Home> Business
Advertisement
Prev
Next

BSNLના ગ્રાહકો માટે ખુશ ખબરી, સૌથી સસ્તા પ્લાનમાં મળશે રોજ 2 જીબી નેટ

ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL)એ નવુ પ્રિપેડ પ્લાન શરૂ કર્યો છે. જેમાં 75 રૂપિયા કંપની ગ્રાહકોને કોલિંગ અને ડેટા બેનિફિટ આપી રહી છે. 

 BSNLના ગ્રાહકો માટે ખુશ ખબરી, સૌથી સસ્તા પ્લાનમાં મળશે રોજ 2 જીબી નેટ

નવી દિલ્હી: ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL)એ નવુ પ્રિપેડ પ્લાન શરૂ કર્યો છે. જેમાં 75 રૂપિયા કંપની ગ્રાહકોને કોલિંગ અને ડેટા બેનિફિટ આપી રહી છે. જેમાં ગ્રાહકને 10 દિવસ સુધી 2 જીબી ડેટા મળશે એટલે કે 10 દિવસની વેલિડીટિમાં 20 જીબી  સુધીનો ઇન્ટરનેટ ડેટા મળશે, આ પ્લાન BSNLના તમામ 22 સર્કલમાં શરૂ કરી દેવામાં આવ્યો છે. 

અનલિમિટેડ વીડિયો કોલિંગ પણ કરી શકો છો
આ પ્લાનમાં કંપની તમને અનલિમિટેડ વીડિયો કોલિંગનુ પણ ઓપ્શન આપી રહી છે. આ સેવાને ચાલુ કરવા માટે 123 પર ‘STV COMBO78’ લખીને મેસેજ કરવાનો રહેશે. 

પહેલાથી જ હતો STV 78નો પ્લાન 
બીએસએનએલમાં પહેલાથી જ STV 78 પ્લાન કરી આપી રહી છે. પણ હવે આ રિચાર્જ પ્લાનમાં લોન્ચ થવાથી ગ્રાહકોને વધારે ફાયદો થાય તેવો કંપનીને હેતું છે. 

1097માં આખું વર્ષ કરો ફ્રીમાં વાત 
બીએસએનએલમાં આ પહેલા 1097 રૂપિયામાં વાર્ષિક પ્લાન લોન્ચ કરવામાં આવ્યો છે. જેમાં 365 દિવસમાં 25 જીબી ડેટા મળી રહ્યો છે. સાથે જ અનલિમીડેટ કોલિંહગનો પણ બેનિફિટ મળી રહ્યો છે. આ પ્લાન કોલકત્તા સર્કલ માટે લોન્ચ કરવામાં આવ્યો હતો. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More