Home> Business
Advertisement
Prev
Next

10 હજારમાં ઘરે લઈ આવો આ ધાંસૂ બાઈક, લૂક જોઈને લોકો કહેશે Harley Davidson

આ 300 સીસી સેગમેન્ટમાં બોબર બાઇક છે. બાઈકનો લૂક તમને Harley Davidson Iron 883 ની યાદ અપાવી શકે છે. ખાસ વાત એ છે કે આ બાઈકને માત્ર 10 હજાર રૂપિયામાં બુક કરાવી શકો છો.

10 હજારમાં ઘરે લઈ આવો આ ધાંસૂ બાઈક, લૂક જોઈને લોકો કહેશે Harley Davidson

હંગરીની બાઈક નિર્માતા કંપની Keeway એ ભારતમાં તેમની ચોથું ટુ વ્હીલર લોન્ચ કર્યું છે. કંપનીએ એક નવી મોટરસાયકલ Keeway V302C લોન્ચ કરી છે. આ 300 સીસી સેગમેન્ટમાં બોબર બાઇક છે. બાઈકનો લૂક તમને Harley Davidson Iron 883 ની યાદ અપાવી શકે છે. ખાસ વાત એ છે કે આ બાઈકને માત્ર 10 હજાર રૂપિયામાં બુક કરાવી શકો છો. Keeway V302C બોબર બાઈકની કિંમત 3.89 લાખ રૂપિયાથી શરૂ થાય છે. તેને ત્રણ કલર ઓપ્શનમાં લોન્ચ કરવામાં આવી છે. દરેક કલરની પ્રાઈસ અલગ રાખવામાં આવી છે.

શું છે કિંમત (એક્સ-શોરૂમ)
ગ્લોસી ગ્રે કલરની કિંમત - 3,89,000 રૂપિયા
ગ્લોસી બ્લેક કલરની કિંમત - 3,99,000 રૂપિયા
ચમકતા લાલ કલરની કિંમત - 4,09,000 રૂપિયા

આ પણ વાંચો:- સાઉથના સુપરસ્ટાર વિજય દેવરકોંડાની આંખમાં આવી ગયા આંસુ, જાણો એવું તો શું છે કારણ

એન્જિન અને પાવર
Keeway V302C બોબર મોટરસાયકલમાં 298 સીસીનું V-ટ્વિન એન્જિન આપવામાં આવ્યું છે. આ એન્જિન 5,800 આરપીએમ પર 29.1 બીએચપી અને 6,500 આરપીએમ પર 26.5 એનએમ જનરેટ કરે છે. એન્જિનને 6 સ્પીડ ટ્રાન્સમિશન સાથે જોડવામાં આવ્યું છે. ખાસ વાત એ છે કે ચેનની જગ્યાએ બેલ્ટ ફાઈનલ ડ્રાઈવ છે. આ ડ્યુઅલ ચેનલ ABS અને એલોય વ્હીલ્સ સાથે આવે છે. બાઈકની બંને સાઈડ ડિસ્ક બ્રેક આપવામાં આવી છે. તેમાં ફ્રન્ટમાં 300mm ડિસ્ક અને રિયરમાં 240mm ડિસ્ક મળે છે. 

આ પણ વાંચો:- 'અનુપમા'માં નહીં જોવા મળે હવે કિંજલ? નિધિ શાહે તસવીર શેર કરી આપ્યા મોટા સંકેત

વજનની વાત કરીએ તો આ ખુબ જ ભારે નથી. તેનું વજન માત્ર 167 કિલોગ્રામ છે. કંપનીએ સીટ હાઈટ પણ 690 મિમિ રાખી છે. એટલે કે નાની હાઈટના લોકો પણ તેને સરળતાથી ચલાવી શકે છે. તેમાં આગળની બાજૂએ 120mm ટ્રાવેલની સાથે USD ટેલિસ્કોપિક ફોર્ક્સ અને 42mm ટ્રાવેલ સાથે પાછળની બાજૂએ એલોય ડેમ્પ્ડ ટેલિસ્કોપિક કોઈલ સ્પિંગ છે. કીવી ઇન્ડિયાએ હવે આ મોટરસાયકલનું બુકિંગ શરૂ કરી દીધું છે અને ડિલીવરી સપ્ટેમ્બર 2022 માં શરૂ થશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More