Home> Business
Advertisement
Prev
Next

Budget 2019: પેટ્રોલ-ડીઝલ થશે મોંઘુ, કસ્ટમ ડ્યૂટીમાં કર્યો વધારો

નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે પેટ્રોલ-ડીઝલ હવે મોંઘુ થશે. પેટ્રોલ-ડીઝલ પર એક રૂપિયો પ્રતિ લીટર કસ્ટમ ડ્યૂટી વધારવામાં આવી છે. પેટ્રોલ-ડીઝલ મોંઘુ થતાં જરૂરિયાતની બધી વસ્તુઓ મોંઘી થઇ શકે છે કારણ કે ટ્રાવેલ ખર્ચ વધી જશે. સામાનને જ્યારે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઇ જવામાં આવશે ત્યારે આવન-જાવનનો ખર્ચ વધુ થશે. આ ખર્ચની ભરપાઇ કિંમત વધારીને કરવામાં આવશે. 

Budget 2019: પેટ્રોલ-ડીઝલ થશે મોંઘુ, કસ્ટમ ડ્યૂટીમાં કર્યો વધારો

નવી દિલ્હી: નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે પેટ્રોલ-ડીઝલ હવે મોંઘુ થશે. પેટ્રોલ-ડીઝલ પર એક રૂપિયો પ્રતિ લીટર કસ્ટમ ડ્યૂટી વધારવામાં આવી છે. પેટ્રોલ-ડીઝલ મોંઘુ થતાં જરૂરિયાતની બધી વસ્તુઓ મોંઘી થઇ શકે છે કારણ કે ટ્રાવેલ ખર્ચ વધી જશે. સામાનને જ્યારે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઇ જવામાં આવશે ત્યારે આવન-જાવનનો ખર્ચ વધુ થશે. આ ખર્ચની ભરપાઇ કિંમત વધારીને કરવામાં આવશે. 

પેટ્રોલ-ડીઝલ ઉપરાંત સોના-ચાંદી પર પણ કસ્ટમ ડ્યૂટી વધારી દેવામાં આવી છે. પહેલાં ગોલ્ડ અને અન્ય કિંમતી ધાતુઓ પર 10 ટકા ડ્યૂટી લાગે છે, જેને વધારીને 12.5 ટકા કરી દેવામાં આવી છે.

તેનાથી એ પણ મોંઘી થઇ જશે. તંબાકૂ ઉત્પાદન પણ મોંઘા થઇ જશે. વિદેશથી પુસ્તકો મંગાવવા પણ મોંઘા થઇ ગયા છે. ઘર ખરીદવું સસ્તુ થઇ ગયું છે. હોમ લોનના રૂપમાં જેટલું વાર્ષિક વ્યાજ ચૂકવો છો, તેના પર 3.5 લાખ સુધી છૂટ મળશે. ઇલેક્ટ્રિક કાર સસ્તી થઇ ગઇ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More