Home> Business
Advertisement
Prev
Next

આ કંપની લાવી શાનદાર ઓફર, માત્ર ₹1809 બુક કરો ફ્લાઇટની ટિકિટ, જાણો વિગત

Vistara Anniversary Sale: વિસ્તારા એરલાયન્સે પોતાના 9 વર્ષ પૂરા થવા પર ખાસ એનિવર્સરી સેલની જાહેરાત કરી છે, જેમાં માત્ર 1809 રૂપિયામાં ફ્લાઇટની ટિકિટ મળશે. 

આ કંપની લાવી શાનદાર ઓફર, માત્ર ₹1809 બુક કરો ફ્લાઇટની ટિકિટ, જાણો વિગત

નવી દિલ્હીઃ Vistara Anniversary Sale: ટાટા ગ્રુપની એરલાઇન કંપની વિસ્તારા પોતાના 9 વર્ષ પૂરા કરી રહી છે, જેના માટે Vistara એ ખાસ એનિવર્સિરી સેલની જાહેરાત કરી છે. વિસ્તારા એરલાયન્સના આ Anniversary Sale ઓફરમાં તમને ટ્રેનથી પણ ઓછી કિંમતમાં ફ્લાઇટની ટિકિટ બુક કરવાની તક મળી રહી છે. એરલાયન્સની એનિવર્સરી સેલમાં માત્ર 1809 રૂપિયામાં હવાઈ યાત્રા કરી શકશો. વિસ્તારાએ જણાવ્યું કે કસ્ટમર્સ માટે સ્પેશિયલ સેલ 11 જાન્યુઆરી સુધી વેલિડ છે.

વિસ્તારાનો એનિવર્સરી સેલ
વિસ્તારા એરલાયન્સે સોશિયલ મીડિયા પર જણાવ્યું કે અમે 9 વર્ષ પૂરા થવાની ઉજવણી કરી રહ્યાં છીએ. તેને લઈને અમે એનિવર્સરી સેલની જાહેરાત કરી છે. આ ઓફર એરલાયન્સના ત્રણેય ક્લાસ (ઇકોનોમી, પ્રીમિયમ ઈકોનોમી અને બિઝનેસ ક્લાસ) પર લાગૂ છે. જેમાં પેસેન્જર્સ 9 જાન્યુઆરી 2024થી લઈને 30 સપ્ટેમ્બર 2024 માટે ફ્લાઇટ બુક કરી શકે છે. 

1809 રૂપિયામાં મળશે ફ્લાઇટ ટિકિટ
વિસ્તારાએ એનિવર્સરી સેલમાં યાત્રીકોને ત્રણેય ક્લાસ- ઇકોનોમી, પ્રીમિયમ ઇકોનોમી અને બિઝનેસ ક્લાસમાં ઓફર મળી રહી છે. ડોમેસ્ટિક યાત્રીકો માટે ઇકોનોમી ક્લાસમાં 1809 રૂપિયા (ગુવાહાટી-ડિબ્રૂગઢ), પ્રીમિયમ ઇકોનોમી ક્લાસમાં 2309 રૂપિયા (ગુવાહાટી-ડિબ્રૂગઢ) અને બિઝનેસ ક્લાસમાં 9909 રૂપિયા (અમદાવાદ-મુંબઈ) શરૂ થઈ રહી છે. 

આ પણ વાંચોઃ કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર, મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો સંભવ, જાણો વિગત

તો વિસ્તારા ઈન્ટરનેશનલ ફ્લાઇટ્સ પર પણ આ ઓફર આપી રહ્યું છે. પેસેન્જર્સ ઇકોનોમી ક્લાસમાં 9999 રૂપિયા (દિલ્હી-કાઠમાંડૂ), પ્રીમિયમ ઇકોનોમી ક્લાસમાં 13499 રૂપિયા  (દિલ્હી-કાઠમાંડૂ), અને બિઝનેસ ક્લાસમાં ફેયર 29999 રૂપિયા (દિલ્હી-ઢાકા) શરૂ થઈ રહી છે. 

ક્યારથી કરી શકશો બુકિંગ
વિસ્તારા એરલાયન્સની ઓફિશિયલ વેબસાઇટ પ્રમાણે પેસેન્જર્સ માટે આ એનિવર્સરી સેલ 9 જાન્યુઆરી 2024થી શરૂ થઈ 11 જાન્યુઆરી 2024 સુધી ચાલશે, જેમાં તમે 9 જાન્યુઆરી 2024થી લઈને 30 સપ્ટેમ્બર, 2024 માટે ફ્લાઇટની ટિકિટ બુક કરી શકો છો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More