસાર ગ્રે માર્કેટમાં કંપનીના શેર 130 રૂપિયાના પ્રીમિયમ પર ટ્રેડ કરી રહ્યાં છે. જો આ સ્થિતિ લિસ્ટિંગ સુધી રહી તો કંપનીના શેર બજારમાં યોગ્ય ઈન્વેસ્ટરોને પ્રથમ દિવસે 91 ટકા સુધીનો ફાયદો કરાવી શકે છે. સારી વાત છે કે 23 ફેબ્રુઆરીથી અત્યાર સુધી જીએમપીમાં ફેરફાર થયો નથી. 

આઈપીઓ સાથે જોડાયેલી અન્ય ડીટેલ્સ
દાવ લગાવનાર ઈન્વેસ્ટરોને શેરનું એલોટમેન્ટ 1 માર્ચે થશે. તો કંપની બીએસઈ અને એનએસઈમાં ડેબ્યૂ 5 માર્ચે કરી શકે છે. આઈપીઓ સાઇઝની વાત કરીએ તો તે 429 કરોડ રૂપિયાનો છે. કંપની ફ્રેશ ઈશ્યૂ દ્વારા 2.32 કરોડ શેર જારી કરશે. તો ઓફર ફોર સેલ હેઠળ 0.70 કરોડ શેર વેચવામાં આવશે. વર્તમાન સમયમાં કંપનીના પ્રમોટર્સ પાસે 93.28 ટકા ભાગીદારી છે. 

(આ રોકાણની સલાહ નથી. શેર બજાર જોખમો અધીન છે. કોઈપણ રોકાણ કરતા પહેલા એક્સપર્ટની સલાહ જરૂર લો)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More