Home> Business
Advertisement
Prev
Next

Business Opportunity: ઓછું રોકાણ તગડી કમાણી... મહિને 10 લાખ રૂપિયાની કમાણી કરાવનારો બિઝનેસ, ખાસ જાણો વિગતો

Business Opportunity: બિઝનેસ (Business) શરૂ કરવાનો પ્લાન છે? એવો બિઝનેસ કે જેમાં રોકાણ ઓછું અને કમાણી ભરપૂર હોય. મોટાભાગના ધંધામાં સારું એવું રોકાણ કરવું પડે છે. પરંતુ કેટલાક બિઝનેસ લો કોસ્ટ હોય છે જો કે તેમાં તગડો પ્રોફિટ આપવાનો દમ હોય છે.

Business Opportunity: ઓછું રોકાણ તગડી કમાણી... મહિને 10 લાખ રૂપિયાની કમાણી કરાવનારો બિઝનેસ, ખાસ જાણો વિગતો

Business Opportunity: બિઝનેસ (Business) શરૂ કરવાનો પ્લાન છે? એવો બિઝનેસ કે જેમાં રોકાણ ઓછું અને કમાણી ભરપૂર હોય. મોટાભાગના ધંધામાં સારું એવું રોકાણ કરવું પડે છે. પરંતુ કેટલાક બિઝનેસ લો કોસ્ટ હોય છે જો કે તેમાં તગડો પ્રોફિટ આપવાનો દમ હોય છે. આવો જ એક બિઝનેસ છે, જ્યાં રોકાણની રકમ 1 લાખ રૂપિયા છે. પરંતુ કમાણી મહિને 10 લાખ રૂપિયા સુધી છે. આ બિઝનેસ ખેતી સાથે જોડાયેલો છે. 

1 લાખ રૂપિયા રોકાણ કરો અને 10 લાખ રૂપિયા સુધી કમાઓ
મશરૂમની ખેતીનો ધંધો ખુબ કમાણી કરાવી આપે છે. જેમાં ખર્ચના 10 ગણા સુધી ફાયદો થઈ શકે છે. એટલે કે 1 લાખ રૂપિયા રોકાણ કરો પછી આ બિઝનેસમાંથી તમને 10 લાખ રૂપિયા સુધીની કમાણી થઈ શકે છે. છેલ્લા કેટલાક વર્ષોથી મશરૂમની માંગણી પણ ઝડપથી વધી છે. આવામાં મશરૂમની ખેતીનો ધંધો ખુબ ફાયદાકારક બની શકે છે. આવો જાણીએ કે મશરૂમની ખેતી માટે તમારે શું કરવું પડે અને કેટલો નફો થશે. 

કેવી રીતે થાય છે મશરૂમની ખેતી?
બજારમાં સૌથી વધુ ડિમાન્ડ બટન મશરૂમની હોય છે. ઓક્ટોબરથી માર્ચ મહિના વચ્ચે તેની ખેતી થાય છે. મશરૂમ બનાવવા માટે ઘઉ કે ચોખાના ભૂસાને કેટલાક કેમિકલ્સ સાથે ભેળવીને કંપોસ્ટ ખાતર તૈયાર કરાય છે. કંપોસ્ટ ખાતક તૈયાર થવામાં મહિના જેટલો સમય લાગે છે. ત્યારબાદ કોઈ કડક જગ્યા પર 6-8 ઈંચ જેટલી જાડાઈનો થર બિછાવીને મશરૂમના બીજ લગાવવામાં આવે છે. જેને સ્પોનિંગ પણ કહે છે. બીજને કંપોસ્ટથી ઢાકી દેવાય છે. લગભગ 40-50 દિવસમાં તમારા મશરૂમ વેચવા લાયક થઈ જાય છે. રોજ અઢળક માત્રામાં મશરૂમ મળતા રહેશે. મશરૂમની ખેતી ખુલ્લામાં થતી નથી. આ માટે તમારે શેડવાળી જગ્યાની જરૂર પડશે. 

TATA Tigor Electric સિંગલ ચાર્જમાં 350KM દોડશે, કારની કિંમત જાણી વિશ્વાસ નહીં થાય

કેટલો ખર્ચ લાગે અને કેટલો થાય ફાયદો
મશરૂમની ખેતી 1 લાખ રૂપિયાથી શરૂ કરીને સારો નફો રળી શકાય છે. એક કિલો મશરૂમ પર લગભગ 25-30 રૂપિયાનો ખર્ચો થાય છે. જ્યારે બજારમાં મશરૂમની કિંમત 250થી 300 રૂપિયે કિલો હોય છે. મોટા શહેર, મોટી હોટલ કે રેસ્ટોરામાં મશરૂમ સપ્લાય કરો તો કિંમત એક કિલોના 500 રૂપિયા સુધી મળી શકે છે. આવામાં તમને નફો પણ તગડો થઈ શકે છે. બજારમાં સીધા વેચવા બદલ પણ સારો માર્જિન મળે છે. 

PM kisan: મોટા ખુશખબર!, હવે ખેડૂતોને વર્ષે 6,000ની જગ્યાએ મળી શકશે 36,000 રૂપિયા, ફટાફટ કરી લો આ કામ

શું ધ્યાન રાખવું જોઈએ.
- મશરૂમની ખેતીને ખુબ દેખભાળની જરૂર પડે છે. આથી તેમા વધુ હરિફાઈ નથી.
- મશરૂમની ખેતી માટે સૌથી જરૂરી તાપમાન હોય છે. તેને 15-22 ડિગ્રી સેન્ટીગ્રેટ વચ્ચે ઉગાડવામાં આવે છે. 
- વધુ તાપમાન હોય તો પાક ખરાબ થવાનું જોખમ રહે છે. 
- ખેતી માટે ભેજ 80-90 ટકા હોવો જોઈએ. 
- સારા મશરૂમનો પાક લેવા માટે કંપોસ્ટ પણ સારું હોવું જરૂરી છે. 
- ખેતી માટે વધુ જૂના બીજ ઉપયોગમાં ન લો. તેની અસર ઉત્પાદન પર પડે છે. 
- તાજા મશરૂમની કિંમત વધુ હોય છે. આથી તૈયાર થતા જ વેચવા માટે લઈ જાઓ. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More