Home> Business
Advertisement
Prev
Next

પેટ્રોલ-ડિઝલ બાદ હવે CNGના ભાવમાં થયો વધારો, જાણો કિંમતોમાં કેટલો થયો ફેરફાર

સીએનજીના ભાવમાં થયેલા વધારા બાદ દિલ્હીમાં હવે સીએનજી 44.30 રૂપિયા પ્રતિ કિલો મળશે. જ્યારે નોઇડા, ગ્રેટર નોઇડા અને ગાઝિયાબાદમાં 51.25 રૂપિયા પ્રતિ કિલો થશે.  
 

પેટ્રોલ-ડિઝલ બાદ હવે CNGના ભાવમાં થયો વધારો, જાણો કિંમતોમાં કેટલો થયો ફેરફાર

નવી દિલ્હી: પેટ્રોલના ભાવમાં થયેલા રેકોર્ડ બ્રેક વધારાનો મારો સહન કરી રહેલા લોકોને મોધવારીનો વધુ એક ઝટકો સહન કરવો પડશે. સરકારે રવિવારે સીએનજીના ભાવોમાં પણ વધારો પણ કરી દીધો છે. દિલ્હીમાં સીએનજીના ભાવમાં 1.70 રૂપિયા પ્રતિ કિલો તથા નોઇડામાં 1.95 રૂપિયા પ્રતિ કિલોનો વધારો કરવામાં આવ્યો છે. ઇન્દ્રપ્રસ્થ ગેસ લિમિટેડે કહ્યુ કે, સીએનજીના ભાવમાં થયેલો વધારો 30 સપ્ટેમ્બરે મોડી રાતથી લાગુ કરવામાં આવશે.  

સીએનજીના ભાવોમાં વધારો કર્યા બાદ દિલ્હીમાં હવે સીએનજી 44.30 રૂપિયા પ્રતિ કિલોના ભાવ પર મળશે. નોઇડા, ગ્રેટર નોઇડા અને ગાઝિયાબાદમાં કિંમત 51.25 રૂપિયા પ્રતિ કિલો થશે. હરિયાણાના રેવાડીમાં સીએનજીનો ભાવ 54.05 પ્રતિકિલોના દરે વેચવામાં આવ્યા છે. 

પ્રાકૃતિક ગેસની કિંમતોમાં વધારો કરનારા દેશો જેવા કે, અમેરિકા, રૂસ, અને કેનેડામાં સરેરાશ દર આધારે દર છ મહિને સંશોધિત કરવામાં આવે છે. ભારત તેના ઉપયોગનો 50 ટકા ગેસ આયાત કરે છે. જેની કિંમતો ધરેલુ ભાવ કરતા બમણી થઇ જાય છે.  

પ્રાકૃતિક ગેસના ભાવોમાં થયો 10 ટકાનો વઘારો 
પેટ્રોલ અને ડિઝલની કિંમતોમાં આવેલા વધારા બાદ સરકારે પાકૃતિક ગેસના ભાવોમાં 10 ટકાનો વઘારો કરવાના આદેશ કરી દીધો છે. આ ભાવ વધારો 1 ઓક્ટોબરથી લાગુ કરી દેવામાં આવશે. સરકાર દ્વાર લેવાયેલા આ નિર્ણયથી વિજળી અને યુરિયાની ઉત્પાકતામાં ખર્ચ વધશે. પેટ્રોલિયમ મંત્રાલય અને પેટ્રોલિયમ યોજના વિશ્લેષણ અનુસાર, પ્રાકૃતિક ગેસના મોટા ભાગના ઉત્પાકોને આપવામાં આવતી કિંમતોમાં 3.6 ડોલર પ્રતિ 10 લાખ બ્રિટિશ થર્મલ યુનિટથી વધારીને 3.36 ડોલર કરી દેવામાં આવ્યો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More