Home> Business
Advertisement
Prev
Next

Warren Buffett કેવી રીતે બન્યા વિશ્વના સૌથી મોટા રોકાણકાર અને દાનવીર, આ Tips અપનાવશો તો તમે પણ થઈ જશો માલામાલ

30 ઓગસ્ટ, 1930ના અમેરિકાના નેબ્રાસ્કામાં એક સાધારણ પરિવારમાં વોરન બફેટનો જન્મ થયો હતો. ત્યારે ભાગ્યે જ લોકોએ વિચાર્યું હશે કે ભવિષ્યમાં આ બાળક કેટલું મોટું નામ મેળવશે. વોરન બફેટ અત્યારે 90 વર્ષના છે. તેઓ પ્રખ્યાત બર્કશાયર હૈથવે કંપનીના ચીફ એક્સિક્યુટિંગ ઓફિસર (CEO) અને તેઓ ઈતિહાસના સૌથી સફળ રોકાણકારોમાંના એક શેર ધારક છે. તેમને શેર બજારની દુનિયાના સૌથી મહાન રોકાણકાર માનવામાં આવે છે. તેઓ અમેરિકાના ખ્યાતનામ રોકાણકાર, ઉદ્યોગપતિ અને બહું મોટા દાતા છે.

Warren Buffett કેવી રીતે બન્યા વિશ્વના સૌથી મોટા રોકાણકાર અને દાનવીર, આ Tips અપનાવશો તો તમે પણ થઈ જશો માલામાલ

ઝી બ્યૂરો, અમદાવાદઃ તમે દુનિયાના કેટલાક સૌથી અમીર લોકોના નામ તો સાંભળ્યા જ હશે. જેવા કે બિલ ગેટ્સ, જેફ બેઝોસ, ઈલોન મસ્ક. આ બધામાં વધુ એક વ્યક્તિ અમીર લોકોની લીસ્ટમાં આવે છે. જેનું નામ છે વોરન બફેટ. દુનિયાના ટોપ 10 અમીર લોકોની લીસ્ટમાં વોરન બફેટનું નામ આવે છે. તો આવો જાણીએ વોરન બફેટ વિશે કેટલીક અજાણી વાતો.

fallbacks

30 ઓગસ્ટ, 1930ના અમેરિકાના નેબ્રાસ્કામાં એક સાધારણ પરિવારમાં વોરન બફેટનો જન્મ થયો હતો. ત્યારે ભાગ્યે જ લોકોએ વિચાર્યું હશે કે ભવિષ્યમાં આ બાળક કેટલું મોટું નામ મેળવશે. વોરન બફેટ અત્યારે 90 વર્ષના છે. તેઓ પ્રખ્યાત બર્કશાયર હૈથવે કંપનીના ચીફ એક્સિક્યુટિંગ ઓફિસર(CEO) અને તેઓ ઈતિહાસના સૌથી સફળ રોકાણકારોમાંના એક શેર ધારક છે. તેમને શેર બજારની દુનિયાના સૌથી મહાન રોકાણકાર માનવામાં આવે છે. તેઓ અમેરિકાના ખ્યાતનામ રોકાણકાર, ઉદ્યોગપતિ અને બહું મોટા દાતા છે.

જે ભાષામાં સપનાઓ અને વિચારો આવે છે તે તમારી માતૃભાષા

વોરન બફેટને નાનપણથી જ રોકાણ અને બચત કરવાનો શોખ હતો. એક રિપોર્ટ મુજબ, તેમણે પોતાના જીવનમાં સૌથી પહેલી વાર ત્યારે રોકાણ કર્યું હતું, જ્યારે તેઓ માત્ર 11 વર્ષના હતા. વર્ષ 1942માં તેમણે સિટીઝ સર્વિસના સ્ટોકને 38 ડોલર પ્રતિ શેરના હિસાબથી ખરીદ્યા હતા. નાની ઉંમરમાં વોરન બફેટે પોતાની સફળતાની વાર્તા લખવા માટે મહેનત શરૂ કરી દીધી હતી. એક રિપોર્ટ મુજબ માત્ર 16 વર્ષની ઉંમરમાં તેમણે 53 હજાર ડોલર એટલે કે આજના જમાના મુજબ આશરે 38 લાખ રૂપિયાની સંપત્તિના માલિક બની ગયા હતા. વોરન બફેટ આજે અરબો-ખરબોના માલિક છે. તેમની પાસે 6090 કરોડ ડોલર એટલે કે 5 લાખ કરોડ રૂપિયાની સંપત્તિ છે. અઢળક સંપત્તિ હોવા છતાં તેમને મોંઘી વસ્તુઓનો શોખ નથી. હા, પણ તેઓ એક મોટા દાનવીર છે. એક રિપોર્ટ મુજબ, તેમણે 14 વર્ષમાં 2.6 લાખ કરોડ રૂપિયા દાન કર્યા છે.

