Home> Business
Advertisement
Prev
Next

10 રૂપિયાના નકશાની મદદથી આ બિઝનેસમેન ચઢ્યા સફળતાની સીડી, આજે છે 600 કરોડનો બિઝનેસ

10 રૂપિયાના નકશાની મદદથી આ બિઝનેસમેન ચઢ્યા સફળતાની સીડી, આજે છે 600 કરોડનો બિઝનેસ

આ કહાની છે ફૂટવેર મેન્યુફેક્ચરિંગ કંપનીના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર વી નૌશાદની. કેરલના નૌશાદે Zee Business Dare to Dream Awards વખતે પોતાની કહાની સંભળાવી. તે લાખો એંટરપ્રેન્યોરમાંથી છે જેમણે શરૂઆતમાં નિરાશા હાથ લાગી છે, જોકે તેમણે હાર માની નહી. તમને જાણીને આશ્વર્ય થશે કે વી નૌશાદે 10 રૂપિયાના નકશાની મદદથી 600 કરોડ રૂપિયાનો બિઝનેસ ઉભો કર્યો છે. 

કેવી રીતે 'પતલૂન' બની પેંટાલૂન, એક સમયે ધોતી અને સાડીઓ વેચતા હતા તેના માલિક

શું છે 10 રૂપિયાના નકશાથી સફળતાની કહાની
ઝી બિઝનેસ ઓનલાઇનને નૌશાદે જણાવ્યું કે જ્યારે તેમની કંપની તમિલનાડુના બજારમાં પ્રવેશ કરવાનો પ્રયત્ન કરી રહી હતી તો તેમણે પણ સામાન્ય કંપનીની માફક ડિસ્ટ્રીબ્યૂટર્સનો સંપર્ક કર્યો જેમણે વધુ માર્જિનની માંગ કરી અને કંપની તે સમયે એવી સ્થિતિમાં ન હતી કે વધુ માર્જિન આપે. આ કઠિન પરિસ્થિતિમાં નૌશાદ અને તેમની ટીમે 10 રૂપિયામાં તમિલનાડુનો નકશો ખરીદ્યો. જેમાં બધા જિલ્લા, તાલુકા અને શહેરોને ચિહ્નિત કરવામાં આવ્યા. દરેક શહેરની દુકાને-દુકાને જઇને પોતાનું પ્રોડક્ટ પ્રદર્શિત કરી. તેમાં દોઢ વર્ષ જેટલો સમય લાગ્યો. 

વીડીયોમાં જુઓ સફળતાની ગાથા

ઔષધિઓની ખેતી કરી કરોડોની કમાણી કરે છે આ ખેડૂત, દુનિયાભરમાં વગાડ્યો ડંકો

શરૂ થઇ સફળતાની કહાની
દુકાને-દુકાને જઇને પ્રોડક્ટ બતાવવાનો ફાયદો થયો. નૌશાદે જણાવ્યું કે તેના લીધે આજે ફક્ત તમિલનાડુમાં તેમનો બિઝનેસ 600 કરોડ રૂપિયાનો છે. તેમણે કહ્યું કે બીજા SMEs પણ આ રીત અપનાવી શકે છે. Dare to Dream Awards ના આયોજન માટે તેમણે Zee Business ના વખાણ કર્યા અને કહ્યું કે એંટરપ્રેન્યોર્સને થોડા અવસર અને પ્રોત્સાહનની જરૂરિયાત છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More