Home> Business
Advertisement
Prev
Next

500 રૂપિયાની નોટ પર અત્યંત મહત્વની અપડેટ, જો તમારી પાસે પણ હોય તો ખાસ જાણો

Currency Note Latest News: તમારી પાસે પણ જો 500 રૂપિયાની નોટ હોય તો આ સમાચાર તમારા  કામના છે.  સોશિયલ મીડિયા પર થોડા સમય પહેલા એક વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયોમાં નોટને નકલી બતાવવામાં આવી હતી. આ વિશે તમારે જાણવું ખુબ જરૂરી છે. 

500 રૂપિયાની નોટ પર અત્યંત મહત્વની અપડેટ, જો તમારી પાસે પણ હોય તો ખાસ જાણો

Currency Note Latest News: ભારતમાં નોટબંધી થઈ હતી. કેન્દ્ર સરકાર તરફથી કરાયેલી નોટબંધી બાદ ઈન્ડિયન કરન્સી અંગે અનેક સમાચારો સામે આવતા રહે છે. તમારી પાસે પણ જો 500 રૂપિયાની નોટ હોય તો આ સમાચાર તમારા  કામના છે. 500 રૂપિયાની નોટ વિશે રિઝર્વ બેંક તરફથી એક મહત્વની જાણકારી આપવામાં આવી છે. 

માર્કેટમાં 2 પ્રકારની છે 500 રૂપિયાની નોટ
માર્કેટમાં 500 રૂપિયાની નોટ 2 પ્રકારની જોવા મળે છે અને બંને નોટોમાં ખુબ મામૂલી તફાવત છે. આ બંને નોટોમાંથી એક પ્રકારની નોટ એવી છે જે નકલી ગણવામાં આવી છે. સોશિયલ મીડિયા પર થોડા સમય પહેલા એક વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયોમાં નોટને નકલી બતાવવામાં આવી હતી. આ વિશે તમારે જાણવું ખુબ જરૂરી છે. 

શું કહેવાયું છે વીડિયોમાં
વીડિયોમાં કહેવાયું છે કે તમારે 500 રૂપિયાની એવી કોઈ નોટ લેવી જોઈએ નહીં. જેમાં લીલી પટ્ટી આરબીઆઈ ગવર્નરની સહી પાસે થઈને પસાર ન થતી હોય અને ગાંધીજીની તસવીરની ખુબ નજીક હોય. આ વીડિયોમાં એવું પણ કહેવાયું કે એક પ્રકારની નોટ નકલી છે. આ વીડિયો વિશે પીઆઈબીએ ફેક્ટ ચેક કરેલું છે. ત્યારબાદ તેની સચ્ચાઈ સામે આવી છે. 

સોનાની ખરીદી માટે બદલાયો આ જરૂરી નિયમ, સોનું ખરીદવાના હોય તો ખાસ જાણો

મોટર ક્લેમના દાવામાં મોટો ચુકાદો, વિધવાના પુન:લગ્ન કરે તો પણ વળતર મેળવવા માટે હકદાર

સવાર સવારમાં ખુશખબર! એલપીજી સિલિન્ડરના ભાવ ઘટ્યા, જાણો લેટેસ્ટ રેટ

બંને પ્રકારની નોટ અસલી
વીડિયોના ફેક્ટ ચેક બાદ જાણવા મળ્યું છે કે આ વીડિયો સંપૂર્ણ રીતે નકલી છે. બજારમાં ચાલતી બંને પ્રકારની નોટ અસલી છે. તમારી પાસે 500 રૂપિયાની કોઈ પણ નોટ હોય તો ગભરાવવાની જરૂર નથી. આરબીઆઈએ કહ્યું છે કે બંને પ્રકારની નોટ માન્ય છે. 

વાયરલ મેસેજની આ રીતે સચ્ચાઈ ચકાસો
જો તમારી પાસે પણ આ પ્રકારનો કોઈ મેસેજ આવે તો બિલકુલ પરેશાન થવાની જરૂર નથી. આ પ્રકારનો ફેક મેસેજ કોઈની પણ સાથે શેર કરો નહીં. આ ઉપરાંત તમે કોઈ પણ ખબર વિશે ફેક્ટ ચેક કરાવી શકો છો. આ માટે તમારે ઓફિશિયલ લિંક https://factcheck.pib.gov.in/ પર જવાનું રહેશે. આ સિવાય તમે વોટ્સએપ નંબર +918799711259 કે પછી ઈમેઈલ pibfactcheck@gmail.com ઉપર પણ વીડિયો મોકલી શકો છો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More