Home> Business
Advertisement
Prev
Next

Capital Gains Tax: ઘર ખરીદનારાઓ માટે ખુશખબર..જાણીને ઉછળી પડશો! લોકોની ભારે નારાજગીના પગલે સરકારે લીધો મોટો નિર્ણય

Property Capital Gains: નાણામંત્રી નિર્મલા સીતારમણે જ્યારે 23 જુલાઈના રોજ રજૂ કરવામાં આવેલા બજેટમાં પ્રોપર્ટી વેચવા પર લાગતા ટેક્સને 20 ટકાથી ઘટાડીને 12.5 ટકા કર્યો તો આમ તો આ લોકોને ગમવું જોઈએ પરંતુ આ નિર્ણય લોકોને જરાય ગમ્યો નહીં. જાણો હવે શું નિર્ણય લીધો છે સરકારે....

Capital Gains Tax: ઘર ખરીદનારાઓ માટે ખુશખબર..જાણીને ઉછળી પડશો! લોકોની ભારે નારાજગીના પગલે સરકારે લીધો મોટો નિર્ણય

Property Capital Gains: નાણામંત્રી નિર્મલા સીતારમણે જ્યારે 23 જુલાઈના રોજ રજૂ કરવામાં આવેલા બજેટમાં પ્રોપર્ટી વેચવા પર લાગતા ટેક્સને 20 ટકાથી ઘટાડીને 12.5 ટકા કર્યો તો આમ તો આ લોકોને ગમવું જોઈએ પરંતુ આ નિર્ણય લોકોને જરાય ગમ્યો નહીં. વાત જાણે એમ છે કે નવા નિયમ હેઠળ ઈન્ડેક્સેશન (indexation)નો ફાયદો બંધ કરવાની વાત સરકારે કરી હતી. જેની અસરના પરિણામે મોટાભાગના કેસોમાં એવું જોવા મળ્યું કે કોઈ વ્યક્તિ પ્રોપર્ટી વેચે તો પહેલા કરતા વધુ ટેક્સ ચૂકવવો પડતો હતો. ચારેબાજુથી આ મુદ્દે હંગામો મચ્યો અને લોકોની ભારે નારાજગી જોતા હવે સરકાર તરફથી રિયલ એસ્ટેટ પર લોંગ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સ (long term capital gains tax) ના પ્રસ્તાવમાં ફેરફાર કરવાનો પ્રસ્તાવ રજૂ કરાયો છે. 

કાઢ્યો આ રસ્તો!
આ હેઠળ કોઈ વ્યક્તિ અને હિન્દુ અવિભાજિત પરિવાર  (HUF) પાસે બે વિકલ્પ હશે. તેઓ પહેલેથી લાગૂ ઈન્ડેક્સેશન (indexation) સાથે  20% ટેક્સ આપી શકે છે. આ ઉપરાંત તેમની પાસે 12.5 ટકાની નવી યોજના હેઠળ ટેક્સ ભરવાનો પણ વિકલ્પ રહેશે. નાણા વિધેયક 2024માં આ સંશોધનની વિગતો લોકસભા સદસ્યોને આપવામાં આવી છે. આ ફેરફાર 23 જુલાઈ 2024 અગાઉ ખરીદાયેલી સંપત્તિઓ પર લાગૂ થશે. નાણામંત્રી નિર્મલા સીતારમણ બુધવારે લોકસભામાં રજૂ થનારા નાણા વિધેયકમાં આ ફેરફારનો પ્રસ્તાવ રજૂ કરશે. 

નવા નિયમોથી વધુ ટેક્સ
સરકાર તરફથી આ નિર્ણય એટલા માટે લેવામાં આવ્યો કારણ કે મિડલ ક્લાસ અને બીજા પ્રોપર્ટી માલિકોને ચિંતા હતી કે નવા નિયમોથી તેમણે વધુ ટેક્સ ભરવો પડશે. નવા નિયમોમાં મોંઘવારીના કારણે કિંમતમાં વધારાને ધ્યાનમાં રાખતી 'ઈન્ડેક્સેશન' સુવિધા બંધ કરવામાં આવી હતી. આ સાથે જ ટેક્સનો દર 20%થી ઘટાડીને 12.5% કરવામાં આવ્યો. આ ફેરફાર એટલા માટે કરાયો કારણ કે તમામ પ્રકારની પ્રોપર્ટી પર અલગ અલગ નહીં પરંતુ એક જેવો ટેક્સ લાગે. જો કે ટેક્સ ઓથોરિટી અને સીતારમણ  તરફથી લોકોને આશ્વાસન આપવાની કોશિશ કરાઈ હતી કે નવા નિયમોથી લોકોને નુકસાન નહીં થાય. અનેક જાણકારોનું કહેવું હતું કે આ ફેરફાર જૂની સંપત્તિઓ પર વધુ અસર પાડશે. 

'હવે વિકલ્પ પસંદ કરવાની આઝાદી'
જો સરકારે રિયલ એસ્ટેટ પર ટેક્સના નવા નિયમો હેઠળ ટેક્સ સ્લેબમાં ફેરફાર ન કર્યો હોત તો ટેક્સપેયર્સને 17,500 રૂપિયાનો ફાયદો થાત. પરંતુ રિયલ એસ્ટેટ પર કેપિટલ ગેઈનના ટેક્સ ફોર્મ્યૂલામાં ફેરફારના કારણે આ ફાયદો ખતમ થવાની અણીએ હતો. EY ઈન્ડિયામાં ટેક્સ અને રેગ્યુલેટરી સર્વિસીઝના સીનિયર એડવાઈઝર સુધીર કાપડિયાએ કહ્યું કે, સરકારે વધુ રાહત આપી દીધી છે. લોકોને એ પસંદ કરવાની આઝાદી આપી છે કે તેમના માટે શું સારું છે. સરકારે એ પણ કોશિશ કરી છે કે કોઈને પણ નુકસાન ન થાય. 

છેલ્લા કેટલાક વર્ષોમાં સરકારે ટેક્સમાં ફેરફારને 'દાદા'નો દર્જો આપ્યો છે, જેનો અર્થ છે કે નવા નિયમો આગળથી લાગૂ થશે. પરંતુ આ વખતે કેન્દ્ર સરકારે એવું કર્યું કે લોકોને પોતાને નવા નિયમો પ્રમાણે ઢાળવાનો સમય આપવામાં આવ્યો નહીં. ખાસ કરીને રિયલ એસ્ટેટ સેક્ટરમાં, જ્યાં કોઈ લેવડદેવડ અને સેલ ડીડના રજિસ્ટ્રેશનમાં ઘણો સમય લાગતો હોય છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More