Home> Business
Advertisement
Prev
Next

Good News : જમીન નથી છતાં પણ કરી શકશો ખેતી, ખેડૂતની જેમ મળશે લાખોની કમાણી

કાર્યક્રમનું સંચાલન કરતી વખતે આસિસ્ટન્ટ ટેકનિકલ મેનેજર મારુત નંદન શુક્લાએ જણાવ્યું હતું કે મશરૂમ ફાર્મર્સ સ્કૂલનું આયોજન 6 સેશનમાં કરવામાં આવ્યું છે. જેમાં ખેડૂતોને બિયારણની વાવણીથી લઈને માર્કેટિંગ સુધીની માહિતી ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. 

Good News : જમીન નથી છતાં પણ કરી શકશો ખેતી, ખેડૂતની જેમ મળશે લાખોની કમાણી

જો તમે મશરૂમની ખેતી કરવાનું વિચારી રહ્યાં છો અને તમારી પાસે જમીન નથી તો ચિંતા કરવાની કોઈ વાત નથી. હવે ખેડૂતો ટેકનિકલી કરી શકશે. સમસ્તીપુર જિલ્લાના તાજપુર બ્લોક વિસ્તારની કોઠિયા પંચાયતના એક પ્રગતિશીલ ખેડૂત દ્વારા રહેણાંક પરિસરમાં મશરૂમ ઉત્પાદન વિષય પર કિસાન પાઠશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું સંચાલન કરતી વખતે આસિસ્ટન્ટ ટેકનિકલ મેનેજર મારુત નંદન શુક્લાએ જણાવ્યું હતું કે મશરૂમ ફાર્મર્સ સ્કૂલનું આયોજન 6 સેશનમાં કરવામાં આવ્યું છે. જેમાં ખેડૂતોને બિયારણની વાવણીથી લઈને માર્કેટિંગ સુધીની માહિતી ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. જેના કારણે ખેડૂતો યોગ્ય રીતે મશરૂમની ખેતી કરીને ટેકનિકલી સશક્ત બનીને આર્થિક રીતે સદ્ધર બની શકે છે. જમીન વગરના ખેડૂતો પણ મશરૂમની ખેતી કરી શકે છે

આસિસ્ટન્ટ ટેકનિકલ મેનેજર શુક્લાએ જણાવ્યું કે જે ખેડૂતો પાસે જમીન નથી. તે ખેડૂતો ખેતર વગર પણ મશરૂમની ખેતી કરી શકે છે. જે ખેડૂતો પાસે ઓછી જમીન છે તેમના માટે પણ આ ખેતી કરવી ફાયદાકરાક છે.  ખેડૂતો મશરૂમની ખેતી કરીને આર્થિક રીતે સદ્ધર બની શકે છે. સંતુલિત આહાર મેળવીને માનવ જીવન સ્વસ્થ અને ફિટ રહી શકે છે. આ સાથે તેમણે કૃષિ વિભાગ દ્વારા મશરૂમ ક્ષેત્રે ઉપલબ્ધ વિવિધ યોજનાઓની વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે ખેડૂતોને મશરૂમ તાલીમ, મશરૂમ બેગ, મશરૂમ હટ ઉત્પાદન એકમ, ખાતર ઉત્પાદન એકમ, મશરૂમ બીજ ઉત્પાદન એકમની વિવિધ યોજનાઓ વિશે માહિતગાર કર્યા હતા.

ડ્રાઈવિંગ લાઈસન્સ ખોવાઈ ગયું? ચિંતા ન કરો... આ સરળ સ્ટેપ ફોલો કરો નવું ઘરે આવી જશે

ATM માંથી પૈસા ઉપાડવા માટે Debit card હોવું જરૂરી નથી, આ રીતે પણ ઉપાડી શકશો રૂપિયા

પીળું એટલું સોનું નથી હોતું, નકલી હૉલમાર્કથી બચાવવા નિયમો થશે કડક

Good News For Farmers: ખેડૂતો માટે ખુશખબર! બેંક ખાતામાં જમા થશે તગડી રકમ!

ખેડૂતોએ નાના પાયે મશરૂમનું ઉત્પાદન કરવું જોઈએ

આત્માના પ્રમુખ વિરેન્દ્ર કુમારે મશરૂમ ઉત્પાદક ખેડૂતોને જણાવ્યું હતું કે ખેડૂતોએ નાના પાયે મશરૂમનું ઉત્પાદન કરવાનું સુનિશ્ચિત કરવું જોઈએ. જેના કારણે એક ક્લસ્ટર બનશે અને ક્લસ્ટરની રચનાને કારણે મશરૂમ માર્કેટની માંગ ઉભી થશે. ખેડૂતોને મશરૂમના યોગ્ય ભાવ મળી શકશે અને સાથે જ ખેડૂતો મશરૂમ ઉત્પાદનમાંથી વ્યવસાય તરફ આગળ વધી શકશે. તેમણે જણાવ્યું કે મશરૂમના ઉત્પાદનમાં ખર્ચ કરતાં વધુ નફો છે, જે મશરૂમ ઉત્પાદક ખેડૂતને મજબૂત બનાવવામાં ખૂબ જ ફાયદાકારક છે, તેથી ખેડૂતોએ પહેલા નાના પાયે મશરૂમનું ઉત્પાદન શરૂ કરવું જોઈએ. ગુજરાતમાં પણ દક્ષિણ ગુજરાતની કૃષિ યુનિ. ખેડૂતોને મશરૂમ ખેતી કરવા માટે પ્રેરણા આપે છે. જ્યાં તમને ખેતી અંગે માર્ગદર્શન પણ મળી શકે છે. ગુજરાતમાં ખેડૂતોએ મશરૂમની ખેતી કરવી હોય તો દક્ષિણ ગુજરાતનું વાતાવરણ એ સૌથી યોગ્ય છે.

આ વીડિયો પણ ખાસ જુઓ...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More