Home> Business
Advertisement
Prev
Next

આનંદો! બસ આજના દિવસની રાહ અને...દિવાળી પહેલા વધશે કેન્દ્રીય કર્મચારીઓનો પગાર! ખાતામાં વધુ જબરા રૂપિયા!

7th Pay Commission DA Hike: દિવાળી પહેલા કેન્દ્રિય કર્મચારીઓને એક ખુશખબર મળી રહે તેવા એંધાણ મળી રહ્યા છે. કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થા (DA વધારો) અંગે નિર્ણય લેવામાં આવી શકે છે. આજની કેબિનેટ બેઠકમાં કેન્દ્રીય કર્મચારીઓના પગાર વધારા અંગે નિર્ણય લેવામાં આવી શકે છે.

આનંદો! બસ આજના દિવસની રાહ અને...દિવાળી પહેલા વધશે કેન્દ્રીય કર્મચારીઓનો પગાર! ખાતામાં વધુ જબરા રૂપિયા!

7th Pay Commission DA Hike: દેશભરરના 48 લાખથી વધારે કેન્દ્રિય કર્મચારી અને લગભગ 65 લાખ પેંશનર્સને દિવાળી રહેલા એક મોટી ભેટ મળી શકે છે. બાસ માત્ર આજે એટલે કે બુધવારની રાહ છે. આજે કેબિનેટની મીટિંગ થનાર છે, જેમાં કેન્દ્રિય કર્મચારીઓના મોંઘવારી ભથ્થાને (DA Hike) લઈને મહત્વનો નિર્ણય લેવામાં આવી શકે છે. આજની કેબિનેટ બેઠકમાં કેન્દ્રિય કર્મચારીઓની સેલરીમાં વધારાનો નિર્ણય લેવામાં આવી શકે છે.

પેટ્રોલ-ડીઝલના ભાવમાં ફરી થશે વધારો! IOCLએ જાહેર કર્યા નવા ભાવ, શું ગુજરાતમાં વધશે?

તમને જણાવી દઈએ કે કેન્દ્રિય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો થનાર છે. તેના પર આજે મોહર લાગી શકે છે. મોંઘવારી ભથ્થા પર મોહર લાગ્યા બાદ કર્મચારીઓની સેલરીમાં વધારો થશે. તેની સાથે તેમણે એરિયર્સના પૈસા પણ મળશે.

ભારત સામે હાર્યા બાદ પાકની માઠી દશા! લાગ્યો મોટો ઝટકો, મેનેજમેન્ટે જાહેર કર્યું નિવે

અત્યાર 42 ટકાના દરે મળે છે DA
ઓક્ટોબર મહીનામાં કર્મચારીઓને વધેલી સેલેરીની સાથે એરિયર્સના પૈસા પણ મળી શકે છે. હાલના સમયે કર્મચારીઓને 42 ટકાના દરથી મોંઘવારી ભથ્થાનો લાભ મળી શકે છે. જ્યારે 4 ટકાનો વધારો થશે તો 46 ટકાના દરે મોઘવારી ભથ્થું મળવા લાગશે.

બોલીવુડની અભિનેત્રીઓ નવરાત્રિમાં પહેરે છે કેવી ચણીયા ચોલી? તસવીરો જોઈ થઈ જશે ફિદા

3 મહીનાના પૈસા મળશે એરિયર્સના રૂપમાં!
આ મોંઘવારી ભથ્થાને 1 જુલાઈ 2023થી લાગૂ કરવામાં આવશે એટલે કર્મચારીઓને 3 મહીનાના પૈસા એરિયર્સના રૂપમાં મળી જશે. જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બરના મોંઘવારી ભથ્થાનું એરિયર્સ આપવામાં આવશે. છેલ્લે માર્ચ મહિનામાં પણ સરકારે 4 ટકાના દરે મોંઘવારી ભથ્થું વધાર્યું હતું.

નોકરીમાં અટક્યું હોય પ્રમોશન કે પગાર વધારો તો બુધવારે કરો આ ઉપાય, ઈચ્છા થશે પુરી

છેલ્લા 3 વર્ષથી ઓક્ટોબરમાં વધી રહ્યું છે DA
જો છેલ્લા 3 વર્ષનો ટ્રેન્ડ જોવામાં આવે તો સરકાર ઓક્ટોબર મહીનામાં મોંઘવારી ભથ્થાની જાહેરાત કરે છે. ઝી બિઝનેસના મતે, આ વખતે પણ આશા છે કે નવરાત્રિમાં સરકાર DA વધારવાની જાહેરાત કરી શકે છે. 18 ઓક્ટોબરે થનાર કેબિનેટ બેઠકમાં રહેલા એજન્ડામાં DA Hikeનો પણ સમાવેશ કરવામાં આવી શકે છે. જોકે, સરકાર તરફથી અત્યાર સુધી કોઈ પણ સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી.

નવરાત્રિમાં આ વખતે કેવી એસેસરીઝ મચાવી રહી છે ધૂમ? જાણો શું છે ટ્રેન્ડમાં

બેસિક પગાર - રૂ 56,900 રૂપિયા પર શું હશે ગણતરી?

  • >> મૂળભૂત પગાર - રૂ. 56,900
  • >> નવું DA (46 ટકા) – રૂ. 26,174 પ્રતિ માસ
  • >> વર્તમાન ડીએ (42 ટકા) – રૂ. 23,898 પ્રતિ માસ
  • >> કેટલું ડીએ વધ્યું - 2276 રૂપિયા પ્રતિ માસ
  • >> વાર્ષિક કેટલો વધારો થશે - રૂ. 27312

સ્થિતિ તંગ! ગાઝા હોસ્પિટલ પર રોકેટથી હુમલો, 500ના મોત, ચારેબાજુ વિક્ષત લાશોના અંબાર

બેસિક પગાર - રૂ. 18,000 રૂપિયા પર શું હશે ગણતરી ?

  • >> મૂળ પગાર - રૂ. 18,000
  • >> નવું DA (46 ટકા) – રૂ 8280 પ્રતિ મહિને
  • >> વર્તમાન ડીએ (42 ટકા) – રૂ 7560 પ્રતિ માસ
  • >> કેટલું ડીએ વધ્યું - 720 રૂપિયા પ્રતિ માસ
  • >> વાર્ષિક કેટલો વધારો થશે - 8640 રૂપિયા

ટીમ ઈન્ડિયા જ જીતશે વર્લ્ડ કપ! 2023માં 1983 જેવા જ બની રહ્યા છે આ 7 ગજબના સંયોગ

જો તમે કેબિનેટ મીટિંગમાં કર્મચારીના મોંઘવારી ભથ્થા પર મોહર વાગી જાય છે તો તેની ચૂકવણી ઓક્ટોબર મહીનાની સેલેરીમાં થઈ જશે. દિવાળી પહેલા જ કેન્દ્રિય કર્મચારીઓને વધેલા રૂપિયાનો લાભ મળી જશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More