Home> Business
Advertisement
Prev
Next

1 શેર પર 3 શેર ફ્રી આપશે આ કંપની, સાથે ઈન્વેસ્ટરોને મળશે ડિવિડેન્ડ, રોકેટ બન્યો સ્ટોક

GRP Ltd: જીઆરપી લિમિટેડના શેર 5 ટકા વધી  15034.50 રૂપિયા પર પહોંચી ગયા હતા. કંપનીએ પોતાના શેરહોલ્ડર્સ માટે બોનસ શેરની જાહેરાત કરી છે. જીઆરપી લિમિટેડે 3:1 ના રેશિયોમાં બોનસ શેર ઈશ્યૂની જાહેરાત કરી છે.
 

1 શેર પર 3 શેર ફ્રી આપશે આ કંપની, સાથે ઈન્વેસ્ટરોને મળશે ડિવિડેન્ડ, રોકેટ બન્યો સ્ટોક

GRP Ltd: જીઆરપી લિમિટેડના શેર શુક્રવારે 5% વધી 15034.50 રૂપિયા પર પહોંચી ગયા હતા. કંપનીએ પોતાના શેરહોલ્ડર્સ માટે બોનસ શેરની જાહેરાત કરી છે. જીઆરપી લિમિટેડે 3:1 ના રેશિયોમાં બોનસ શેર ઈશ્યૂ કરવાની જાહેરાત કરી છે. આ પહેલા કંપનીએ FY24 માટે ડિવિડેન્ડની પણ જાહેરાત કરી છે. કંપનીના બોર્ડ મેમ્બરે પ્રતિ ઈક્વિટી શેર 37.50 રૂપિયાના ડિવિડેન્ડની ભલામણ કરી છે. આ તેનું અત્યાર સુધીનું સૌથી વધુ ડિવિડેન્ડ છે. બીએસઈ પર ઉપલબ્ધ આંકડા પ્રમાણે શનિવાર 27 જુલાઈ, 2024ને રેકોર્ડ ડેટ નક્કી કરવામાં આવી છે. 

કંપનીના શેર
શુક્રવારે સ્ટોક 14725.00 રૂપિયા પ્રતિ શેર પર બંધ થયો હતો, જે 14318.70 રૂપિયા પ્રતિ શેરના છેલ્લા બંધ સ્તરથી 2.84 ટકા વધી રહ્યો. આ સ્ટોક 14880 રૂપિયા પ્રતિ શેર પર ખુલ્યો અને બીએસઈ પર 15034.50 રૂપિયા પ્રતિ શેરના ઈન્ડ્રાડે રૂપિયા પ્રતિ શેર પર ખુલ્યો અને બીએસઈ પર 15034.50 રૂપિયા પ્રતિ શેરના ઈન્ટ્રા ડે હાઈ અને 14300 રૂપિયા પ્રતિ શેરના ઈન્ટ્રા ડે લોને ટચ કર્યો હતો. 

બીએસઈના આંકડા પ્રમાણે જીઆરપી લિમિટેડના શેરમાં છેલ્લા છ મહિનામાં 172.83%  ની તેજી આવી છે અને વર્ષ દર વર્ષ એટલે કે  YTD માં 197.57% વધ્યો છે. છેલ્લા એક વર્ષમાં સ્ટોકમાં 307 ટકાનો વધારો થયો અને 19 જુલાઈ સુધી છેલ્લા બે વર્ષમાં  724.65% અને છેલ્લા પાંચ વર્ષમાં 1553.01% નું રિટર્ન આપ્યું છે. 

આ પણ વાંચોઃ 8 કંપનીઓના IPO પર દાવ લગાવવાની મળશે તક, ખાતામાં પૈસા રાખો તૈયાર, જાણો વિગત

શું છે ટાર્ગેટ પ્રાઇઝ
અંબાલા, એક સંશોધન વિશ્લેષકે જણાવ્યું હતું કે, "ટાયર રીટ્રેડિંગ કંપની GRP લિમિટેડ હાલમાં રૂ. 14,318 પર ઓવરબૉટ છે. જો કે, 30% સુધીનો કોઈપણ ઘટાડો ખરીદી અથવા સરેરાશ તકમાં ફેરવાઈ શકે છે. આવી સ્થિતિમાં રસ ધરાવતા રોકાણકારો રૂ. 13,500 માટે જોઈ શકે છે. . રૂ. 12,000 થી રૂ. 12,000 વચ્ચેની ખરીદીની શ્રેણી શોધી શકે છે. આગામી 2-10 અઠવાડિયા માટે લક્ષ્યાંક કિંમત રૂ. 16,200-20,000 છે.'

(ડિસ્ક્લેમરઃ અહીં માત્ર શેરના પરફોર્મંસની જાણકારી આપવામાં આવી છે. આ રોકાણની સલાહ નથી. શેરબજારમાં રોકાણ જોખમો અધીન હોય છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાકીય એડવાઇઝરની સલાહ લો) 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More