Home> Business
Advertisement
Prev
Next

કાલે ખુલશે આ દિગ્ગજ ઈલેક્ટ્રોનિક્સ કંપનીનો IPO, રોકાણ કરતા પહેલા જાણો જરૂરી વાતો

Electronics Mart India IPO: શેર બજારમાં રોકાણ કરતા લોકો માટે સારા સમાચાર છે. મંગળવારે એક દિગ્ગજ ઈલેક્ટ્રોનિક્સ કંપનીનો આઈપીઓ રોકાણ માટે ખોલવાનો છે. કંપની આઈપીઓ દ્વારા 500 કરોડ રૂપિયા ભેગા કરવાની છે. જો તમે પણ રોકાણ કરવા ઈચ્છતા હોવ તો અહીં જાણો તમામ માહિતી...
 

કાલે ખુલશે આ દિગ્ગજ ઈલેક્ટ્રોનિક્સ કંપનીનો IPO, રોકાણ કરતા પહેલા જાણો જરૂરી વાતો

નવી દિલ્હીઃ કંઝ્યુમર ડ્યૂરેબલ્સ રિટેલ ચેન ઇલેક્ટ્રોનિક્સ માર્ટ ઈન્ડિયા લિમિટેડ (EMIL) નો આઈપીઓ 4 ઓક્ટોબરે સબ્સક્રિપ્શન માટે ખુલશે. તે 7 ઓક્ટોબર સુધી ખુલો રહેશે. આઈપીઓ માટે 56-59 રૂપિયા પ્રતિ શેર પ્રાઇઝ બેન્ડ નક્કી કરવામાં આવ્યો છે. આઈપીઓમાં 500 કરોડ રૂપિયા સુધીના નવા શેર જારી કરવામાં આવશે. તેમાં વેચાણ માટે કોઈ પ્રસ્તાવ નથી. આઈપીઓ હેઠળ શેરનું એલોટમેન્ટ 12 ઓક્ટોબરે થશે. 

કંપનીનો પ્લાન આ આઈપીઓ દ્વારા 500 કરોડ રૂપિયાની મૂડી એકત્ર કરવાનો છે. તેમાંથી 111.44 કરોડનો ઉપયોગ કેપિટલ ખર્ચ માટે અને 220 કરોડનો ઉપયોગ વર્કિંગ કેપિટલ જરૂરીયાતને પૂરી કરવા માટે કરવામાં આવશે. આ સિવાય કંપની 55 કરોડ રૂપિયાનો ઉપયોગ લોન ચુકવવા માટે કરશે. કંપનીના શેર સોમવાર, 17 ઓક્ટોબરે સ્ટોક એક્સચેન્જોમાં લિસ્ટેડ થઈ શકે છે. 

રિટેલ રોકાણકારો માટે 55 ટકાની ભાગીદારી રિઝર્વ
આનંદ રાઠી એડવાઇઝર, આઈઆઈએફએલ સિક્યોરિટીઝ અને જેએમ ફાઇનાન્શિયલ આ આઈપીઓના લીડ મેનેજર બનાવવામાં આવ્યા છે. ઇલેક્ટોરનિક્સ માર્ટ ઈન્ડિયાના આઈપીઓમાં 50 ટકા ભાગ ક્વોલિફાઇડ ઇંસ્ટીટ્યૂશનલ ઇન્વેસ્ટર્સ માટે રિઝર્વ છે. રીટેલ ઇન્વેસ્ટર માટે આઈપીઓનો 35 ટકા ભાગ રિઝર્વ રાખવામાં આવ્યો છે. આ રીતે 15 ટકા ભાગ નોન ઇંન્સ્ટીટ્યૂશન ઇન્વેસ્ટર્સ માટે રિઝર્વ રાખવામાં આવ્યો છે. 

આ પણ વાંચોઃ Viral: આનંદ મહિન્દ્રાએ દેખાડ્યો Mahindra નો પાવર, Video જોઈને ચાહકો રહી ગયા દંગ!

જાણો કંપની વિશે
ઇલેક્ટ્રોનિક્સ માર્ટ ઈન્ડિયા લિમિટેડની સ્થાપના પવન કુમાર બજાર અને કરણ બજારે બજાજ ઇલેક્ટ્રોનિક્સના નામથી કરી હતી. કંપનીના 36 શહેરોમાં 112 સ્ટોર છે. તેના મલ્ટી-બ્રાન્ડ આઉટલેટ કિચન સ્ટોરીઝ નામના બે વિશેષ સ્ટોર સિવાય બજાજ ઇલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ હેઠળ કામ કરે છે, જે રસોઈની જરૂરીયાતને પૂરી કરે છે અને ઓડિયો એન્ડ બિયોન્ડ નામ હેઠળ એક સ્પેશલાઇઝ્ડ સ્ટોર ફોર્મેટ છે, જે હાઈ-એન્ડ હોમ ઓડિયો અને હોમ ઓટોમેશન સોલ્યૂશન પર ફોકસ કરે છે. 

કંપનીના નફામાં 77 ટકાનો વધારો
કંપનીની ઓપરેશનલ એનુઅલ ઇનકમ નાણાકીય વર્ષ 2021-2022માં 36 ટકા વધી 434.93 કરોડ રૂપિયા થઈ ગઈ. આ ગાળામાં કંપનીનો નફો 77 ટકા વધી 103.89 કરોડ રૂપિયા થઈ ગયો છે. આ કંપનીની દક્ષિણ ભારતમાં મજબૂત પકડ છે. તેનું લગભગ 90 ટકા રેવેન્યૂ રિટેલ ચેનથી આવે છે. તેને 50 ટકા આવક મોટા ઉપકરણોના વેચાણથી પ્રાપ્ત થાય છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More