Home> Business
Advertisement
Prev
Next

PF Interest Credit: 7 કરોડ લોકો માટે ખુશ ખબર, બધાના ખાતામાં આવી રહ્યા છે પૈસા, ઘરે બેઠા આ રીતે કરો ચેક

દિવાળીના પર્વ વચ્ચે ખુશખબર આવ્યા છે. લગભગ 7 કરોડ લોકો માટે સારા સમાચાર છે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) એ નાણાકીય વર્ષ 2022-23 માટે ઈપીએફ ખાતાઓમાં વ્યાજ જમા કરવાનું શરૂ કરી દીધુ છે.

PF Interest Credit: 7 કરોડ લોકો માટે ખુશ ખબર, બધાના ખાતામાં આવી રહ્યા છે પૈસા, ઘરે બેઠા આ રીતે કરો ચેક
Updated: Nov 11, 2023, 12:15 PM IST

દિવાળીના પર્વ વચ્ચે ખુશખબર આવ્યા છે. લગભગ 7 કરોડ લોકો માટે સારા સમાચાર છે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) એ નાણાકીય વર્ષ 2022-23 માટે ઈપીએફ ખાતાઓમાં વ્યાજ જમા કરવાનું શરૂ કરી દીધુ છે. તમારા EPF ખાતમાં વ્યાજ ક્રેડિટ થતા જ કુલ અમાઉન્ટ વધી જશે. અત્રે જણાવવાનું કે આ નાણાકીય વર્ષમાં ઈપીએફઓ એકાઉન્ટ હોલ્ડર્સના ખાતામાં જમા રકમ પર 8.15 ટકા વ્યાજ દર નિર્ધારિત છે. 

સોશિયલ મીડિયા  પ્લેટફોર્મ એકસ (અગાઉ ટ્વિટર) પર અનેક યૂઝર્સ છેલ્લા કેટલાક સમયથી ઈપીએફઓને સવાલ પૂછી રહ્યા છે કે તેમના ખાતામાં વ્યાજ ક્યારે જમા થશે સુકુમાર દાસ નામના એક યૂઝર દ્વારા આ મામલે સવાલ પૂછવામાં વતા ઈપીએફઓએ જવાબ આપતા જણાવ્યું કે પ્રક્રિયા પાઈપલાઈનમાં છે, જલદી બધાના ખાતામાં વ્યાજ જમા કરી દેવામાં આવશે. સભ્યો ધીરજ જાળવી રાખે. આ વ્યાજ નાણાકીય વર્ષ 2022-23 માટે છે. તમે તરત ચેક કરી શકો છો. તમારા પીએફ ખાતામાં વ્યાજ આવ્યું છે કે નહીં. સરકારે નાણાકીય વર્ષ 2022-23 માટે ઈપીએફ પર વ્યાજ દર 8.15 ટકા નક્કી કર્યો છે. 

આ ઉપરાંત જો તમે જાણવા માંગતા હોવ કે પીએફ ખાતામાં કયા મહિને કેટલું પીએફ જમા થયું? તેમાં કંપનીનું યોગદાન કેટલું છે? કુલ રકમ કેટલી છે? આમ પણ દરેક પીએફ ખાતાધારકે મહિનામાં ઓછામાં ઓછું એકવાર એ ચેક કરવું જોઈએ કે પીએફ  ખાતામાં કંપનીએ કેટલી રકમ જમા કરાવી છે. તમે અનેક રીતે ચેક કરી શકો છો. 

તમે ઘરે બેઠા ખાતામાં જમા રાશિ અંગે માહિતી મેળવી શકો  છો. આ માટે તમારે ઓફિસ જવાની પણ જરૂર નથી. પીએફની રકમ કમાણીનો એક મોટો હિસ્સો હોય છે. ભવિષ્ય નિધિ  ખાતામાં દરેક મહિને નોકરીયાત લોકોના પગારમાંથી અમુક રકમ કપાઈને જમા થતી હોય છે. દેશમાં લગભગ 7 કરોડ એક્ટિવ EPF ખાતા છે. ડિજિટલ માધ્યમથી તમે PF બેલેન્સ સહિત બીજી જાણકારી સરળતાથી મેળવી શકો છો. ઈપીએફઓ પોર્ટલ, ઉમંગ મોબાઈલ એપ, કે એસએમએસ સેવાના માધ્યમથી તમે ઈપીએફ બેલેન્સ ચેક કરી શકો છો. 