આવો જાણીએ વોરન બફેટની 5 ટીપ્સ, જેના દ્વારા તેઓ અરબપતિ બન્યા

1) બધા લાલચું થઈ જાય તો ડરો, બધા ડરે તો લાલચું થઈ જાવ
કોરોના કાળમાં અનેક લોકોએ વોરન બફેટની આ ટીપનો ઉપયોગ કર્યો. કોરોનાને કારણે શેર બજારમાં ભારે કડાકો જોવા મળ્યો હતો. જો કે આ કારણે ઘણા લોકો લાલચું થયા. એટલે કે તેમણે શેર બજારમાં ભારે રોકાણ કર્યું. ત્યારે જ શેર બજાર રોજ એક નવો રેકોર્ડ સ્થાપિત કરી રહ્યું છે. 30 ડિસેંબર સુધી ડિમેટ એકાઉન્ટની સંખ્યા 5.87 કરોડને પાર થઈ હતી. જે 2019ની સરખામણીએ 28 ટકા વધુ છે.

2) હંમેશા ક્વોલિટી સ્ટોક્સ ખરીદવા, જેના ભાવ ઓછા હોય
વોરન બફેટ માત્ર ક્વોલિટી સ્ટોક્સ ખરીદવા પર ભરોસો કરે છે. તેમનું માનવું છે કે ક્વોલિટી જોઈએ તો કિંમત પણ ચુકવવી પડે. સાથે જ ક્વોલિટી સ્ટોક્સના શાનદાર રિટર્ન પણ મળે છે. કોરોના કાળમાં વાયરસના ડરથી 180 સારા સ્ટોક્સમાં શરૂઆતના 3 મહિનામાં 50 ટકાનો ઘટાડો નોંધાયો...આ દરમિયાન 300 સ્ટોક્સમાં માર્ચ સુધીમાં 40 ટકાનો ઘટાડો નોંધાયો. સૌથી ઓછી કિંમતમાં સારા સ્ટોક્સ ખરીદવાનો આ શાનદાર મોકો હતો, જેમાં ઘણા લોકોએ રોકાણ કર્યું.

3) મોકો કોઈવાર જ આવે છે
જ્યારે તક મળે ત્યારે તેને મુકવી ન જોઈએ. એક-બે નહીં પરંતુ સેન્સેક્સ નજીક 260 શેર બમણી કિંમતના થઈ ગયા. આ દરમિયાન 52 સપ્તાહમાં ન્યૂનતમ સ્તરે જે લોકોએ આ શેર ખરીદ્યાં, તેમને તગડો નફો થયો હતો. આ લીસ્ટમાં લાર્જ કેપથી લઈ મિડ કેપ અને સ્મોલ કેપ શેર પણ સામેલ છે.

4) શેર બજારમાં ધીરજનું ફળ મીઠું
શેર બજારમાં જે લોકો ધીરજ રાખે છે, તેમને વધુ ફાયદો થાય છે. સેન્સેક્સ પહેલા 40 હજારને પાર રહેતું. ત્યારે અનેક લોકો રોકાણ કરતા આજે તેમને અઢળક ફાયદો થયો છે. કારણ કે સેન્સેક્સ 50 હજારની ઐતિહાસિક સપાટી પર જોવા મળે છે. કોરોનાકાળમાં શેર બજારમાં રોકાણ કરતા લોકોની સંખ્યામાં ખાસો વધારો જોવા મળ્યો છે. જેમાં મોટા ભાગે રોકાણકારો નહીં, પરંતુ ટ્રેડર છે.

5) જો તમે રોકાણ નથી કરતા, તો તમે મોટી ભુલ કરો છો
વોરન બફેટે કહ્યું કે સમય સાથે વસ્તુઓની કિંમત વધે છે. તેવામાં આજે તમે કોઈ વસ્તુ ખરીદો છો, તે થોડા વર્ષો બાદ તેટલા જ રૂપિયામાં નહીં મળે. આવા સમયે રોકાણ કરવું જરૂરી છે. જેથી તમે ભવિષ્યમાં આવતી મોંઘવારીનો માર સહન કરી શકો. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More