Home> Business
Advertisement
Prev
Next

Budget 2021: ફર્નિચર, ફ્રિઝ, વોશિંગ મશીન પર થઈ શકે છે મોટી જાહેરાત! જાણો શું થશે સસ્તુ અને શું મોંધુ?

સામાન્ય બજેટ (Union Budget 2021) રજૂ થવામાં થોડા જ દિવસો બાકી છે. નાણા મંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીના બજેટ 2021 રજૂ કરશે. સમાન્ય રીતે લોકોને ઇનકમ ટેક્સમાં રાહતની રાહ જોઈ રહ્યા છે, કેમ કે, GST લાગુ થયા બાદ ઈનડાયરેક્ટ ટેક્સને અંગે બજેટમાં ઘોષણા કરવાનું બાકી નથી

Budget 2021: ફર્નિચર, ફ્રિઝ, વોશિંગ મશીન પર થઈ શકે છે મોટી જાહેરાત! જાણો શું થશે સસ્તુ અને શું મોંધુ?

Budget 2021: સામાન્ય બજેટ (Union Budget 2021) રજૂ થવામાં થોડા જ દિવસો બાકી છે. નાણા મંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીના બજેટ 2021 રજૂ કરશે. સમાન્ય રીતે લોકોને ઇનકમ ટેક્સમાં રાહતની રાહ જોઈ રહ્યા છે, કેમ કે, GST લાગુ થયા બાદ ઈનડાયરેક્ટ ટેક્સને અંગે બજેટમાં ઘોષણા કરવાનું બાકી નથી. એટલે કે, શું સસ્તુ થશે અને શું મોંઘુ થશે બજેટમાં તેની ઘોષણા માટે થોડો અવકાશ છે. પરંતુ મીડિયામાં પ્રકાશિત અહેવાલો મુજબ સરકાર ઘણી ચીજો પર કસ્ટમ ડ્યુટી ઘટાડી શકે છે.

લગભગ 20 પ્રોડક્ટ્સ પર આયાત ડ્યુટી ઘટી શકે છે
સૂત્રોનું અનુમાન જો સત્ય છે, તો ફર્નિચરનો (Furniture) કાચ્ચો માલ, કોપર સ્ક્રેપ, કેમિકલ, ટેલિકોમ ઇક્વિપમેન્ટ અને રબર પેદાશો પર કસ્ટમ ડ્યુટીમાં ફેરફાર કરવામાં આવી શકે છે. પીટીઆઈના સમાચાર અનુસાર, સૂત્રોએ જણાવ્યું છે કે પોલિશ હીરા, રબરનો સામાન, ચામડાના કપડા, ટેલિકમ્યુનિકેશન સાધનો અને કાર્પેટ જેવા 20 થી વધુ ઉત્પાદનો પર આયાત ડ્યુટી ઘટાડી શકાય છે. તેની અસર તૈયાર સામાનના ભાવ પર જોવા મળી શકે છે. કસ્ટમ ડ્યુટીમાં ઘટાડો થવાને કારણે કેટલીક ચીજો સસ્તી થઈ શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ માલ પર આયાત ડ્યુટીમાં ફેરફાર કરવાથી સ્વનિર્ભર ભારત અભિયાનમાં મદદ મળશે અને ઘરેલું ઉત્પાદનને પ્રોત્સાહન મળશે.

આ પણ વાંચો:- Petrol Diesel Price: પેટ્રોલે તોડ્યા તમામ રેકોર્ડ, રાજસ્થાનમાં 100ને પાર; જાણો તમારા શહેરનો ભાવ

ફર્નિચર થઈ શકે છે સસ્તુ?
આ ઉપરાંત ફર્નિચર બનાવવામાં ઉપયોગમાં આવતો કેટલોક કાચા માલ જેવા કે, રફ વુડ, સ્વાન વુડ અને હાર્ડ બોડ પર કસ્ટમ ડ્યુટી દૂર કરી શકાય છે. એટલે કે, કેટલાક લાકડા અને હાર્ડબોર્ડ વગેરે પર કસ્ટમ ડ્યુટી સંપૂર્ણપણે નાબૂદ કરી શકાય છે. સમાચાર અનુસાર, સૂત્રોએ જણાવ્યું છે કે મોંઘા કાચા માલ આંતરરાષ્ટ્રીય સ્તરે બજારમાં ભારતની સ્પર્ધાને અસર કરે છે. દેશમાંથી ફર્નિચરની નિકાસ ખૂબ ઓછી છે (લગભગ 1 ટકા), જ્યારે ચીન અને વિયેટનામ જેવા દેશો આ ભારતથી ઘણા આગળ છે.

આ પણ વાંચો:- Taxpayer ને મોદી સરકાર પાસેથી છે આટલી આશા, જાણો પાંચ મુખ્ય મુદ્દાઓ

ફ્રિઝ, વોશિંગ મશીન પર ટેક્સ વધી શકે છે?
સૂત્રોના જણાવ્યા અનુસાર, સરકાર બિટ્યુમેન અને કોપર સ્ક્રેપ પરની કસ્ટમ ડ્યુટી ઘટાડવાનું પણ વિચારી શકે છે. ઘરેલું ઉત્પાદનને પ્રોત્સાહન આપવા સરકારે પહેલાથી જ ઘણા પગલા લીધા છે. જ્યારે રેફ્રિજરેટર, વોશિંગ મશીન અને ક્લોથ ડ્રાયર જેવા અમુક તૈયાર માલ પર ટેક્સ વધારવામાં આવી શકે છે.

આ પણ વાંચો:- ATM થી કેશ ટ્રાન્ઝેકશન પર RBI લઈ શકે છે મોટો નિર્ણય, ખાસ જાણો

PLI સ્કીમમાં મળતી મદદ
ઘરેલું ઉત્પાદનને પ્રોત્સાહન આપવા સરકારે પહેલાથી જ ઘણા પગલા લીધા છે. આમાં, એર કન્ડીશનર અને એલઇડી લાઇટ જેવા ઘણા ક્ષેત્રો માટે પ્રોડક્ટ લિંક્ડ ઇન્સેન્ટિવ્સ સ્કીમ (PLI) રજૂ કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ માલ પર આયાત ડ્યુટીમાં ફેરફાર કરવાથી સ્વનિર્ભર ભારત અભિયાનમાં મદદ મળશે અને ઘરેલું ઉત્પાદનને પ્રોત્સાહન મળશે. ગયા વર્ષે સરકારે ફર્નિચર, રમકડા અને ફૂટવેર જેવા ઘણા ઉત્પાદનો પર આયાત ડ્યૂટી વધારી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More