Home> Business
Advertisement
Prev
Next

સોનું ખરીદવાની સોનેરી તક, ફરી નહીં મળે આટલું સસ્તું સોનું! લગન હોય કે જિયાણું ભરી લેજો થેલો

Gold Rate Today: સોના અને ચાંદીમાં આજે ફરીથી ઘટાડો જોવા મળ્યો છે. આંતરરાષ્ટ્રીય  બજારમાં નબળાઈની અસર ભારતીય વાયદા બજારમાં પણ જોવા મળી રહી છે. જો કે શરાફા બજારમાં સપાટ ભાવ જોવા મળ્યા છે.

સોનું ખરીદવાની સોનેરી તક, ફરી નહીં મળે આટલું સસ્તું સોનું! લગન હોય કે જિયાણું ભરી લેજો થેલો
Updated: Jun 20, 2024, 01:36 PM IST

Gold Rate Today: અચાનક સોનું થયું ખુબ સસ્તું...ચાંદીની કિંમત પણ ઘટી, જાણો લેટેસ્ટ ભાવ. જો તમે સોના-ચાંદીની ખરીદી કરવા માંગતા હોવ તો તમારા માટે શ્રેષ્ઠ મોકો છે. આજે ગોલ્ડ અને સિલ્વરના ભાવ ગગડ્યાં છે. ઈન્ડિયન બુલિયન માર્કેટમાં પણ સોનાનો ભાવ ઓછો થયો છે. સોનું-ચાંદી મલ્ટી કોમોડિટી માર્કેટ (MCX) પણ ગિરાવટ પર કરી રહ્યો છે કારોબાર.

સોનાના ભાવમાં પણ ઘટાડો થયો

MCX પર કિલો ચાંદીનો ભાવ 470 રૂપિયા ગગડ્યો છે. જેને કારણે હાલ ભાવ 88620એ આવી ગયો છે. 29 મે ના રોજ ચાંદીનો ભાવ એમસીએક્સ પર 96,162 રૂપિયા હતો. જે ગગડીને હાલ 88,620 રૂપિયા પર આવી ગયો છે. તેનો અર્થ એવો થયો કે, ચાંદીના રેટમાં 14 કરોબારી દિવસમાં કુલ 7,542 રૂપિયા ઓછા થયા છે. એટલેકે, એટલી ચાંદી સસ્તી થઈ છે. એજ રીતે સોનાના ભાવમાં પણ ઘટાડો થયો છે. તમે પણ જો સોનું ખરીદવા માંગતા હોવ તો આ સમય તમારા માટે વધારે સારો એટલેકે, નફો કરાવી આપે તેવો છે.

સોનામાં ભારે ઉથલપાથલઃ
10 ગ્રામ સોનાનો ભાવ આજે 385 રૂપિયા ગગડીને 71,580 રૂપિયા થઈ ચુક્યો છે. જ્યારે એ 6 જૂનના રોજ 73,131 રૂપિયા તેનો ભાવ હતો. છેલ્લાં 8 દિવસોમાં 1551 રૂપિયાની ખોટ વર્તાઈ છે. ગત મહિને સોનું પોતાની ઓલ ટાઈમ હાઈ સપાટી 74,500ના ભાવે પહોંચી ગયું હતું. 24 કેરેટ સોનાનો દિલ્લીમાં ભાવ લગભગ 72 રૂપિયા સસ્તું થઈને 73,663 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. જ્યારે ચાંદીનો ભાવ દિલ્લીમાં 90 રૂપિયા સસ્તો થયો છે. જેથી હવે ચાંદી પ્રતિ કિલો, 8,8100ના ભાવે વેચાય છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવ
અમેરિકામાં નબળા રિટેલ સેલ્સ  ડેટા બાદ વ્યાજદરોમાં કાપની આશાઓ મજબૂત થવાથી ગોલ્ડની કિંમતો સ્થિર ચાલી રહી છે. સ્પોટ ગોલ્ડ 0.1 ટકાની તેજી સાથે 2,331 ડોલર પ્રતિ ઔંસ પર હતો. જ્યારે યુએસ ગોલ્ડ ફ્યૂચર 0.1 ટકા તૂટીને 2,345 ડોલર પર પહોંચ્યો. સ્પોટ સિલ્વરમાં 0.1 ટકાનો ઘટાડો થયો હતો અને તે 29.49 ડોલર નોંધાયો.

ખાસ નોંધ: અત્રે જણાવવાનું કે ઈન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પડતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે. એસોસિએશન દ્વારા સવાર અને સાંજ એમ બેવાર ભાવ જાહેર કરવામાં આવે છે. એસોસિએશન દ્વારા કેન્દ્ર સરકાર દ્વારા માન્ય રજાઓના દિવસે લેટેસ્ટ ભાવ જાહેર કરાતા નથી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે