Home> Business
Advertisement
Prev
Next

Budget 2022-23: મોદી સરકારે બજેટમાં કરી દીધુ આ કામ તો 20 વર્ષ બાદ તમે બની જશો કરોડપતિ, જાણો કેમ

ઈન્સ્ટિટ્યુટ ઓફ ચાર્ટડ એકાઉન્ટેટન્ટ (ICAI) એ નાણામંત્રીને પબ્લિક પ્રોવિડેન્ટ ફંડ ( PPF) રોકાણની હાલની મર્યાદા 1.5 લાખ રૂપિયાથી વધારીને 3 લાખ રૂપિયા કરવાનું સૂચન આપ્યું છે. 
 

Budget 2022-23: મોદી સરકારે બજેટમાં કરી દીધુ આ કામ તો 20 વર્ષ બાદ તમે બની જશો કરોડપતિ, જાણો કેમ

નવી દિલ્હીઃ Budget 2022-23:  બજેટ રજૂ થવામાં હવે એક મહિનો કરતા ઓછો સમય બાકી છે. સ્ટેકહોલ્ડર્સથી લઈને રાજ્યના નાણા મંત્રીઓએ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમનને મળીને બજેટ સાથે જોડાયેલા પોતાના સૂચનોની યાદી સોંપી દીધી છે. ચાર્ટડ એકાઉન્ટન્ટની સંસ્થા આઈસીએઆઈ  (The Institute of Chartered Accountants of India) એ પણ નાણામંત્રીને પોતાના સૂચનો આપ્યા છે. 

ઈન્સ્ટિટ્યુટ ઓફ ચાર્ટડ એકાઉન્ટેટન્ટ (ICAI) એ નાણામંત્રીને પબ્લિક પ્રોવિડેન્ટ ફંડ ( PPF) રોકાણની હાલની મર્યાદા 1.5 લાખ રૂપિયાથી વધારીને 3 લાખ રૂપિયા કરવાનું સૂચન આપ્યું છે. 

આઈસીએઆઈ પ્રમાણે પીપેએફ ડિપોઝિટ સ્કીમમાં રોકાણની લિમિટ વધારવી ખુબ જરૂરી છે કારણ કે સ્વનિયોજિત રોજગાર કરનાર ટેક્સપેયર્ટ માટે આ એકમાત્ર સૌથી સુરક્ષિત અને શાનદાર રિટર્ન આપનાર ટેક્સ સેવિંગ સ્કોમોમાંથી એક છે. 

આ પણ વાંચોઃ SBI ના ગ્રાહકો માટે મોટા સમાચાર, તમામ બ્રાન્ચમાં શરૂ થઈ આ ખાસ સુવિધા! કરોડો ગ્રાહકોને થશે ફાયદો

આઈસીએઆઈએ કહ્યું કે, પીપીએફમાં રોકાણની મર્યાદામાં ઘણા વર્ષથી ફેરફાર કરવામાં આવ્યો છે. આઈસીએઆઈ પ્રમાણે પીપીએફમાં રોકાણની મર્યાદાને વધારવાથી જીડીપીમાં ઘરેલૂ સેવિંગની ભાગીદારીને વધારવામાં મદદ મળશે. 

પીપીએફમાં જો રોકાણની મર્યાદાને 3 લાખ રૂપિયા વાર્ષિક કરી દેવામાં આવે અને કોઈએ 20 વર્ષો સુધી દર વર્ષે 3 લાખ રૂપિયાનું પીપીએફમાં રોકાણ કર્યું તો 20 વર્ષ બાદ રોકાણકારને 1.33 કરોડ રૂપિયાનું રિટર્ન મળશે. 

તમને જણાવી દઈએ કે વર્તમાનમાં પીપીએફ પર સરકાર 7.1 ટકા વ્યાજ આપે છે. પીપીએફ પર મળનાર વ્યાજ પર સરકારની ગેરંટી હોય છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More