Home> Business
Advertisement
Prev
Next

ડીમેટ ખાતાધારક ધ્યાન આપો! માત્ર 7 દિવસ બાકી, પૂરુ કરો આ કામ બાકી થશે પરેશાની

નોમિનેશન પૂરુ ન થવાની સ્થિતિમાં સેબી આવા એકાઉન્ટને નિષ્ક્રિય કરી દેશે અને પછી નોમિનેશનનું કાર્ય પૂર્ણ થયા બાદ બીજીવાર એક્ટિવ કરી શકાશે. 

ડીમેટ ખાતાધારક ધ્યાન આપો! માત્ર 7 દિવસ બાકી, પૂરુ કરો આ કામ બાકી થશે પરેશાની

નવી દિલ્હીઃ શેર બજારમાં સ્ટોક ખરીદવા અને વેચાણ કરવા માટે ડીમેટ એકાઉન્ટ (Demat Account)ની જરૂર પડે છે. જો તમારી પાસે પણ ડીમેટ એકાઉન્ટ છે અને તેમાં તમે નોમિનેશન પ્રક્રિયા પૂર્ણ કરી નથી તો બાદમાં તમને મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. ડીમેટ એકાઉન્ટ માટે નોમિનેશન અપડેટ કરવાની ડેડલાઇન માત્ર 7 દિવસ દૂર છે. ઈન્વેસ્ટરો પાસે આ પ્રક્રિયા પૂર્ણ કરવા માટે 30 સપ્ટેમ્બર 2023 સુધીનો સમય છે. 

માર્કેટ રેગુલેટર સેબી પહેલા જ ડીમેટ એકાઉન્ટમાં નોમિનેશન પૂર્ણ કરવાની સમયમર્યાદા વધારી ચૂકી છે. આ પહેલા નોમિનેશનની સમય મર્યાદા 31 માર્ચ 2023ના પૂર્ણ થઈ રહી હતી. ત્યારબાદ સેબીએ આ તારીખ આગળ વધારી 30 સપ્ટેમ્બર કરી હતી. નોમિનેશન પ્રક્રિયા પૂર્ણ ન થવાની સ્થિતિમાં સેબી આવા એકાઉન્ટને નિષ્ક્રિય કરી દેશે અને પછી નોમિનેશન કરાવ્યા બાદ તેને ફરી એક્ટિવ કરી શકાશે.

કઈ રીતે કરશો નોમિનેશન
- ડીમેટ એકાઉન્ટમાં નોમિનેશનનું કામ પૂરુ કરવા માટે સૌથી પહેલા ડીમેટ એકાઉન્ટમાં લોગિન કરો. 
- હવે My Nominees ના વિકલ્પને પ્રોફાઇલ સેક્શનમાં પસંદ કરો.
- ત્યારબાદ Add Nominee કે opt-out ના વિકલ્પને પસંદ કરો.
- ત્યારબાદ નોમિનીની ડિટેલ્સ એડ કરો અને તેનું એક આઈડી પ્રૂફ અપલોડ કરો.
- ત્યારબાદ નોમિનીના શેર ટકાવારી પસંદ કરો.
- પછી આગળ ડોક્યૂમેન્ટ પર ઈ-સાઈન કરો અને આધાર ઓટીપી દાખલ કરો.
- વેરિફિકેશન પ્રક્રિયામાં 24થી 48 કલાકનો સમય લાગશે અને પછી આ નોમિનેશન પ્રક્રિયા પૂર્ણ થઈ જશે. 

આ પણ વાંચોઃ ઓપન થતાં પહેલા ધમાલ, પ્રાઇઝ બેન્ડ 68 રૂપિયા, 29 સપ્ટેમ્બરે ઓપન થશે આ કંપનીનો IPO

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More