Home> Business
Advertisement
Prev
Next

આજની સવાર વાહન ચાલકો માટે લઈને આવી ખુશીના સમાચાર? જાણો કેટલો ઘટ્યો પેટ્રોલ-ડીઝલનો ભાવ

Petrol-Diesel Price: ઓઈલ કંપનીઓએ પોતાની વેબસાઈટ પર પેટ્રોલ અને ડીઝલના ભાવ અપડેટ કર્યા છે. 21 જૂને પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. 21 જૂને પણ પેટ્રોલ અને ડીઝલના ભાવ યથાવત્ છે.

આજની સવાર વાહન ચાલકો માટે લઈને આવી ખુશીના સમાચાર? જાણો કેટલો ઘટ્યો પેટ્રોલ-ડીઝલનો ભાવ
Updated: Jun 21, 2024, 08:45 AM IST

Petrol-Diesel Price: સામાન્ય નાગરિક પેટ્રોલ અને ડીઝલના ભાવ પર નજર રાખે છે. 21મી જૂને વહેલી સવારે પેટ્રોલ અને ડીઝલના ભાવ જાહેર કરવામાં આવ્યા છે. ઓઈલ કંપનીઓએ પોતાની વેબસાઈટ પર પેટ્રોલ અને ડીઝલના ભાવ અપડેટ કર્યા છે. 21 જૂને પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. 21 જૂનના રોજ પણ પેટ્રોલ અને ડીઝલના ભાવ એ જ છે અને અહીં કોઈ ફેરફાર થયો નથી. જોકે, માર્ચમાં કંપનીઓ દ્વારા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સુધારો કરવામાં આવ્યો હતો.

છેલ્લે માર્ચમાં ઘટ્યો હતો ભાવઃ

સરકારી ઓઈલ કંપનીઓ દ્વારા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થોડો ફેરફાર કરવામાં આવ્યો હતો. 14મી માર્ચે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર 2 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો, જો કે ત્યાર બાદ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ઘટાડો થયો નથી.

તમારા શહેરમાં શું છે પેટ્રોલ-ડીઝલનો ભાવ?
શહેર        પેટ્રોલ         ડીઝલ
દિલ્હી         94.72         87.62
મુંબઈ         104.21         92.15
કોલકાતા         103.94         90.76
ચેન્નાઈ         100.75         92.32
બેંગલુરુ         99.84         85.93
લખનૌ         94.65         87.76
નોઇડા         94.83         87.96
ગુરુગ્રામ         95.19         88.05
ચંદીગઢ         94.24         82.40
પટના         105.18         92.04

કઈ બાબતોના આધારે નક્કી થાય છે પેટ્રોલ-ડીઝલનો ભાવ?
પેટ્રોલ-ડીઝલનો ભાવ મુખ્ય ચાર બાબતોના આધારે નક્કી કરવામાં આવે છે.
1) કાચા તેલની કિંમત એટલે કે, આંતરરાષ્ટ્રિય બજારોમાં ક્રૂડ ઓઈલનો ભાવ
2) રૂપિયા પ્રમાણે અમેરિકી ડોલરની કિંમત
3) કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા વસૂલવામાં આવતો ટેક્સ
4) દેશમાં ફ્યુલની માગ કેટલી છે તેને પણ ધ્યાને લેવાય છે.

તમારા સુધી કેવી રીતે પહોંચે છે પેટ્રોલ-ડીઝલ?
1) ઈમ્પોર્ટઃ વિદેશથી કાચું તેલ ખરીદવામાં આવે છે.
2) રિફાઈનરીઃ કાચા તેલમાંથી પેટ્રોલ-ડીઝલ અલગ કરવામાં આવે છે.
3) કંપનીઓ: તેપોતાનો નફો કમાઈ પેટ્રોલ-ડીઝલ પહોંચાડે છે.
4) ગ્રાહકોઃ કેન્દ્ર અને રાજ્ય સરકારનો ટેક્સ ઉમેરાય પછી ગ્રાહકો ખરીદે છે.

આ રીતે તમે ઘરે બેઠા ભાવ ચેક કરી શકો છોઃ
તમે તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સરળતાથી જાણી શકો છો. આ માટે ઓઈલ માર્કેટિંગ કંપનીઓની વેબસાઈટ પર જવું પડશે અથવા SMS મોકલવો પડશે. જો તમે ઈન્ડિયન ઓઈલના ગ્રાહક છો તો તમે RSP સાથે 9224992249 નંબર પર SMS મોકલી શકો છો અને જો તમે BPCL ગ્રાહક છો તો RSP લખીને 9223112222 નંબર પર SMS મોકલી શકો છો.

OMCs કિંમતો બહાર પાડે છે-
તમને જણાવી દઈએ કે દેશની ઓઈલ માર્કેટિંગ કંપનીઓ પેટ્રોલ અને ડીઝલના ભાવ જાહેર કરે છે. જોકે, 22 મે, 2022થી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન, ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા જેવી કંપનીઓ તેમની વેબસાઈટ પર પેટ્રોલ અને ડીઝલના ભાવ જાહેર કરે છે. તમે ઘરે બેઠા પણ તેલની કિંમત ચકાસી શકો છો.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે