Home> Business
Advertisement
Prev
Next

CNG Price Hike : પેટ્રોલ પહેલાં વધી ગયા સીએનજીના ભાવ, આવતી કાલથી મળશે આ ભાવે

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધની અસર હવે સ્થાનિક બજારમાં ઈંધણની કિંમતો પર દેખાઈ રહી છે. જો તમે CNG કાર ચલાવો છો તો આ સમાચાર તમારા માટે છે. ક્રૂડ ઓઈલ અને કીમતી ધાતુઓની કિંમતમાં વધારો થયા બાદ હવે સીએનજીના ભાવમાં વધારો થયો છે.

CNG Price Hike : પેટ્રોલ પહેલાં વધી ગયા સીએનજીના ભાવ, આવતી કાલથી મળશે આ ભાવે

નવી દિલ્હી: CNG Price Hike : રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધની અસર હવે સ્થાનિક બજારમાં ઈંધણની કિંમતો પર દેખાઈ રહી છે. જો તમે CNG કાર ચલાવો છો તો આ સમાચાર તમારા માટે છે. ક્રૂડ ઓઈલ અને કીમતી ધાતુઓની કિંમતમાં વધારો થયા બાદ હવે સીએનજીના ભાવમાં વધારો થયો છે. દિલ્હી-એનસીઆર સીએનજીના દરમાં રૂ. 1 રૂપિયા સુધીનો વધારો કરવામાં આવ્યો છે.

આવતીકાલે સવારે 6 વાગ્યાથી લાગુ થશે નવા દરો
CNGના વધેલા ભાવ 8 માર્ચ 2022ના રોજ સવારે 6 વાગ્યાથી લાગુ થશે. રાજધાની દિલ્હીમાં હવે CNG પહેલા કરતા 50 પૈસા મોંઘો થશે. અત્યાર સુધી દિલ્હીમાં CNGનો દર 57.01 રૂપિયા પ્રતિ કિલો હતો, જે મંગળવાર સવારથી વધીને 57.51 રૂપિયા પ્રતિ કિલો થઈ જશે. આ સિવાય નોઈડા, ગ્રેટર નોઈડા અને ગાઝિયાબાદમાં CNG 1 રૂપિયા પ્રતિ કિલો મોંઘો થશે.

પેટ્રોલ અને ડીઝલના ભાવ પણ વધશે!
ત્રણેય શહેરોમાં સીએનજીનો દર 58.58 રૂપિયા પ્રતિ કિલો છે, જે મંગળવાર સવારથી વધીને 59.58 રૂપિયા પ્રતિ કિલો થઈ જશે. પાંચ રાજ્યોમાં ચૂંટણી પૂર્ણ થયા બાદ ટૂંક સમયમાં જ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પણ વધારો થવાની સંભાવના છે. નિષ્ણાતોને આશા છે કે પેટ્રોલના ભાવમાં 10થી 16 રૂપિયા અને ડીઝલના ભાવમાં 8થી 12 રૂપિયાનો વધારો થઈ શકે છે. કિંમતોમાં આ વધારો વિવિધ તબક્કામાં લાગુ થશે.

Petrol-Diesel prices: આજ રાતથી વધી શકે છે પેટ્રોલ-ડીઝલના ભાવ! જાણો લેટેસ્ટ અપડેટ

અહીં પણ મોંઘો થયો છે સીએનજી
- ગુરુગ્રામમાં 65.38 રૂપિયા પ્રતિ કિલોથી 65.88 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી ગયો છે.
-  રેવાડીમાં ભાવ રૂ. 67.48 થી વધીને રૂ. 67.98 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી ગયો છે.
- કરનાલ અને કૈથલમાં CNG 50 પૈસા મોંઘો થયો, 66.18 રૂપિયા પ્રતિ કિલો થયો છે.
- મુઝફ્ફરનગર જીએમાં ભાવ વધીને રૂ. 64.28 પ્રતિ કિલો થયો છે .
- કાનપુર જીએમાં રેટ રૂ. 67.82 થી વધીને રૂ. 68.82 પ્રતિ કિલો થયો છે.
- અજમેર GAમાં CNG રૂ. 67.31 થી વધીને રૂ. 67.81 પ્રતિ કિલો થયો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More