Home> Business
Advertisement
Prev
Next

કરદાતાઓને મોટી રાહત, 31 ડિસેમ્બર સુધી વધી ITR ફાઇલિંગની ડેડલાઇન

નાણા મંત્રાલયે એક નિવેદન બહાર પાડીને આ માહિતી આપી છે. મંત્રાલયે કહ્યું છે કે, "એસેસમેન્ટ વર્ષ 2021-2022 માટે આવકવેરા રિટર્ન ભરવાની છેલ્લી તારીખ અગાઉ 31 જુલાઈ હતી. તે પહેલા 30 સપ્ટેમ્બર સુધી લંબાવવામાં આવી હતી. હવે ફરી એક વખત આ સમયમર્યાદા વધારીને 31 ડિસેમ્બર, 2021 કરી દેવામાં આવી છે.

કરદાતાઓને મોટી રાહત, 31 ડિસેમ્બર સુધી વધી ITR ફાઇલિંગની ડેડલાઇન

નવી દિલ્હીઃ સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સેશન (CBDT) એ એવા કરદાતાઓને મોટી રાહત આપી છે જેમણે હજુ સુધી આવકવેરા રિટર્ન ફાઇલ કર્યા નથી. CBDT એ માહિતી આપી હતી કે એસેસમેન્ટ વર્ષ 2021-22 માટે આવકવેરા રિટર્ન ભરવાની અંતિમ તારીખ 31 ડિસેમ્બર, 2021 સુધી લંબાવવામાં આવી છે.

નાણા મંત્રાલયે એક નિવેદન બહાર પાડીને આ માહિતી આપી છે. મંત્રાલયે કહ્યું છે કે, "એસેસમેન્ટ વર્ષ 2021-2022 માટે આવકવેરા રિટર્ન ભરવાની છેલ્લી તારીખ અગાઉ 31 જુલાઈ હતી. તે પહેલા 30 સપ્ટેમ્બર સુધી લંબાવવામાં આવી હતી. હવે ફરી એક વખત આ સમયમર્યાદા વધારીને 31 ડિસેમ્બર, 2021 કરી દેવામાં આવી છે." આનો અર્થ એ થયો કે હવે તમે 31 ડિસેમ્બર સુધી ITR ફાઇલ કરી શકો છો.

પોર્ટલમાં સમસ્યા આવી રહી હતી: આ નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે જ્યારે કરદાતાઓને નવા ITR પોર્ટલ પર ITR ફાઇલ કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તાજેતરમાં, નાણામંત્રી નિર્મલા સીતારમણે પોર્ટલમાં ખામીઓ સુધારવા માટે ઇન્ફોસિસને 15 સપ્ટેમ્બર સુધીનો સમય આપ્યો હતો. આ પોર્ટલ ઇન્ફોસિસ દ્વારા જ બનાવવામાં આવ્યું છે.

આ પણ વાંચોઃ દેવામાં ડૂબેલા અનિલ અંબાણીને મોટી રાહત, દિલ્હી મેટ્રોએ આપવા પડશે 4600 કરોડ રૂપિયા  

જો કે, આવકવેરા વિભાગનું કહેવું છે કે નવા ITR પોર્ટલ પર ઘણા ટેક્નિકલ મુદ્દાઓ ઉકેલાયા છે. વિભાગ અનુસાર, નાણાકીય વર્ષ 2020-21 માટે અત્યાર સુધીમાં 1.19 કરોડ આવકવેરા રિટર્ન ફાઈલ કરવામાં આવ્યા છે. વિભાગના નિવેદન અનુસાર, 7 સપ્ટેમ્બર સુધી 8.83 કરોડ ચોક્કસ કરદાતાઓ પોર્ટલ પર 'લોગ ઇન' થયા હતા. સપ્ટેમ્બરમાં દરરોજ સરેરાશ 15.55 લાખ કરદાતાઓ પોર્ટલ પર 'લોગ ઇન' થયા છે. આંકડા દર્શાવે છે કે સપ્ટેમ્બર 2021 માં દૈનિક ધોરણે આવકવેરા રિટર્ન ફાઈલિંગ 3.2 લાખ સુધી પહોંચી ગયું છે.

67,400 કરોડનું રિફંડ: દરમિયાન, ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ પાંચ મહિનામાં આવકવેરા વિભાગે 67 હજાર કરોડ રૂપિયાથી વધુના ટેક્સ રિફંડ જારી કર્યા છે. તાજેતરમાં, આઈટી વિભાગે કહ્યું હતું કે 1 એપ્રિલ, 2021 થી 30 ઓગસ્ટ, 2021 દરમિયાન, 23.99 લાખ કરદાતાઓને 67,401 કરોડ રૂપિયાના ટેક્સ રિફંડ આપવામાં આવ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More