Home> Business
Advertisement
Prev
Next

Sebi Chief માધવી બુચ મામલે મોટો ધડાકો! ભાજપના પૂર્વ સાંસદના દાવાથી મચ્યો હડકંપ

Sebi Chief Case: સેબી ચીફ માધવી બુચ ફરી એકવાર વિવાદોમાં છે... દિલ્લી હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવેલી એફિડેવિટમાં વરિષ્ઠ વકીલ સુબ્રમણ્યમ સ્વામીએ સેબી ચીફ માધવી  બુચ પર ગંભીર આરોપ લગાવ્યા છે... 

Sebi Chief માધવી બુચ મામલે મોટો ધડાકો! ભાજપના પૂર્વ સાંસદના દાવાથી મચ્યો હડકંપ
  • સેબી ચીફ માધવી બુચ પર મોટો ખુલાસો
  • પૂર્વ સાંસદ સુબ્રમણ્યમ સ્વામીના ગંભીર આરોપ
  • એક્સિસ-મેક્સ ગોટાળામાં લીપાપોતી: સ્વામી
  • માધવી મેક્સમાં મોટા પરદા પર રહી છે: સ્વામી
  • સ્વામીની અરજી પર દિલ્લી હાઈકોર્ટનો આદેશ
  • કાયદા અંતર્ગત એક્શન લે સેબી: હાઈકોર્ટ

Sebi Chief Case: સેબી ચીફ માધવી બુચ પર થયો છે વિસ્ફોટક ખુલાસો... વરિષ્ઠ વકીલ અને ભાજપના પૂર્વ સાંસદ સુબ્રમણ્યમ સ્વામીનો દાવો છે કે માધવી બુચે પોતાના પાવરનો ઉપયોગ કરીને મેક્સ હેલ્થકેર અને એક્સિસ બેંકની વચ્ચે થયેલા મોટા સ્કેમ પર પડદો નાંખ્યો... કેમ કે આ મામલામાં પણ સેબી લીપાપોતી કરી રહી છે... દિલ્લી હાઈકોર્ટમાં દાખલ સ્વામીની અરજી પછી હાઈકોર્ટે સેબી ચીફ સામે મોટો આદેશ આપ્યો છે... શું છે આ આદેશ?.. શું માધવી બુચની મુશ્કેલીમાં વધારો થશે?... જાણો વિગતવાર આ અહેવાલમાં...

સેબી ચીફ માધવી બુચ ફરી એકવાર વિવાદોમાં છે... દિલ્લી હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવેલી એફિડેવિટમાં વરિષ્ઠ વકીલ સુબ્રમણ્યમ સ્વામીએ સેબી ચીફ માધવી  બુચ પર ગંભીર આરોપ લગાવ્યા છે... 13 માર્ચ 2024માં હાઈકોર્ટમાં દાખલ એફિડેવિટમાં સુબ્રમણ્યમ સ્વામીએ દાવો કર્યો કે સેબી અધ્યક્ષ 4 ફેબ્રુઆરી 2015થી 3 એપ્રિલ 2017 સુધી મેક્સ હેલ્થકેર ઈન્સ્ટીટ્યૂટમાં એડિશનલ ડિરેક્ટર અને ડિરેક્ટર રહ્યા છે... એવાાં સીધા તેમના હિતોના ટકરાવનો મામલો બને છે...

 

 

સેબી અધ્યક્ષ માધવી બુચ પર સ્વામીના આરોપો પર હાઈકોર્ટે...
પોતાના આદેશમાં કહ્યું કે સેબી અધ્યક્ષ માધવીના મેક્સ ગ્રૂપની સાથે પહેલાં પણ પ્રોફેશનલ સંબંધ રહ્યા છે... પરંતુ આ સંબંધોના કારણે રેગ્યુલેરટર તરીકે કાયદા અંતર્ગત નિર્ણય લેવાની સેબી જવાબદારી અને કર્તવ્ય ખતમ કરી શકે નહીં... કોર્ટે એ પણ કહ્યું કે જો તેમ છતાં પણ આ મામલામાં સેબીનો અંતિમ નિર્ણય, સેબી અધ્યક્ષ માધવી બુચ અને મેક્સના જૂના પ્રોફેશનલ સંબંધોથી કોઈપણ રીતે પ્રભાવિત થાય છે તો અરજીકર્તા મામલાને ફરીથી કોર્ટમાં રાખી શકે છે...

જોકે આ મામલાને સુનાવણી દરમિયાન...IRDA એટલે ઈન્શ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીએ હાઈકોર્ટને જણાવ્યું હતું કે તેમણે પહેલાં જ એક્સિસ બેંક પર 2 કરોડ રૂપિયા અને મેક્સ લાઈફ પર 3 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.... આગળની કાર્યવાહી માટે મામલો રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા અને સેબીને મોકલી દેવામાં આવ્યો છે...

હિંડનબર્ગના રિપોર્ટ પછી સેબી ચીફ માધવી બુચ પર સતત મોટા ખુલાસા થઈ રહ્યા છે... એવામાં સવાલ એ છે કે સેબી તરફથી માધવી બુચ પર હજુ સુધી કેમ મોટી કાર્યવાહી થઈ નથી?... શું સેબી સમજી-વિચારીને આ મામલાથી અજાણ બની રહી છે કે પછી સેબી જાતે જ માધવી બુચના કારનામા પર પરદો નાંખવામાં લાગી ગઈ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More