Home> Business
Advertisement
Prev
Next

રેલ રાજ્યમંત્રી બોલ્યા- ટ્રેનમાં બુક નહીં થાય દરેક સીટ, જનરલ કોચ પણ પણ નહીં રહે


લૉકડાઉનમાં લાંબા સમય બાદ રેલ સેવા શરૂ થઈ રહી છે. અત્યારે માત્ર નક્કી કરાયેલી ટ્રેન શર થશે. આ વચ્ચે રેલવે રાજ્ય મંત્રીનું કહેવુ છે કે દરેક સીટ બુકિંગ માટે ઉપલબ્ધ રહેશે નહીં. 
 

રેલ રાજ્યમંત્રી બોલ્યા- ટ્રેનમાં બુક નહીં થાય દરેક સીટ, જનરલ કોચ પણ પણ નહીં રહે

નવી દિલ્હીઃ કોરોના સંકટ કાળ વચ્ચે આશરે 50 દિવસ બાદ ભારતીય રેલ સેવા ફરી શરૂ થઈ રહી છે. મંગળવારથી દિલ્હીથી 15 ટ્રેનોની સર્વિસ શરૂ થશે, આ માટે આજે સાંજે 4 કલાકથી બુકિંગ કરાવી શકાશે. પરંતુ આ બુકિંગ સામાન્ય થશે નહીં. કેન્દ્રીય રેલ રાજ્ય મંત્રી સુરેશ અંગાડીનું કહેવું છે કે શરૂઆતમાં બધી સીટોને બુક કરાશે નહીં, કારણ કે સોશિયલ ડિસ્ટેન્સિંગનું પાલન થવું જરૂરી છે. 

મંગળવારથી શરૂ થઈ રહેલી સર્વિસ માટે રેલ મંત્રીએ કહ્યું કે, રેલવેના સંચાલનમાં સોશિયલ ડિસ્ટેન્સિંગનું પાલન કરાવવામાં આવશે. તેવામાં તમામ સીટો બુકિંગ માટે ઉપલબ્ધ થશે નહીં. એટલે કે નક્કી કરાયેલી સીટોનું બુકિંગ થશે.

સમાચાર એજન્સી એએનઆઈને મંત્રીએ કહ્યું કે, 12 મેથી જે ટ્રેન શરૂ થશે, તેમાં માત્ર એસી કોચ હશે અને જનરલ કોચ હશે નહીં. જેથી ઓછામાં ઓછા લોકો જઈ શકે અને સોશિયલ ડિસ્ટેન્સિંગનું પાલન કરી શકાય. આ સિવાય ટ્રેન દરેક સ્ટોપ પર રોકાશે નહીં, નક્કી કરીલા સ્થળે જ ઊભી રહેશે. 

દિલ્હીથી અમદાવાદ સહિત આ 15 શહેરો માટે દોડશે ટ્રેનો, અહીંથી કરી શકશો ટિકીટ બુકિંગ, જાણો કેટલું હશે ભાડું

ઉલ્લેખનીય છે કે લૉકડાઉન વચ્ચે આશરે 50 દિવસ બાદ રેલવેએ વિશેષ 15 ટ્રેન ચલાવવાનો નિર્ણય લીધો છે. આ ટ્રેન દિલ્હીથી રવાના થશે અને 15 અલગ-અલગ શહેરોમાં જશે. આ શહેરોમાં ડિબ્રૂગઢ, અગરતલા, હાવડા, પટના, બિલાસપુર, રાંચી, ભુવનેશ્વર, સિકંદરાબાદ, બેંગલુરૂ, ચેન્નઈ, તિરુવનંતપુરમ, મડગાંવ, મુંબઈ સેન્ટ્રલ, અમદાવાદ અને જમ્મૂ તવી સામેલ છે. 

આ ટ્રેનો માટે કેટલાક વિશેષ નિયમો બનાવવામાં આવ્યા છે, જેનું પાલન કરવાનું રહેશે.

- સમય પહેલા સ્ટેશન પર પહોંચવુ પડશે.

- માસ્ક પહેરવું જરૂરી છે.

- માત્ર આઈસીટીસીની વેબસાઇટ પર બુકિંગ થશે.

- એજન્ટ દ્વારા બુક ટિકિટ માન્ય રહેશે નહીં.

- માત્ર કન્ફર્મ ટિકિટ માન્ય રહેશે.

- જેને તાવના લક્ષણો હશે તેને યાત્રીની મંજૂરી નહીં. 

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More