Home> Business
Advertisement
Prev
Next

Budget session 2022: બજેટ પહેલા રજૂ થયો આર્થિક સર્વે, જાણો વિગતવાર માહિતી

નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે સંસદમાં આર્થિક સર્વેક્ષણ રજૂ કર્યું. આ સર્વે મુજબ નાણાકીય વર્ષ 2022-23માં જીડીપી ગ્રોથ 8-8.5% રહેવાનો અંદાજો છે.

Budget session 2022: બજેટ પહેલા રજૂ થયો આર્થિક સર્વે, જાણો વિગતવાર માહિતી

નવી દિલ્હી: નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે સંસદમાં આર્થિક સર્વેક્ષણ રજૂ કર્યું. આ સર્વે મુજબ નાણાકીય વર્ષ 2022-23માં જીડીપી ગ્રોથ 8-8.5% રહેવાનો અંદાજો છે. જે ચાલુ નાણાકીય વર્ષમાં અંદાજે 9.2% ના વૃદ્ધિદરથી ઓછો છે. અત્રે જણાવવાનું કે નાણામંત્રી કાલે એટલે કે 1 ફેબ્રુઆરી 2022ના રોજ સવારે 11 વાગે સંસદમાં કેન્દ્રીય બજેટ રજૂ કરશે. આ બજેટ આવનારા નાણાકીય વર્ષમાં સરકારની આર્થિક નીતિઓની દિશા નક્કી કરશે. 

આર્થિક સર્વેક્ષણમાં કહેવાયું છે કે તમામ મેક્રો સંકેતકો(Macro Indicators) એ સંકેત આપ્યા છે કે અર્થવ્યવસ્થા પડકારોનો સામનો કરવા માટે સારી રીતે તૈયાર છે. કૃષિ અને ઔદ્યોગિક ઉત્પાદન વૃદ્ધિમાં મદદ મળી છે. આર્થિક સર્વેક્ષણ મુજબ નાણાકીય વર્ષ 2022માં રિયલ જીડીપી ગ્રોથ 9.2 ટકા રહેવાની શક્યતા છે. જ્યારે ઈન્ડસ્ટ્રિયલ ગ્રોથ 11.8 ટકા સંભવ છે. આ સાથે જ એગ્રીકલ્ચર સેક્ટરમાં ગ્રોથ 3.9 ટકા સુધી રહી શકે છે. 

આર્થિક સર્વેક્ષણમાં કહેવાયું છે કે મેક્રો ઈકોનોમીના મોરચે નાણાકીય વર્ષ 2023માં પડકારો રહેશે. આ દરમિયાન જીડીપી ગ્રોથમાં એક્સપોર્ટનું મહત્વનું યોગદાન રહેશે. આ સાથે જ રસીનો વધતો દાયરો ગ્રોથ એન્જિનને મજબૂતાઈ આપશે. જ્યારે નાણાકીય વર્ષ 2023ના જીડીપી ગ્રોથમાં કેપેક્સની મહત્વની ભૂમિકા રહેશે. સર્વેમાં કહેવાયું છે કે બેંકોમાં પૂંજીની કમી નથી. સરકાર નાણાકીય લક્ષ્યાંકોને સરળતાથી હાંસલ કરી શકે છે. 

આર્થિક સમીક્ષા મુજબ મહામારીના કારણે થયેલા નુકસાનને પહોંચી વળવા માટે ભારતની આર્થિક પ્રતિક્રિયા માંગણી મેનેજમેન્ટની જગ્યાએ આપૂર્તિ પક્ષમાં સુધારા પર કેન્દ્રીત રહી છે. નાણાકીય વર્ષ 2022-23માં વૃદ્ધિને વ્યાપક રસીકરણ, આપૂર્તિ પક્ષમાં કરાયેલા સુધારાથી હાંસિલ લાભ અને નિયમનમાં અપાયેલી ઢીલથી સમર્થન મળશે. 

સમીક્ષામાં કહેવાયું છે કે મહામારીથી આવનારા સમયમાં અર્થવ્યવસ્થા પર કોઈ નકારાત્મક અસર પડશે નહીં એવું માનીને ગ્રોથ રેટનો અંદાજો લગાવવામાં આવ્યો છે. મોટા પાયે રસીના કવરેજ, સપ્લાય સંબંધિત રિફોર્મ્સથી થયેલા ફાયદા, નિયમોમાં ઢીલ, એક્સપોર્ટમાં નક્કર વધારો અને પૂંજીગત ખર્ચા વધારવાની સગવડથી ગ્રોથને મજબૂતાઈ મળશે. 

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More