Home> Business
Advertisement
Prev
Next

Loan EMI: આ સરકારી બેંકોના ગ્રાહકોને મોટો ઝટકો, ફરી મોંઘી થઈ લોન; બેંકે વધાર્યો MCLR

Bank of Baroda Loan: આરબીઆઇ તરફથી રેપો રેટમાં વધારો કરવામાં આવી રહ્યો છે. તેની અસર હવે જોવા મળી રહી છે. પબ્લિક સેક્ટરની બે બેંકોએ એમસીએલઆરમાં વધારો કર્યો છે. જેના કારણે લોન લેવી મોંઘ થઈ જશે.

Loan EMI: આ સરકારી બેંકોના ગ્રાહકોને મોટો ઝટકો, ફરી મોંઘી થઈ લોન; બેંકે વધાર્યો MCLR

MCLR Hike News: ભારતની મોટી સરકારી બેંકોમાંથી એક બેંક ઓફ બરોડાએ માર્જિનલ કોસ્ટ ઓફ લેન્ડિંગ રેટમાં વધારો કર્યો છે. આ ઉપરાંત ઇન્ડિયન ઓવરસીસ બેંકે પણ એમસીએલઆરમાં વધારો કર્યો છે. આ કારણથી બંને બેંકના કસ્ટમર પર હોમ લોન, કાર લોન, પર્સનલ લોન, એજ્યુકેશન લોનનો બોજો વધવાનો છે.

માર્જિનલ કોસ્ટ ઓફ લેન્ડિંગ રેટ કેટલો વધ્યો?
તમને જણાવી દઈએ કે, બંને બેંકોએ એમસીએલઆરમાં 0.10 ટકાનો વધારો કર્યો છે. આ નવા દર 10 સપ્ટેમ્બર 2022 થી લાગૂ થઈ ગયા છે. ઇન્ડિયન ઓવરસીસ બેંકે જણાવ્યું છે કે, આ વધારો દરેક ટર્મની લોન માટે લાગુ થશે.

આ પણ વાંચો:- અનુપમામાં આવશે મોટો ટ્વિસ્ટ, તોષુનું સત્ય બહાર આવતા કિંજલના પગતળે સરકી જશે જમીન?

ઇન્ડિયન ઓવરસીસ બેંક
ઇન્ડિયન ઓવરસીસ બેંકે એમસીએલઆરમાં 0.10 ટકાનો વધારો કર્યો છે. હવે બેંકનો નવો એમસીએલઆર એક દિવસ માટે 7.15 ટકા થઈ ગયો છે. ત્યારે 6 મહિનાનો MCLR 7.70 ટકા થઈ ગયો છે. જ્યારે એક વર્ષનો એમસીએલઆર 7.75 ટકા થઈ ગયો છે.

બેંક ઓફ બરોડા
બેંક ઓફ બરોડાનો એમસીએલઆરમાં વધારો થયા બાદ બેંકનો ઓવરનાઈટ એમસીએલઆર 7.50 ટકા થઈ ગયો છે. ત્યારે 3 મહિનાનો એમસીએલઆર 7.50 ટકા, 6 મહિનાનો એમસીએલઆર 7.65 ટકા અને 1 વર્ષની લોન પર એમસીએલઆર 7.80 ટકા થઈ ગયો છે.

આ પણ વાંચો:- હવે બિઝનેસ કરતા લોકોને પણ મળશે પેન્શન, EPFO બનાવી રહ્યું છે આ નવો પ્લાન!

MCLR વધવાથી શું પડશે અસર
તમને જણાવી દઈએ કે, હોમ લોન, પર્સનલ લોન, કાર લોન અને કોઈપણ પ્રકારની લોન પર કેટલું વ્યાજ વસૂલ કરશે. આ બધુ માર્જિનલ કોસ્ટ ઓફ લેન્ડિંગ રેટના આધારે નક્કી કરવામાં આવે છે. તેના આધારે લોન લેનારની મંથલી ઇએમઆઇ નક્કી થયા છે.

શું છે MCLR?
તમને જણાવી દઈએ કે, આરબીઆઇએ એપ્રિલ 2016 માં લોન લેવા માટે આ યોજના શરૂ કરવામાં આવી હતી. તેના અંતર્ગત કોઈપણ બેંક કોઈપણ ગ્રાહકને એમસીએલઆરથી ઓછામાં લોન આપી શકતી નથી. એટલે કે તમામ ગ્રાહકોથી વ્યાજ વસૂલ કરવાનો આ ન્યૂનતમ દર હોય છે. જોકે, બેંક આ રેટ ઉપરાંત પણ ગ્રાહકો પાસેથી વ્યાજ દર વસૂલી શકે છે. પરંતુ કોઈ પણ સંજોગોમાં આનાથી ઓછો ચાર્જ લેવામાં આવતો નથી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More