Home> Business
Advertisement
Prev
Next

નોકરી જોઈન કરતાં જ મળશે BMW ની સુપરબાઈક અને દુબઈમાં વર્લ્ડકપ જોવાની તક!

BharatPe પોતાની ટીમમાં જોઈન કરનારા નવા એમ્પ્લોયીને બાઈક પેકેજ અંતર્ગત BMWની બાઈક આપી રહ્યું છે. જ્યારે ગેઝેટ પેકેજ અંતર્ગત એપલ આઈપેડ પ્રો, બોસ હેડફોન જેવા અનેક બ્રાન્ડેડ ગેઝેટ્સ આપી રહી છે.

નોકરી જોઈન કરતાં જ મળશે BMW ની સુપરબાઈક અને દુબઈમાં વર્લ્ડકપ જોવાની તક!

નવી દિલ્લી: પોઈન્ટ ઓફ સેલ એટલે POS કેટેગરીમાં ભારતની ત્રીજી સૌથી મોટી કંપની BharatPeએ પોતાના નવા કર્મચારીઓ માટે બમ્પર જોઈનિંગ પર્કની જાહેરાત કરી છે. આ પર્ક અંતર્ગત નવા એમ્પ્લોયીને BMW બાઈક, એપલ આઈપેડ પ્રો, સેમસંગ ગેલેક્સી વોચ ગિફ્ટ તરીકે આપવામાં આવી રહી છે. તે ઉપરાંત નવેમ્બરમાં આયોજિત આઈસીસી મેન્સ ટી-20 વર્લ્ડકપમાં દુબઈ ટૂર પર પણ લઈ જશે. BharatPeએ પોતાના માટે એક વિસ્તાર યોજના બનાવી છે. આ યોજના અંતર્ગત કંપની આવનારા કેટલાંક દિવસોમાં મર્ચન્ટ અને કન્ઝ્યૂમર લેન્ડિંગના ક્ષેત્રમાં કેટલીક નવી પ્રોડક્ટ્સ લોન્ચ કરશે. તેના માટે તેને ટીમનો વિસ્તાર કરવો જરૂરી છે. ચાલુ નાણાંકીય વર્ષના અંત સુધી એટલે કે માર્ચ 2022 સુધી કંપનીએ પોતાની ટીમની મજબૂતી ત્રણ ગણી વધારવી પડશે. તેના માટે કંપની પોતાની ટીમમાં 100 નવા લોકોનો સમાવેશ કરશે.

Shah Rukh Khan થી લઈને Priyanka Chopra સુધીના આ સ્ટાર્સ જ્યારે ફિલ્મો નથી કરતા તે સમયે શું કરે છે? જાણો

 

બાઈક પેકેજમાં 5 સુપર બાઈકમાંથી પસંદ કરવાની પસંદગી:
ઈન્ડસ્ટ્રીના સારા ટેલેન્ટને આકર્ષવા માટે કંપની નવા એમ્પ્લોયીને બે પ્રકારના પેકેજ ઓફર કરી રહી છે. પહેલું પેકેજ બાઈક પેકેજ છે. અને બીજુ ગેઝેટ પેકેજ છે. બાઈક પેકેજ અંતર્ગત નવા એમ્પ્લોયીને 5 સુપર બાઈક્સનો ઓપ્શન કંપની આપી રહી છે. તેમાં BMW G310R, Jawa Parek, KTM Duke 390, KTM RC 390 અને રોયલ એન્ફિલ્ડ હિમાલયન ઓપ્શનના રૂપમાં આપવામાં આવ્યા છે.

ગેઝેટ્સ પેકેજમાં અલગ-અલગ ગેઝેટ્સ મળશે:
ગેઝેટ્સ પેકેજ અંતર્ગત કંપની નવા એમ્પ્લોયીને Apple iPad Pro (with Pencil), Bose હેડફોન, હર્મન કાર્ડન સ્પીકર્સ, સેમસંગ ગેલેક્સી ઘડિયાળ, WFH ડેસ્ક એન્ડ ચેર અને સાઈકલિંગ માટે Firefox Typhoon 27.5 D સાઈકલ આપી રહી છે.

વર્લ્ડકપ જોવા માટે દુબઈ લઈ જશે કંપની:
ઓક્ટોબર મહિનાથી ICC Men’s T20 World Cupની શરૂઆત થઈ રહી છે. અને તેનું આયોજન દુબઈમાં કરવામાં આવી રહ્યું છે. કંપની તરફથી પોતાની ટીમના બધા એમ્પ્લોયીને મેચ બતાવવા માટે દુબઈ લઈ જવામાં આવશે.

8 મહિના પહેલાં એપ્રેઝલ અમલી:
તે સિવાય કંપનીએ ચાલુ નાણાંકીય વર્ષ માટે એપ્રેઝલને 8 મહિના જાહેર કરી દીધું છે. જે એપ્રેઝલ વર્ષ 2022માં મળવાનું હતું, તેનો ફાયદો અત્યારે આપવામાં આવ્યો છે. તેને 1 જુલાઈ 2021થી લાગુ કરી દીધું છે. એપ્રેઝલને બે ભાગમાં વહેંચવામાં આવ્યું છે. જેમાં એક ભાગ એમ્પ્લોયી સ્ટોક ઓપ્શન એટલે ESOPના રૂપમાં પણ મળશે.

POS બિઝનેસને આ વર્ષે ત્રણ ગણો કરવાનું લક્ષ્ય:
કંપનીના બિઝનેસની વાત કરીએ તો છેલ્લાં અઠવાડિયે ભારત પેએ POS બિઝનેસને ત્રણ ગણો કરવાનું લક્ષ્ય રાખ્યું છે. ચાલુ નાણાંકીય વર્ષ સુધી કંપનીએ TPV એટલે ટ્રાન્જેક્શન પ્રોસેસ્ડ વેલ્યૂને 6 બિલિયન ડોલરની પાર એટલે 44,800 કરોડ પહોંચાડવાનું લક્ષ્ય રાખ્યું છે. કંપનીએ અત્યાર સુધી ઈક્વિટી અને ડેટ દ્વારા 300 મિલિયન ડોલર એટલે 2100 કરોડ રૂપિયાથી વધારેનું ફંડ એકઠું કરી લીધું છે.

Share Market: આ સ્ટોક તમને બનાવી શકે છે માલામાલ! જાણો શું કહે છે Market Guru

Jio Fibre 1 વર્ષ માટે મેળવો એકદમ Free! બસ આ Steps કરો ફોલો

'Risk Hai Toh Ishq Hai' રૂપિયા અહીં લગાવશો તો દર મહિને મળશે ફિક્સ આવક!

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More