Home> Business
Advertisement
Prev
Next

કોરોનાની અસર : દ્વારકા મંદિરની આવકમાં સીધો 40 ટકાનો ઘટાડો થયો

કોરોનાની અસર : દ્વારકા મંદિરની આવકમાં સીધો 40 ટકાનો ઘટાડો થયો
  • લોકોડાઉન અને કોરોનાના કારણે મંદિર બંધ હોવાથી દ્વારકા મંદિરની આવકમાં મોટો ઘટાડો થયો
  • કરોડો યાત્રિકોની આસ્થાનું કેન્દ્ર દ્વારકા હોઈ ત્યારે મંદિરની આવકમાં સતત વધારો થતો રહે છે

દિનેશ વિઠ્ઠલાણી/દ્વારકા :જગત મંદિર દ્વારકા સમગ્ર મંદિરમાં પ્રખ્યાત છે. આસ્થા અને ભક્તિ ધરાવતા અનેક શ્રદ્ધાળુઓ દર વર્ષે અહી માથુ ટેકવે છે. આ મંદિરમાં લોકો દિલ ખોલીને દ્વારકાધીશ માટે દાન કરતા હોય છે. ત્યારે યાત્રાધામ દ્વારકાના જગત મંદિરની વર્ષ 2020-21 ની આવક જાહેર કરવામાં આવી છે. જોકે, કોરોનાને કારણે દર વર્ષની સરખામણીએ મંદિરના આવકમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. ગત વર્ષની સરખામણીએ દ્વારકા મંદિરની આવકમાં સીધો 40 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. વર્ષ 2020-21 માં મંદિરને 6.35 કરોડની રોકડ આવક સાથે 409 ગ્રામ સોનુ અને 19.62 કિલોગ્રામ ચાંદીની આવક થઈ છે. 

લોકોડાઉન અને કોરોનાના કારણે મંદિર બંધ હોવાથી દ્વારકા મંદિરની આવકમાં મોટો ઘટાડો થયો છે. મંદિર દ્વારા આ આંકડા જાહેર કરવામાં આવ્યા છે. 2013-14ના વર્ષથી આવકના આંકડા પર એક નજર કરીએ તો દ્વારકા મંદિરની આવકમાં દર વર્ષે વધારો થતો જાય છે. સાથે જ સોના-ચાંદીની આવકમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. કરોડો યાત્રિકોની આસ્થાનું કેન્દ્ર દ્વારકા હોઈ ત્યારે મંદિરની આવકમાં સતત વધારો થતો રહે છે. પણ કોરોનાએ મંદિરની આવક પર પણ અસર કરી છે. 

આ પણ વાંચો : રાજકોટમાં કોરોનાથી મોતના આંકડામાં જમીન-આસમાનનો તફાવત, સ્મશાન ગૃહોમાં પણ લાંબું વેઈટિંગ

  • વર્ષ 2019-2020 

વાર્ષિક આવક - 11,03,15,220 કરોડ રૂપિયા
સોનુ - 639.20 ગ્રામ 
ચાંદી - 43,963 ગ્રામ 

  • વર્ષ 2018-19 

વાર્ષિક આવક - 12.18 કરોડ રૂપિયા
સોનુ - 812 ગ્રામ 
ચાંદી - 41 કિલો 
(આગામી વર્ષ વર્ષ કરતા આવકમાં 76 લાખ રૂપિયાનો ઘટાડો થયો હતો)

  • વર્ષ 2017-18 

વાર્ષિક આવક - 12.94 કરોડ રૂપિયા
સોનુ - 691 ગ્રામ 
ચાંદી - 49,982 ગ્રામ 
(આગામી વર્ષની સરખામણીમાં આ વર્ષે 3 કરોડ જેટલી આવક વધી હતી) 

  • વર્ષ 2016 - 17 

વાર્ષિક આવક - 10,00,93,302 કરોડ રૂપિયા
સોનુ - 1 કિલો 700 ગ્રામ 
ચાંદી - 24 કિલો 300 ગ્રામ 

  • વર્ષ 2015-16

વાર્ષિક આવક - 9.16 કરોડ રૂપિયા
સોનુ - ૨.૮૦૦ કિ.ગ્રા.
ચાંદી - ૨૧.૬૦૦ કિ.ગ્રા.

  • વર્ષ 2014-15  

વાર્ષિક આવક - 7.97 કરોડ રૂપિયા 
સોનુ - 415 ગ્રામ 
ચાંદી 35 કિલો 

  • વર્ષ 2013-14 

વાર્ષિક આવક - 7.41 કરોડ રૂપિયા  
સોનુ - 600 ગ્રામ 
ચાંદી - 24 કિલો 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More