ઉમંગ એપથી મેળવો માહિતી
સૌથી સરળ છે કે તમે તમારા મોબાઈલ પર UMANG એપ ડાઉનલોડ કરો. ત્યારબાદ UAN ની મદદથી લોગઈન કરો. જ્યાં તમને PF સંલગ્ન તમામ માહિતી મળી જશે. અહીં તમે સરળતાથી પાસબુક પણ જોઈ શકશો. આ માટે ઉમંગ એપ પર રહેલી EPFO સેક્શનમાં જાઓ. Employee Centric Service પર ક્લિક કરો. View Passbook ને પસંદ કરો અને પાસબુક જોવા માટે UAN થી લોગઈન કરો. આ માટે તમારી પાસે ફક્ત UAN રજિસ્ટર્ડ મોબાઈલ નંબર હોવો જોઈએ. 

મેસેજ દ્વારા કરો ચેક
SMS દ્વારા PF બેલેન્સ ચેક કરી શકો છો. આ માટે EPFO એ નંબર બહાર પાડ્યો છે. તમારે રજિસ્ટર્ડ મોબાઈલ નંબરથી 7738299899 પર SMS મોકલવાનો રહેશે. જેવો તમે SMS કરશો કે EPFO તમને તમારા પીએફ યોગદાન અને બેલેન્સ અંગે માહિતી મોકલશે. 

SMS મોકલવાની રીત એકદમ સરળ છે. આ માટે તમારે 'EPFOHO UAN' લખીને  7738299899 પર મોકલવાનો રહેશે. આ સુવિધા 10 ભાષાઓમાં અંગ્રેજી, પંજાબી, હિન્દી, ગુજરાતી, મરાઠી, કન્નડ, તેલુગુ, તમિલ, મલિયાલમ અને બાંગ્લામાં ઉપલબ્ધ છે. 

જો તમે મેસેજ અંગ્રેજીમાં મોકલવા માંગતા હોવ તો તમારે EPFOHO UAN ENG લખવાનું રહેશે. અંતિમ ત્રણ શબ્દ (ENG) નો અર્થ ભાષા સાથે છે. જો તમે આ ત્રણ શબ્દ નાખશો તો તમને અંગ્રેજીમાં જાણકારી મળશે. જો તમે હિન્દી (HIN) નો કોડ લખશો તો હિન્દીમાં જાણકારી મળશે. એ ધ્યાન રાખવું કે UAN ની જગ્યાએ તમારે તમારો UAN નંબર નથી નાખવાનો. પરંતુ ફક્ત UAN લખીને છોડી દેજો. 

EPFO ની વેબસાઈટ દ્વારા મેળવો જાણકારી
તમે EPFO ની વેબસાઈટ પર જઈને પણ પીએફ બેલેન્સ ચેક કરી શકો  છો. આ માટે EPFO પાસબુક પોર્ટલ પર તમે UAN અને પાસવર્ડથી લોગઈન કરો. ત્યારબાદ  'Downloand/View Passbook' પર ક્લિક કરો. તમે સીધા (https://passbook.epfindia.gov.in/MemberPassBook/Login) પર UAN ની મદદથી લોગઈન કરી શકો છો. 

EPFO ના નિયમ મુજબ ફોન કોલ કે પછી મેસેજ દ્વારા તે ગ્રાહકને જાણકારી મળશે જેનો UAN એક્ટિવ હશે. આ સાથે જ જો તમારો UAN તમારા કોઈ પણ બેંક ખાતા, આધાર અને પેન સાથે જોડાયેલો છો તો તમે તમારું અંતિમ યોગદાન અને ખાતાની બધી ડિટેલ લઈ શકો છો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે