Home> Business
Advertisement
Prev
Next

₹105 માં પોતાના શેર પરત ખરીદી રહી છે કંપની, ઈન્વેસ્ટરોને 30% નો ફાયદો

buyback 2024: કંપનીની બોર્ડ મીટિંગમાં નક્કી થયું કે 30 લાખ શેરને ટેન્ડર રૂટ દ્વારા ખરીદવામાં આવશે. કંપનીએ કહ્યું કે બાયબેક માટે 31.50 કરોડ રૂપિયાની સાઇઝ નક્કી કરવામાં આવી છે. 

₹105 માં પોતાના શેર પરત ખરીદી રહી છે કંપની, ઈન્વેસ્ટરોને 30% નો ફાયદો

નવી દિલ્હીઃ Dwarikesh Sugar buyback 2024: દ્વારિકેશ સુગરે પોતાના શેરને પરત લેવાનો નિર્ણય કર્યો છે. કંપનીના બોર્ડે 105 રૂપિયા પ્રતિ શેર બાયબેક માટે કિંમત નક્કી કરી છે. તો 8 માર્ચે યોજાયેલી બોર્ડની બેઠકમાં બાયબેક માટે રેકોર્ડ ડેટ પણ જાહેર કરી દેવામાં આવી છે. ઈન્વેસ્ટરોની દ્રષ્ટિએ સારી વાત છે કે કંપનીની નક્કી રેકોર્ડ ડેટમાં હવે વધુ સમય બાકી નથી. 

કંપનીની બોર્ડ મીટિંગમાં નક્કી થયું કે 20 લાખ શેર ટેન્ડર રૂટ દ્વારા ખરીદવામાં આવશે. કંપનીએ કહ્યું કે બાયબેક માટે 31.50 કરોડ રૂપિયાની સાઇઝ નક્કી કરવામાં આવી છે. નોંધનીય છે કે દ્વારિકેશ સુગરે બાયબેક માટે રેકોર્ડ ડેટ 20 માર્ચ 2024 નક્કી કરી છે. 

આવો જાણીએ બાયબેક સાથે જોડાયેલી જરૂરી વાતો
1. શું છે કિંમત? બાયબેક માટે 105 રૂપિયા પ્રતિ શેર હિસાબે કંપનીએ કિંમત નક્કી કરી છે.
2. રેકોર્ડ ડેટ શું છે? કંપનીએ 20 માર્ચની તારીખ રેકોર્ડ ડેટ નક્કી કરી છે.
3. કઈ રીતે થશે બાયબેક? કંપનીએ કહ્યું કે બાયબેક ટેન્ડર દ્વારા થશે.
4. શું છે બાયબેકની સાઇઝ? કંપનીએ બાયબેક માટે 31.50 કરોડ રૂપિયા ફાળવ્યા છે. 
5. શેર બજારમાં શું છે કિંમત? ગુરૂવારે કંપનીના શેરનો ભાવ એનએસઈમાં 81.40 રૂપિયા હતો. એટલે કે ઈન્વેસ્ટરોને 30 ટકાનો ફાયદો થઈ શકે છે. 

આ પણ વાંચોઃ Gold Price: 70,000 રૂપિયા પહોંચી શકે છે સોનાનો ભાવ, અત્યાર સુધી ₹3800 થયું મોંઘું

શેર બજારમાં કેવું છે કંપનીનું પ્રદર્શન?
છેલ્લા એક વર્ષ દરમિયાન કંપનીના શેરના ભાવમાં 8 ટકાનો ઘટાડો થયો છે. કંપનીનો 52 વીક હાઈ 109.75 રૂપિયા અને 52 વીક લો લેવલ 77.30 રૂપિયા છે. કંપનીનું માર્કેટ કેપ 1522.42 કરોડ રૂપિયાનું છે. 

(આ રોકાણની સલાહ નથી. શેર બજાર જોખમોની અધીન છે. રોકાણ કરતા પહેલા એક્સપર્ટ્સની સલાહ જરૂર લો)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More